રાશિફળ / બુધ તુલામાં વક્રી થયોઃ 6 રાશિના જાતકો માટે લાભનો સમય, વેપાર અને આવક વૃદ્ધિના યોગ બનશે

Budh Vakri in Tula: 6 zodiac sign wiil get benefits from this rashi parivartan

 • વૃશ્ચિક રાશિમાં વક્રી બુધના કારણે વેપારમાં વૃદ્ધિ થશે, મેષ રાશિના લોકોએ સાવધાન થઇને કામ કરવું, વૃષભ રાશિના લોકોને નોકરીમાં પરેશાની આવી શકે છે

Divyabhaskar.com

Nov 01, 2019, 12:55 PM IST

ધર્મ ડેસ્કઃ 1 નવેમ્બર સવારે 4.35 વાગે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં વક્રી થઇ ગયો છે. વક્રી રહીને આ ગ્રહ 7 નવેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા શુક્ર રાશિના સ્વામિત્વવાળી જ રાશિ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે 21 નવેમ્બરે બુધ ફરીથી માર્ગી થઇ જશે. 5 ડિસેમ્બરથી આ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

બુધના કારણે વેપારમાં વૃદ્ધિ થશેઃ-

બુધ લગભગ 36 દિવસ સુધી વક્રી રહેશે. આ ગ્રહના વક્રી થવાથી દેશના વેપારમાં વૃદ્ધિ થશે. મંદીનો પ્રભાવ ઓછો થશે. પહાડી ક્ષેત્રોમાં બરફ પડી શકે છે. થોડાં ક્ષેત્રોમાં ભારે વર્ષાના યોગ પણ બની શકે છે. પૂર્વોત્તર અને પશ્ચિમી ક્ષેત્રોમાં વાદ-વિવાદ થઇ શકે છે. મધ્ય ક્ષેત્રમાં રાજનૈતિક ફેરબદલ થઇ શકે છે.

બારેય રાશિ ઉપર વક્રી બુધની અસર કેવી રહેશેઃ-

 • મેષઃ- આ રાશિ માટે નુકસાનના યોગ બની રહ્યા છે. સાવધાન થઇને કામ કરવું.
 • વૃષભઃ- નોકરીમાં પરેશાની રહેશે. અધિકારીઓ સાથે તાલમેલ જાળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે.
 • મિથુનઃ- લાભના યોગ બનશે. બુધના કારણે આ લોકોને કાર્યોમાં સફળતા મળશે અને માન-સન્માનની પ્રાપ્તિ થશે.
 • કર્કઃ- વ્યય વધારે થવાથી માનસિક તણાવ વધી શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરવો.
 • સિંહઃ- લાંબી યાત્રા પર જવાનું થઇ શકે છે. ખર્ચ વધશે. ધન-સંબંધી કાર્યોમાં વિશેષ સાવધાની રાખવી.
 • કન્યાઃ- આવક વૃદ્ધિના યોગ બની રહ્યા છે. બુધના કારણે મોટાં કામ થઇ શકે છે. મન પ્રસન્ન રહેશે.
 • તુલાઃ- કાર્ય વધારે રહેશે, પરંતુ સફળતા પણ મળી શકે છે.
 • વૃશ્ચિકઃ- તમારા માટે ભાગ્ય વૃદ્ધિનો સમય છે. બુધના કારણે કોઇ મોટી ઉપલબ્ધિ મળી શકે છે.
 • ધનઃ- ભય અને ચિંતાનું વાતાવરણ રહેશે. સાવધાનીથી કામ કરશો તો લાભમાં રહેશો.
 • મકરઃ- ગૃહ ક્લેશના કારણે ચિંતા રહેશે. જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે છે. ધૈર્યથી કામ કરો.
 • કુંભઃ- અજ્ઞાત ભય પરેશાન કરશે, પરંતુ તમારે ડરવાની જરૂર નથી. તમારું કામ પ્રામાણિકતાથી કરતાં રહો.
 • મીનઃ- સંતાનથી સુખ મળશે. લાંબા સમયગાળાથી ચાલી રહેલી પરેશાનીઓ બુધના કારણે દૂર થઇ શકે છે.
X
Budh Vakri in Tula: 6 zodiac sign wiil get benefits from this rashi parivartan
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી