રાશિ પરિવર્તન / પંચગ્રહી યુતિ તોડીને બુધનો તુલામાં પ્રવેશ થયો, 7 રાશિના જાતકો માટે સમય અતિશુભ રહેશે

Budh enter Libra zodiac on Navratri 1st day, time will be wonderful for 7 zodiac sign

  • બુધના કારણે તુલા રાશિના લોકોને મળશે લાભ, મીન રાશિના લોકોએ સાવધાન રહેવું

Divyabhaskar.com

Sep 29, 2019, 09:53 AM IST

ધર્મ ડેસ્કઃ 29 સપ્ટેમ્બરથી એટલે આજથી નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. નવરાત્રિના પહેલાં જ દિવસે બુધ ગ્રહ રાશિ બદલશે. નવરાત્રિની શરૂઆતમાં 5 ગ્રહોની યુતિ કન્યા રાશિમાં છે, પરંતુ 29 તારીખે બપોરે બુધના રાશિ બદલવાથી પાંચ ગ્રહોનો આ યોગ તૂટી જશે. બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે કન્યા રાશિમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્રની યુતિ સાથે નવરાત્રિ શરૂ થશે. રવિવારે બુધ કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. 23 ઓક્ટોબર સુધી બુધ તુલા રાશિમાં રહેશે. ત્યાર બાદ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. જાણો તુલા રાશિમાં બુધ હોવાથી 12 રાશિ ઉપર કેવી અસર થશે.

મેષઃ-
મેષ જાતકોના સાતમાં ભાવમાં બુધ રહેશે. જેના કારણે પ્રેમ પ્રસંગ અને લગ્નજીવન માટે સમય શુભ રહેશે. કુંવારા લોકોને પ્રેમીનો અને પરણિત લોકોને જીવનસાથીનો સહયોગ મળશે.

વૃષભઃ-
આ રાશિના છઠ્ઠા ભાવમાં બુધ રહેશે. સાથી સાથે મનમુટાવ થઇ શકે છે. ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું.

મિથુનઃ-
મિથુન જાતકોના પાંચમાં ભાવમાં બુધ રહેશે. જેના કારણે આ લોકોને સંતાનનું સુખ મળશે. નોકરીમાં ઉન્નતિ થઇ શકે છે.

કર્કઃ-
આ રાશિમાં બુધ ચોથા ભાવમાં રહેશે. આ લોકોને બુધના કારણે સુખ મળશે. સાથે જ, ખર્ચામાં વધારો થશે.

સિંહઃ-
ત્રીજા ભાવમાં બુધ રહેવાથી ભાઇઓનો સહયોગ મળશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેવાથી સફળતા મળશે.

કન્યાઃ-
આ લોકો માટે બીજા ભાવમાં બુધ રહેશે. સ્થાયી સંપત્તિથી લાભ મળશે. કાર્યોમાં સફળતા અને માન-સન્માનની પ્રાપ્તિ થશે.

તુલાઃ-
તુલા રાશિમાં બુધ રહેશે. પહેલા ભાવમાં બુધના કારણે તુલા રાશિના લોકોને વિશેષ લાભ મળશે. ધન સંબંધી કાર્યોમાં સફળતા હાંસલ કરશે.

વૃશ્ચિકઃ-
આ રાશિ માટે બારમાં ભાવમાં બુધ અશુભ ફળ આપનાર સાબિત થશે. આ લોકોએ ધનહાનિનો સામનો કરવો પડી શકે છે. લેણ-દેણમાં સાવધાની રાખવી.

ધનઃ-
ધન રાશિના અગિયારમાં ભાવમાં બુધ રહેશે. જે લોકો બુદ્ધિ સાથે સંબંધિત કામ કરે છે, તેમને બુધના કારણે ધનલાભ મળી શકે છે. માન-સન્માનની પ્રાપ્તિ થશે.

મકરઃ-
મકર રાશિના દશમા ભાવમાં બુધ રહેશે. આ કારણે કાર્યભાર વધારે રહેશે. મહેનત કર્યા બાદ સંતોષજનક ફળ મળી જશે.

કુંભઃ-
આ રાશિ માટે બુધ નવમાં ભાવમાં રહેશે. નવમા ભાવમાં બુધ હોવાથી ભાગ્યનો સાથ મળશે. કાર્યમાં સફળતા સાથે ધનલાભ પણ મળી શકે છે.

મીનઃ-
આ રાશિના આઠમાં ભાવમાં બુધ રહેશે. આ સ્થિતિ પરેશાનીઓ વધારી શકે છે. ધનહાનિના યોગ બનશે, સંભાળીને રહેવાનો સમય છે.

X
Budh enter Libra zodiac on Navratri 1st day, time will be wonderful for 7 zodiac sign

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી