• Home
  • Dharm Darshan
  • Grah Dasha
  • After the solar eclipse, people of all zodiacs should be cautious; the effect of eclipse will last for about 3 months.

ગ્રહણ પછી / સૂર્યગ્રહણ પછી બારેય રાશિના લોકોએ સાવધાની રાખવી, લગભગ 3 મહિના સુધી ગ્રહણની અસર રહેશે

After the solar eclipse, people of all zodiacs should be cautious; the effect of eclipse will last for about 3 months.
X
After the solar eclipse, people of all zodiacs should be cautious; the effect of eclipse will last for about 3 months.

  • આર્ટ ઓફ લિવિંગના જ્યોતિષ આશુતોષ ચાવલા દ્વારા જાણો ગ્રહણની દરેક રાશિ ઉપર અસર અને ઉપાય વિશે

Divyabhaskar.com

Dec 27, 2019, 08:28 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જવાથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી. જેથી આપણને ગ્રહણનો અનુભવ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને આત્માનો કારક કહેવામાં આવે છે અને ચંદ્રને મનનો કારક કહેવામાં આવે છે. સૂર્ય આપણી અંદર આત્માનો પ્રકાશ દર્શાવે છે અને ચંદ્ર આપણી મનઃસ્થિતિ દર્શાવે છે.

પં. આશુતોષ ચાવલા, જ્યોતિષી, આર્ટ ઓફ લિવિંગ- વૈદિક ધર્મ સંસ્થાન પ્રમાણે મન શું છે? આપણે ઇંદ્રિઓથી જે અનુભવ કરીએ છીએ તે આપણી ભાવનાઓ, આપણાં અંતઃકરણમાં ક્યાંક ને ક્યાંક સંગ્રહિત થઇ જાય છે. આ સંગ્રહિત અનુભવ વ્યક્તિને વિવિધ અનુભવો કરાવે છે. જે થોડાં ચેતન અને અચેતન વસી જાય છે. આ બધા જ અનુભવો જ્યાં સંગ્રહિત થાય છે તેને મન કહેવામાં આવે છે. આધ્યાત્મિક ભાષામાં આપણાં આત્માના પ્રકાશને જે ઢાંકી દે છે, તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

આ સૂર્યગ્રહણની અસર લગભગ 3 મહિના સુધી રહેશે. આ દરમિયાન દરેક રાશિના લોકોને લાભ-હાનિની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. 

સૂર્યગ્રહણનો દરેક રાશિ ઉપર પ્રભાવ અને તેમના ઉપાય-

1. મેષ

આ રાશિના લોકોએ તેમના કાર્યાલયમાં વરિષ્ઠો સાથે સંબંધ જાળવીને રાખવાં. પિતા સાથે વાદ-વિવાદમાં પડવું નહીં. ગુરૂની આજ્ઞાનું પાલન કરવું. જો તમે ગુરૂ પૂજામાં માનો છો તો 3 મહિના સુધી દરરોજ ગુરૂ પૂજા કરો. ગુરૂ પૂજા ના કરી શકો તો સાધારણ ગુરૂ મંત્ર ‘गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा, गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरावे नमः' या फिर, 'ओम श्री गुरावे नमः’ નો જાપ 108 વખત કરવો.
 

2. વૃષભ

આ રાશિના આઠમા સ્થાને ગ્રહણ થયું છે. આઠમું સ્થાન અપઘાત અને ખરાબ કર્મોને દર્શાવે છે. વાહન સાવધાનીથી ચલાવો. આઠમાં સ્થાનના દુષ્પ્રભાવને દૂર કરવા માટે મૌન અને ધ્યાનનું વિશેષ મહત્ત્વ છે. પ્રાણાયમ કરો.
 

3. મિથુન

આ રાશિના સાતમાં ભાવમાં ગ્રહણ થયું છે. સાતમો ભાવ વૈવાહિક જીવનને દર્શાવે છે. જીવનસાથીનો સહયોગ કરવો. રોજ શ્રી રૂદ્રમનો પાઠ સાંભળો. જોગિંગ કરો. તમારો વ્યવસાય માસ કમ્યુનિકેશન સાથે જોડાયેલો હોય તો લોકો સાથે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું. સમજી-વિચારીને બોલવું. કોઇને ગેરસમજ ઊભી થાય તેવા શબ્દોનો પ્રયોગ કરવો નહીં. 
 

4. કર્ક

આ રાશિના છઠ્ઠા ભાવમાં ગ્રહણ થયું છે. છઠ્ઠો ભાવ રોગ, દેવું, દુશ્મન, કોર્ટ કેસ આ બધી જ બાબતોને દર્શાવે છે. તમે કોઇ દેવું લીધું છે તો તેમાં વૃદ્ધિ થઇ શકે છે. દુશ્મનો સાથે વધારે વિવાદમાં ઉતરવું નહીં. કોર્ટ કેસથી બચવું. કોઇ કેસ પહેલાંથી ચાલી રહ્યો હોય તો તેને હાલ ટાળવાની કોશિશ કરો. તમારા માટે સમય શુભ રહેશે નહીં. થોડું બ્રહ્મચર્યનું પાલન કરો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
 

5. સિંહ

આ રાશિના પાંચમા ભાવમાં ગ્રહણ થયું છે. પાંચમો ભાવ સંતાન, વિદ્યા, મંત્રનો છે. આ સમયે તમારે સંતાનના સ્વાસ્થ્ય ઉપર થોડું ધ્યાન આપવું જોઇએ. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. રોજ જેટલો સમય અભ્યાસ કરો છો તેનાથી થોડો વધારે કરવો. આ સમયગાળામાં પ્રેમ સંબંધમાં થોડી મુશ્કેલી આવી શકે છે. પ્રેમ સંબંધમાં વધારે અપેક્ષાઓ રાખશો નહીં. આ સમયે પેટ સંબંધી રોગ પણ થઇ શકે છે. સંતુલિત માત્રામાં ભોજન કરવું. મસાલેદાર ભોજનથી દૂર રહેવું. મંત્ર જાપ કરવો ખૂબ જ જરૂરી છે. ઇષ્ટ દેવતાના જેટલાં મંત્રો છે તેમનો દરરોજ દિવસમાં ત્રણવાર જાપ કરો.
 

6. કન્યા

આ રાશિના ચોથા ભાવમાં ગ્રહણ થયું છે. ચોથો ભાવ સુખને દર્શાવે છે. માતાના સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. માતા સાથે સારા સંબંધ જાળવી રાખો. તમારી પાસે જે વાહન હોય તેનું પણ ધ્યાન રાખો. થોડી નેગેટિવિટિ આવી શકે છે. ગ્રહણ પછી તમારા ઘરની સાફ-સફાઈ ઉપર વધારે ધ્યાન આપો. ઘરને સંપૂર્ણ સાફ કરાવો અથવા નાનો હવન કરાવો.
 

7. તુલા

ગળાવું ધ્યાન રાખો. ભાઈ-બહેનો સાથે સંબંધ જાળવીને રાખો. કોઇ વિવાદમાં પડશો નહીં. કોઇ નવું કામ શરૂ કરવા માંગો છો તો રાહ જોવો. આ સમયગાળો ઠીક રહેશે નહીં. તમારા ગુરૂ દ્વારા પ્રાપ્ત જ્ઞાનને લોકો સુધી પહોંચાડો. નાની યાત્રાઓમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. યાત્રા કરતાં પહેલાં તમારા ગુરૂને અથવા ઇષ્ટ દેવતાને પ્રણામ કરીને યાત્રા શરૂ કરો.
 

8. વૃશ્ચિક

આ રાશિના બીજા ભાવમાં ગ્રહણ થયું છે. જેને જ્યોતિષમાં કુટુંબ અભાવ કહી શકાય છે. આ સમયગાળા દરમિયાન પારિવારિક સ્થિતિ એવી બનશે જેનાથી તમે પરેશાન રહેશો અથવા વિવાદ ઉત્પન્ન થશે. આ સમયગાળા દરમિયાન પરિવારને સાથે લઇને ચાલો. જે શબ્દ તમે બોલવા જઇ રહ્યા છો તેના ઉપર ધ્યાન આપો. સમાજની સેવાનો ભાવ રાખો. પરિવારની સેવાનો ભાવ રાખો.
 

9. ધન

સૂર્યગ્રહણ ધન રાશિમાં થયું છે. માટે આ સમયગાળો ધન રાશિ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. રાશિના ચંદ્ર ઉપર આ બધા ગ્રહોનું ભ્રમણ રહેશે. તમારી ભાવનાઓનું વિશેષ ધ્યાન રાખવું. તમારી મનઃસ્થિતિનું વિશેષ ધ્યાન રાખવું. આ ગ્રહણના કારણે તમારા મનમાં સંસ્કાર જે અવચેતનમાં ક્યાંય દબાઇ ગયા હતાં તે ઉભરીને સામે આવશે. એવા ભાવ પણ પ્રકટ થશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. આ સમયગાળામાં તમારે મનને સંતુલિત રાખવું. ત્રણ મહિના સુધી સુદર્શન ક્રિયા કરો અને અઠવાડિયામાં એકવાર દીર્ઘ સુદર્શન ક્રિયા પણ કરો. પ્રાણાયમ, ધ્યાન કરો. બની શકે તેટવું પાણી પીવો. 
 

10. મકર

આ રાશિના બારમા ભાવમાં ગ્રહણ થયું છે. બારમા ભાવમાં ગ્રહણ થવાથી અને જો વિદેશ યાત્રા કરી રહ્યા છો તો સાવધાન રહો. પરેશાનીઓ વધી શકે છે. ઊંઘમાં પરેશાની આવી શકે છે. ધ્યાન લગાવતી સમયે અજીબ અનુભવ થઇ શકે છે. તમારા ગુરૂને આ વિશે જણાવી શકો છો.
 

11. કુંભ

આ રાશિના અગિયારમાં ભાવમાં ગ્રહણ થયું છે. આ સ્થાનમાં કોઇપણ ગ્રહની સ્થિતિ ફાયદાકારક રહે છે. 11માં સ્થાનમાં હોવાથી પરેશાનીઓ વધશે. તમારા મિત્રો સાથે અને મોટા ભાઇ બહેનો સાથે ગેરસમજ થવાની સંભાવના છે. બની શકે ત્યાં સુધી કોઇ સાથે મનમુટાવ થઇ શકે છે. 11માં સ્થાને ગ્રહોની યુતિ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. સત્સંગ કરી શકો છો.
 

12. મીન

આ રાશિના દસમાં ભાવમાં ગ્રહણ થયું છે. દશમું સ્થાન કર્મ સ્થાન હોય છે. જેમ કે, નોકરી, વ્યવસાય. કોઇ જોબ કરો છો અથવા સેવા કરી રહ્યા છો તો તમારા કર્મમાં થોડી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. 
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી