ગ્રહ દશા / બુધ ગ્રહ કર્ક રાશિમાં વક્રી, 12 રાશિ ઉપર તેની સીધી અસર પડશે

Budh grah vakri 7 July 2019

Divyabhaskar.com

Jul 06, 2019, 06:06 PM IST

ધર્મ ડેસ્ક : બુધ ગ્રહ 7 જુલાઈથી કર્કમાં વક્રી થઈ રહ્યો છે. 1 ઓગષ્ટ સુધી તે વક્રી રહેંશે. બુધ ગ્રહ વાણી અને બુદ્ધિનો પ્રતીક છે. જો બુધ શુભ છે તો એ વ્યક્તિને ખૂબ બુદ્ધિશાળી બનાવે છે. જો બુધ ગ્રહ અશુભ હોય તો મસ્તિષ્ક સાથે જોડાયેલા કામ કરવામાં મુશ્કેલી આવે છે. 12 રાશિ ઉપર તેની કેવી અસર પડશે તે જોઈએ.

મેષ રાશિ - રાહુ ગ્રહ સાથે વક્રી બુધ આ રાશિના જાતકોના પરાક્રમમાં વધારો કરશે. આ સમયગાળા દરમિયાન અચાનક લાભ થવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિ મળવાનો યોગ બની રહ્યો છે. ધાર્મિક કાર્યો કરવા માટે ઉત્સુક રહેશો. નવા કામની શરૂઆત થશે.


........................

વૃષભ રાશિ - તમારી કુંડળીમાં બુધ કારક ગ્રહ છે. તે ધનભાવ અને પંચમ ભાવનો સ્વામી છે. તમારા પરાક્રમમાં વધારો થશે. વિદેશથી લાભ થઈ શકે છે. જ્યોતિષમાં તમારો રસ વધશે. નવા ક્ષેત્રમાં રોકાણ કરવાથી બચવું.

................................

મિથુન રાશિ - તમારા ધનભાવમાં બુધ વક્રી થઈ રહ્યો છે.મોટા ખર્ચને લઈને તમે પરેશાન રહેશો. તમારી કલ્પના શક્તિમાં વધારો થશે. તમારા અહંકારમાં પણ વધારો થઈ શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું જોઈએ. આ સમયે જૂના એગ્રિમેન્ટ ઉપર વિચાર કરવો.

...........................

કર્ક રાશિ - તમારી રાશિ માટે બુધ ત્રીજા અને દ્વાદસ ભાવનો સ્વામી છે. આ સમય તમારા માટે સારો નથી. તમારા પરાક્રમમાં ઘટાડો થશે. નાના-ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે. ઉતાવળે લીધેલા નિર્ણયતી નુકસાન થઈ શકે છે. ઈગોના કારણે જાતક પોતાનું જ નુકસાન કરશે. મિત્રો સાથે યાત્રા થવાનો યોગ બની રહ્યો છે. ધર્મ પ્રત્યે તમારી આસ્થા વધશે.

..........................

સિંહ રાશિ - આ રાશિના જાતકોને બુધ શુભ ફળ આપશે. ફસાયેલા પૈસાને પરત મેળવવાનો શ્રેષ્ઠ સમય છે. રોકાણ કરવાથી બચવું જોઈએ. મિત્રો મુશ્કેલી વધારી શકે છે.


............................

કન્યા રાશિ - તમારા પ્રયત્નોથી નિરાશા થશે. સ્વાસ્થ્યને લઈને મુશ્કેલી સર્જાશે. જોખમ લેવાનો સમય નથી. ઈગોના કારણે નુકસાન થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થશે.

........................

તુલા રાશિ - સંબંધો બગડી શકે છે. તમે અસુરક્ષાનો અનુભવ કરશો. બિનજરૂરી કામમાં સમય અને પૈસાનો વ્યય થશે. તમારે બીજા માટે કામ કરવું પડશે. ખર્ચ વધી શકે છે. જોખમ ન લેવું.

.......................

વૃશ્ચિક રાશિ - આ જાતકો માટે સમય શુભ રહેશે. અચાનક ધનલાભ થશે. સરકારી કામમાં લાભ થશે. અધિકારીઓ સાથે મિત્રતા થશે. જેનાથી તમારા કામ સરળતાથી પૂરા થશે.

..........................

ધન રાશિ - બુધ આ રાશિના જાતકોને સારું ફળ આપશે. બિઝનેસ માટે સારો સમય છે. કામમાં સફળતા મળશે. જીવનસાથી તમને સહકાર આપશે.

.........................

મકર રાશિ - બુદ્ધિશાળી લોકોને મળવાની તક મળશે. બિઝનેસનો વિસ્તાર થશે. પાર્ટનરનો સહકાર મળશે. યાત્રાનો યોગ થઈ શકે છે. દુશ્મનોથી સાવધાન રહેવું. પિતા સાથે સંબંધ બગડી શકે છે.

.....................


કુંભ રાશિ - સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. તમારી વાણી કઠોર થઈ શકે છે. જેનાથી લોકો સાથે સંબંધ બગડી શકે છે. તમારી વાણી કઠોર બનશે. નોરિયાતવર્ગ માટે સમય સારો છે.

..................................

મીન રાશિ - આ રાશિના જાતકોએ લાભ માટે વધારે મહેનત કરવી પડશે. નોકરીમાં મુશ્કેલ સ્થિતિ સર્જાશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. થાક લાગશે. વિવાદથી દૂર રહેવું. જીવનસાથી અને માતાનું ધ્યાન રાખવું.

X
Budh grah vakri 7 July 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી