દુર્લભ સંયોગ / 175 વર્ષ બાદ મકર રાશિમાં સૂર્ય, શનિ, બુધના યોગમાં 25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રિની શરૂઆત થશે

after 175 years Sun, Saturn and Mercury in Capricorn, Gupta Navaratri will start from January 25

 • મહા મહિનાની ગુપ્ત નવરાત્રિમાં દેવી માતાના નવ સ્વરૂપોની પૂજા કરો

Divyabhaskar.com

Jan 24, 2020, 09:20 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શનિવાર, 25 જાન્યુઆરીથી મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જ્યારે ઋતુ બદલાય છે ત્યારે આપણે ખાનપાનમાં સાવધાની રાખવી પડે છે. નવરાત્રિમાં વ્રત-ઉપવાસ કરવાથી સિઝનલ બિમારીઓ સામે સુરક્ષા મળે છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રિની શરૂઆતમાં ગ્રહોનો અદભૂત સંયોગ બની રહ્યો છે. 25 જાન્યુઆરીએ સૂર્ય, બુધ, શનિ અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. આ પહેલાં આ ગ્રહો મકર રાશિમાં રહીને ગુપ્ત નવરાત્રિ 175 વર્ષ પહેલાં 7 ફેબ્રુઆરી 1845ના રોજ ઉજવાઇ હતી. આ નવરાત્રિ પહેલાં શનિનું રાશિ પરિવર્તન થયું છે. જાણો ગુપ્ત નવરાત્રિ સાથે જોડાયેલી ખાસ વાતો...

દસ મહાવિદ્યાઓ માટે સાધના કરવામાં આવે છેઃ-
ભક્તિ સંબંધી સાધનાઓ માટે નવરાત્રિનો આ સમય શ્રેષ્ઠ હોય છે. ગુપ્ત નવરાત્રિ દસ મહાવિદ્યામાં વિશેષ રૂપથી દસ મહાવિદ્યાઓ માટે સાધના કરવામાં આવે છે. જેમના નામ છે, માં કાળી, તારા દેવી, ષોડષી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવી. આ ગુપ્ત સાધનાઓ માટે કઠોર નિયમોનું પાલન કરવાનું હોય છે. એટલાં માટે જ, જાણકારી વિના અથવા યોગ્ય ગુરૂની શિક્ષા વિના આ સાધનાઓ કરવી નહીં.

30 વર્ષ બાદ ગુપ્ત નવરાત્રિમાં શનિ મકર રાશિમાં રહેશેઃ-
આ વર્ષે 30 વર્ષ બાદ ગુપ્ત નવરાત્રિમાં શનિ પોતાની સ્વયં રાશિ મકરમાં છે. 23 જાન્યુઆરીએ મોડી રાતે શનિએ ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરૂ તેની જ રાશિ ધનમાં છે. મંગળ પણ તેની રાશિ વૃશ્ચિકમાં છે. મકર રાશિમાં ચાર ગ્રહ સૂર્ય, બુધ, શનિ અને ચંદ્ર રહેશે. આ પહેલાં 175 વર્ષ પહેલાં 7 ફેબ્રુઆરી 1845એ આવો સંયોગ બન્યો હતો. આ સમયે ગુરૂ તેની જ રાશિ ધનમાં નહીં પરંતુ મીનમાં હતો.

નવરાત્રિમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરોઃ-
નવરાત્રિમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી આ નવ સ્વરૂપોની વિશેષ પૂજા અલગ-અલગ દિવસે કરવામાં આવે છે.

 • માતા શૈલપુત્રીને ગાયના ઘીથી બનેલાં સફેદ વ્યંજનોનો ભોગ ધરાવો જોઇએ.
 • માતા બ્રહ્મચારિણીને મિશ્રી જેવા મીઠા ભોગ ધરાવા. તેમની પૂજામાં મિશ્રી, ખાંડ અને પંચામૃતનો ભોગ ધરાવો જોઇએ.
 • માતા ચંદ્રઘંટાને દૂધથી બનેલી વસ્તુઓ જેમ કે, ખીર, રસગુલ્લા અને માવાથી બનેલી મીઠાઈઓ ચઢાવી શકાય છે.
 • માતા કૂષ્માંડાને શુદ્ધ દેશી ઘીથી બનેલાં માલપુઆનો ભોગ ધરાવો જોઇએ.
 • માતા સ્કંદમાતાને કેળા અર્પણ કરવા જોઇએ.
 • માતા કાત્યાયનીને શુદ્ધ મધનો ભોગ ધરાવીને પૂજા કરવી જોઇએ.
 • માતા કાલરાત્રિને ગોળ અને ગોળથી બનેલાં વ્યંજન ચઢાવવા જોઇએ.
 • માતા મહાગૌરીને નારિયેળ ચઢાવવું જોઇએ.
 • માતા દુર્ગાને હલવા-પૂરી અર્પણ કરી શકો છો. નવરાત્રિના છેલ્લાં દિવસે નાની કન્યાઓને હલવા-પૂરી ખવડાવવા જોઇએ.
X
after 175 years Sun, Saturn and Mercury in Capricorn, Gupta Navaratri will start from January 25

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી