• Home
  • Dharm Darshan
  • Grah Dasha
  • New year horoscope for narendra modi, Rahul gandhi, Amit shah, Amitabh Bachan, Aliya bhatt, Vicky Kaoushal, Akshay kumar, Virat Kohali

ભવિષ્યફળ / સેલિબ્રિટીઝ માટે વિક્રમનું નવું વર્ષ કેવું રહેશે? દેશ-દુનિયાનું કેવું રહેશે ભવિષ્ય?

New year horoscope for narendra modi, Rahul gandhi, Amit shah, Amitabh Bachan, Aliya bhatt, Vicky Kaoushal, Akshay kumar, Virat Kohali

Divyabhaskar.com

Oct 28, 2019, 03:55 PM IST

ધર્મ ડેસ્ક- વ્યક્તિને પોતાની સાથે પોતાના દેશ કે મનગમતા સેલિબ્રિટીઝનું આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવામાં પણ રસ હોય છે. અહીં પ્રસ્તુત છે વિવિધ ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિઓનું શુભાશુભ ભાવિ. ભારતનાં રાજકારણ, સિનેમા, ક્રિકેટ જેવાં ક્ષેત્રો સાથે સંકળાયેલી સેલિબ્રિટીઝના ગ્રહોની ચાલ નવા વર્ષમાં કેવી રહેશે તે વિશે જણાવે છે સુપ્રસિદ્ધ જ્યોતિષી બેજાન દારૂવાલા અને નસ્તૂર દારૂવાલા

નરેન્દ્ર મોદી

આવનારાં પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીને ગજકેસરી યોગ તથા સૂર્ય, શુક્ર, શનિ, ખાસ કરીને ગુરુ જે શુભ ફળ આપે છે તેના પ્રભાવે તેઓ દેશને સફળતા અને ખ્યાતિની ટોચ પર પહોંચાડશે. તેમની હસ્તરેખામાં ગુરુ અને ચંદ્ર બહુ મજબૂત હોવાથી કહી શકાય કે તેમના પર ઈશ્વરના સીધા આશીર્વાદ છે. તેના પ્રભાવે તેઓ દેશનો વિકાસ સતત કરતા રહેશે તે નક્કી જ છે. ચાઈનીઝ એસ્ટ્રોલોજી પ્રમાણે નરેન્દ્ર મોદીનો સિમ્બોલ વાઘ આવે છે, એ સુખદ સંયોગ ગણી શકાય.

------------------

અમિત શાહ

અમિત શાહની કુંડળીમાં બુધ, કેતુ, યુરેનસની સાથે શુક્ર તથા શનિ અને બુદ્ધિનો ગ્રહ બુધ બિરાજમાન હોવાથી ભારત માટે તેઓ અભૂતપૂર્વ નિર્ણયો લઇ શકે છે. જેનાથી દેશમાં શાંતિ, અખંડિતતા અને વિકાસ નિશ્ચિત છે. આવનારાં પાંચ વર્ષ એમના માટે અતિ ઉત્તમ રહેશે. 2022માં અંગત સિતારાઓના કારણે અમિત શાહ એવું અદ્્ભુત કાર્ય કરશે, જેનાથી દેશ તેમને હંમેશાં યાદ રાખશે. મંગળ, યુરેનસ ગ્રહના કારણે સમગ્ર દેશ તેમના કુશળ વ્યવહારને કારણે સુરક્ષિત રહેશે.

------------------

રાહુલ ગાંધી

શનિ ગ્રહના કારણે રાહુલ ગાંધી માટે આવનારાં ચાર વર્ષ બહુ જ ખરાબ છે. ભારતની રાજનીતિમાં રાહુલ ખાસ કંઇ કરી શકશે નહીં. તેમણે માતા સોનિયા ગાંધીની તબિયતની સંભાળ લેવી પડશે. કોંગ્રેસ પક્ષનો વિકાસ રાહુલ કરી શકશે નહીં. શનિ ગ્રહને કારણે રાહુલ ગાંધીને તમામ પ્રકારના અવરોધો, મુસીબતોનો સામનો કરવા પડી શકે છે.

------------------

અમિતાભ બચ્ચન

લક્ષ્મી યોગ, ગજકેસરીયોગ, શશાયોગ, નેપ્ચ્યુન અને યુરેનસનો ત્રાયગ અને શનિ, મંગળ, ચંદ્રની કુંડળીમાં મજબૂત સ્થિતિ અમિતાભ બચ્ચનને વિશ્વકક્ષાના એક્ટિંગના મહાનાયક બનાવે છે અને ટકી રાખવામાં પણ મદદરૂપ થાય છે. આવનારાં ચાર વર્ષ બચ્ચનસાહેબનાં જ છે, પણ તેમણે તબિયતનું ધ્યાન રાખવું પડશે. જોકે, સદીના મહાનાયક પોતાના દીકરા માટે ખાસ કંઇ કરી શકવાના નથી, તે સ્પષ્ટ છે.

------------------

વિરાટ કોહલી

અંગ્રેજી પ્રમાણે વિરાટ કોહલીની રાશિ વૃશ્ચિક છે. શનિ ગ્રહ એમની રાશિમાંથી ખસી જતાં અને ગુરુ, બુધ ગ્રહ પ્રવેશ કરતાં એમની રમતમાં-કેપ્ટન્સીમાં વધારે નિખાર અને ધીરજ આવશે. હવે શનિ ગ્રહ જે વિડંબણાઓ, ધીમી ગતિથી કામો થવા તથા પોતાના કર્મનો ગ્રહ હોવાથી. આવનારા વર્લ્ડ કપમાં વિટાર ગુસ્સા અને ઈમોશન્સ પર કાબૂ રાખે તો ગુરુ, મંગળ, નેપ્ચ્યુન અને યુરેનસ તેને અને ભારતની ટીમને નામના અપાવશે.

------------------

અક્ષય કુમાર

અક્ષયકુમારની કુંડળીમાં રહેલો પ્લુટો ગ્રહ એમને આગળ જતાં એક્ટિંગના બાદશાહ બનાવશે અને શનિ ગ્રહ એમની પાસે હિટ ફિલ્મો કરાવશે. જેનાથી તેઓ દેવ આનંદની જેમ વર્ષોવર્ષ લોકોના દિલ પર રાજ કરશે. અક્ષયની કુંડળીમાં પાંચમા સ્થાનમાં મંગળ ગ્રહ હોવાથી તેમને બળ મળે છે અને સ્ટન્ટ કરવાની ક્ષમતા મેળવે છે. ગુરુ ગ્રહ જે ભાગ્યનો મુખ્ય ગ્રહ છે, તેના કારણે તેમની અનેક ફિલ્મો હિટ જશે.

------------------

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી માટે આવનારા ત્રણ વર્ષ બિલકુલ બરાબર નથી. તબિયતનું ધ્યાન રાખવાનું રહેશે. એમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીમાં ખાસ પ્રગતિ જણાતી નથી, કારણ કે શનિ, મંગળ અને બુધ તેમની કુંડળીમાં બરાબર નથી. તેમનો દશકો પાછો આવે તેમ લાગતું નથી. સોનિયાએ રિટાર્ડ થઈ જવું જોઈએ તેવું તેમના સિતારાઓ સૂચવે છે.

------------------

વિજય રૂપાણી

વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ બીજી વાર પ્રાપ્ત થયું છે, એનાં મુખ્ય કારણો ચંદ્ર-મંગળની યુતિ છે કે જે લક્ષ્મીયોગ કરાવે છે. શનિ ગ્રહ એમને તમામ પ્રકારના લોકોમાં લોકપ્રિય બનાવે છે. આ યોગના પ્રભાવે તેઓ ગરીબ, વિધવા, ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે વિવિધ લાભકારી યોજનાઓ લાવશે અને તેને કારણે તેમની કીર્તિ વધારે ખીલશે. મંગળ ગ્રહ એમને થોડો ગુસ્સો આપે છે, માટે વિજય રૂપાણી લોકોને વધારે પ્રેમ અને આદર આપશે તો તેમની સાથે સાથે ગુજરાતનો વિકાસ થશે.

------------------

આલિયા ભટ્ટ

એક સફળ અભિનેત્રીમાં જોવા મળે છે તેવાં તમામ લક્ષણો આલિયા ભટ્ટમાં હોવાથી એની કારકિર્દી લાંબી ચાલશે. એનાં લગ્ન રણવીર કપૂર સાથે થાય એવી સંભાવના છે અને લગ્નજીવન સારું રહેશે. લક્ષ્મી યોગ, ગજકેસરી યોગ અને ચંદ્ર-મંગળ તથા ગુરુ ગ્રહ આગળ જતાં ફિલ્મોમાં બહુ સારું પરફોર્મ કરાવશે. આ ગ્રહોના પ્રભાવે તે સારી ડાયરેક્ટર પણ બની શકે છે.

------------------

શ્રદ્ધા કપૂર

આવનારા પાંચ વર્ષ આ અભિનેત્રી માટે ઉત્તમ છે. ચંદ્ર જે મનનો કારક છે. મંગળ શક્તિનો ગ્રહ છે. બુધ જે વાણીનો ગ્રહ છે તે બળવાન થવાથી શ્રદ્ધાને સારા રોલ મળશે. આ અભિનેત્રીની ખ્યાતિ વધશે. શુક્ર સાથે શનિ ગ્રહ આવતાં આવનારા એક વર્ષમાં સાચવીને ફિલ્મો અને અંગત જીવનનો રસ્તો પાર કરવો પડશે. નહિતર મુસીબતો આવી શકે છે. યોગ્ય નિર્ણયો કરતાં ફિલ્મ જગતમાં ટકી રહેશે.

------------------

વિક્કી કૌશલ

વિક્કી કૌશલના સિતારા બુલંદ છે, પણ એ કોઇપણ હિસાબે સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષયકુમાર જેટલા સફળ નહીં થઈ શકે, કારણ કે શુક્ર અને સૂર્ય ગ્રહ જે સિનેમાજગતના રાજા છે, એમની સાથે કેતુ રહેલો છે. વિક્કી કૌશલનો આવનારો સમય સારો રહેશે. શુક્ર ગ્રહ એમને લોકપ્રિય બનાવે છે. આગળ જતાં મંગળ અને બુધ ગ્રહ તેની કુંડળીમાં મજબૂત થતાં તે સક્ષમ ફિલ્મો કરશે.

------------------

ભારતનું ભવિષ્ય

ભારતની કુંડળીમાં બુધ, સૂર્ય અને કેતુ સાથે આવતાં નકલી નોટોનું કૌભાંડ ફરી સતાવશે. નેતાઓ તથા અભિનેતાઓના સેક્સ સ્કેન્ડલ બહાર આવશે. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે સંબંધો સૌથી નીચેના સ્તરે પહોંચી જશે. પ્લેનક્રેશ, આતંકી હુમલા, કુદરતી આફતો પણ પરેશાન કરશે, પણ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના પ્રબળ સિતારાઓને કારણે આ બધી મુસીબતો છતાં આવનારા પાંચ વર્ષમાં ભારત સતત વિકાસ કરશે. હાલ તણાવ છે, પરંતુ પાકિસ્તાન સાથે યુદ્ધ થવાની નહિવત્ છે. ખેતી, શેરબજાર, નાના ઉદ્યોગો, રોજગારની તકો ધીમી ગતિથી ઊભી થશે. આવનારા પાંચ વર્ષ ભારત માટે અમૂલ્ય હશે, કારણ કે ગુરુ ગ્રહ જે ગુડલકનો ગ્રહ છે તે ભારતની રાશિમાં આ‌વતા ભારત સુપર પાવર બનશે જ.

------------------

ગુજરાતનું ભવિષ્ય

ગુજરાતનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે, ખાસ કરીને ગામડાંઓનો વિકાસ થાય, ખેડૂતોને યોગ્ય વળતર મળે, શિક્ષણ ક્ષેત્રે ઘણું સારું પરિવર્તન આવે. પોલીસની સેવા, મહિલા સુરક્ષા, તબીબી સેવામાં મૂળભૂત રીતે સુધારો થાય. રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરશે, જે ગુજરાતને સફળતાના માર્ગે આગળ લઈ જશે. મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યા સરકારને તકલીફ આપશે, પરંતુ સરકાર જરૂરથી રસ્તો કાઢશે. રાજ્યમાં રોકાણકારો મળવા મુશ્કેલ બનશે અને વિદેશી પર્યટકો વધારે આવતાં ટુરિઝમનો ધંધો સારો રહેશે. વિજય રૂપાણીનો ગુરુ તથા બુધ ત્રિકોણમાં આવતાં એવા નિર્ણયો લેવાશે અને અમલમાં મુકાશે જેનાથી ઉદ્યોગ ક્ષેત્રે અને વેપારી વર્ગને ફાયદો થશે.

------------------


અમેરિકા ભવિષ્ય

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ માટે સમયસારો નથી. અમેરિકામાં એમની સામે આંદોલનો થાય અને એના કારણે ભારત સાથે વ્યાપારમાં નુકસાની આવે. એવું કહી શકાય કે ભારત અને અમેરિકામાં વેપાર-વ્યવસાયની દૃષ્ટિએ અને રોકાણની દૃષ્ટિએ સમય બહુ સારો નથી. વર્ષ 2020માં અમેરિકા અને ભારતના સંબંધો વધારે મજબૂત થશે અને વેપાર સંબંધિત નવી તકો ખૂલશે.

------------------

ચીનનું ભવિષ્ય

ભારત અને ચીનની કુંડળી જોતાં સંબંધો મજબૂત થશે, પણ તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે ચીન પોતાનું વચન ન પણ પાળે, એવા સંજોગોમાં ભારત માટે આગળ જતાં મુશ્કેલીઓ વધી શકે છે. ભારતે પોતાના તરફથી મૈત્રીપૂર્ણ વાતાવરણ અને અલગ અલગ સ્તરે મંત્રણાઓ ચાલુ રાખવી જોઇએ, કારણ કે એનાં સકારાત્મક પરિણામ આવી શકે છે.

------------------


રશિયાનું ભવિષ્ય

પુતિન અને નરેન્દ્ર મોદીની કુંડળી જોતાં બંને દેશો આવનારાં ત્રણ વર્ષ ઘણા મજબૂત બનશે. રશિયા ભારતના પડખે દરેક સંજોગોમાં ઊભું રહેશે. ભારત પણ રશિયાને આર્થિક રીતે મદદ કરશે અને રશિયામાંથી ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે. મૈત્રી ગાઢ બનશે.

------------------

શેરબજારનું ભવિષ્ય

સટ્ટા, જુગાર, લોટરી, શેરમાર્કેટ આ બધુ જ્યોતિષમાં રાહુને આધિન છે અને તે રાહુનું જ કર્મક્ષેત્ર છે. શેરબજારમાં ઊર્જા, સિમેન્ટ, ફાર્મા, સ્ટીલ વગેરે ક્ષેત્રોમાં વિપુલ સંભાવનાઓ દેખાઈ રહી છે. આગામી વર્ષના ફેબ્રુઆરીના અંત સુધીમાં બજાર સુસ્ત થઈ જશે. રિઅલ એસ્ટેટના શેરોમાં સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળશે, પરંતુ શનિ વક્રી થવાથી ફરી એ ધ્વસ્ત થઈ જશે. ટેક્સટાઇલ્સ, ઓટો ક્ષેત્રના શેરોમાં ઘણો ઘટાડો થઈ શકે છે. ધાતુઓ, ખાદ્ય પદાર્થો, ખાંડ વગેરે મોંઘું થઈ શકે છે. પેટ્રોલ, કેરોસીન, કોલસો, ખાણ વગેરે સાથે સંબંધિત વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ જેવી કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રિલાયન્સ પેટ્રો કેમિકલ્સ તેમજ ખાણકામ કરતી કંપનીઓના શેર ખરીદવા વધુ લાભકારક સિદ્ધ થશે. ઔષધિઓ, સૌંદર્ય પ્રસાધનો, દૂધના બનેલા પદાર્થો, ખેતીનાં ઉપકરણો વગેરેમાં રોકાણ કરવું પણ ફાયદાકારક રહેશે. જમીન, ચાંદી, ચોખા, મશીનોનાં સ્પેરપાર્ટ્સ, પશુ તેમજ પાણી કે સિંચાઈ સાથે જોડાયેલાં કાર્યોમાં રોકાણ કરવાથી સામાન્ય લાભ જોવા મળશે.

X
New year horoscope for narendra modi, Rahul gandhi, Amit shah, Amitabh Bachan, Aliya bhatt, Vicky Kaoushal, Akshay kumar, Virat Kohali
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી