ગ્રહ દશા / બુધનું રાશિ પરિવર્તન : બુધનો કર્ક રાશિમાં પ્રવેશ, 12 રાશિ પર સીધી અસર કરશે 

Budh Rashi parivartan 20 June 2019
X
Budh Rashi parivartan 20 June 2019

Divyabhaskar.com

Jun 20, 2019, 02:58 PM IST

ધર્મ ડેસ્ક:  20 જૂનના રોજ રાતના 12.10 વાગ્યે બુધ ગ્રહ રાશિ બદલીને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. બુધ ચંદ્રનો શત્રુ માનવમાં આવે છે. પરંતુ ચંદ્ર બુધને શત્રુ માનતો નથી. બુધના રાશિ પરિવર્તનની અસર 12 રાશિ ઉપર પડશે. બુધ બુદ્ધિનો કારક ગ્રહ છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અહીં જણાવી રહ્યા છે 12 રાશિ ઉપર તેની કેવી અસર પડશે.
 

બુધનું રાશિફળ

મેષ રાશિ : આ રાશિમાં બુધ ચોથા ભાવમાં હોવાથી ઘર-પરિવારમાં શાંતિ બનેલી રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મહેનત સફળ થશે. 
 

વૃષભ  રાશિ : આ રાશિમાં બુધ ત્રીજા ભાવમાં રહેશે. વ્યક્તિ પરિવારની સહાયતાથી સફળતા મેળવશે. જીવનધોરણમાં સુધારો થશે.
 

મિથુન રાશિ : આ રાશિમાં પરિવર્તન બીજા ભાવમાં થઈ રહ્યું છે. બુદ્ધિ સંબંધી કામમાં વિશેષ લાભ મળશે. ધન સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે.
 

કર્ક રાશિ : આ ભાવમાં બુધના આવવાથી યાત્રાનો યોગ બનશે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય બગડી શકે છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાશે.
 

સિંહ રાશિ : આ રાશિમાં બુધ 12માં ભાવમાં રહેશે. ખર્ચમાં વધારો કરશે. બિઝનેસ સંબંધમાં લાંબી યાત્રા થઈ શકે છે. બિનજરૂરી વિવાદમાં ન ફસાવું.
 

કન્યા રાશિ :  આ રાશિમાં 11માં ભાવમાં બુધ રહેશે. જૂના અટકેલા કામ પૂરા થશે. સમાજમાં માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
 

તુલા રાશિ :  આ રાશિ માટે બુધ દસમા ભાવમાં રહેશે. જે લાભના યોગ બનાવી રહ્યો છે. કોઈ મોટી સફળતા મળી શકે છે. સમય તમારા માટે અનુકૂળ છે. 
 

વૃશ્ચિક રાશિ : આ રાશિમાં નવમાં ભાવમાં બુધ રહેશે. જેના કારણે મોટી સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
 

ધન રાશિ :  આ રાશિ માટે બુધ આઠમાં ભાવમાં રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. ધીરજ રાખવી.
 

મકર રાશિ : આ રાશિ માટે બુધ શુભ રહેશે. લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાશે. યોત્રા થવાનો યોગ છે. ધનલાભ થશે.
 

કુંભ રાશિ :  આ રાશિ માટે બુધ છઠ્ઠા ભાવમાં રહેશે. ખાવા-પીવા ઉપર ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય બગડી શકે છે. કરજમાંથી મુક્તિ મળશે. 
 

મીન રાશિ : આ રાશિ માટે બુધ પાંચમાં ભાવમાં રહેશે. શિક્ષા સંબંધી કામમાં વિશેષ લાભ મળશે. વિદ્યાર્થીઓને અપેક્ષા મુજબ પરિણામ મળશે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી