દુર્લભ સંયોગ / 175 વર્ષ પછી આજે વસંત પંચમીએ મંગળ, શનિ અને ગુરૂ ગ્રહનો યોગ, આ દિવસે નવી વિદ્યા શીખવાનું શરૂ કરો

After 175 years Mars, Saturn and Jupiter auspicious Yoga on Vasant panchami 2020

  • સાર્વજનિક સ્થાન ઉપર દેવી સરસ્વતીજીનું પૂજન કરવામાં આવતું નથી 
  • બધા ઋષિઓએ દેવી સરસ્વતીને પ્રસન્ન કર્યા, ત્યાર બાદ અનેક ગ્રંથોની રચના થઇ
  • મેષ રાશિના લોકો મધનો અને વૃષભ જાતકો દેવી સરસ્વતીને મીઠાઈનો ભોગ ધરાવે

Divyabhaskar.com

Jan 30, 2020, 08:58 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 30 જાન્યુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિ છે. આ દિવસને દેવી સરસ્વતીજીના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વાગીશ્વરી જયંતી અને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે વસંત પંચમીએ બપોરે 1.30 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિનો યોગ પણ રહેશે. મંગળ સ્વરાશિ વૃશ્ચિકમાં, ગુરૂ સ્વરાશિ ધનમાં, શનિ સ્વરાશિ મકરમાં, શુક્ર મિત્ર રાશિ કુંભમાં, રાહુ-કેતુ પણ મિત્ર રાશિમાં રહેશે. ગ્રહોના યોગમાં વસંત પંચમીનું આવવું શુભફળમાં વૃદ્ધિ કરનાર મનાય છે.

175 વર્ષ પહેલાં આવો યોગ બન્યો હતોઃ-
2020 પહેલાં વસંત પંચમીએ ગ્રહોનો આવો યોગ 175 વર્ષ પહેલાં 1845ના રોજ બન્યો હતો. તે સમયે મંગળ સ્વરાશિ વૃશ્ચિકમાં, શનિ સ્વરાશિ મકરમાં અને ગુરૂ પણ સ્વરાશિમાં હતો. ગુરૂ તે સમયે મીન રાશિમાં હતો. સાથે જ, આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બન્યો છે.

વિદ્યાર્થીઓ માટે વસંત પંચમી શુભ છેઃ-
શિક્ષા સંબંધિત કામ કરનાર અને વિદ્યાર્થીઓ માટે વસંત પંચમી ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપનારી મનાય છે, આ યોગમાં વિદ્યાર્થીઓએ કોઇ નવી વિદ્યા શીખવાનું શરૂ કરવું જોઇએ. પં. શર્મા પ્રમાણે વસંત પંચમીએ શરૂ કરવામાં આવેલી વિદ્યાથી જલ્દી જ જ્ઞાન મળે છે અને તેનો ઉપયોગ આપણે જીવનમાં કરી શકીએ છીએ.

પ્રાચીન કાળમાં આદ્યશક્તિએ સ્વયંને પાંચ ભાગમાં વહેચી હતીઃ-
પં. શર્મા પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી તે સમયે દેવી માતા એટલે આદ્યશક્તિએ સ્વયંને પાંચ ભાગમાં વિભાજિત કર્યાં હતાં. આ પાંચ ભાગ એટલે રાધા, પદ્મા, સાવિત્રિ, દુર્ગા અને સરસ્વતી. આ શક્તિઓ ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ અંગોથી પ્રકટ થઇ હતી. તે સમયે દેવી સરસ્વતી ભગવાનના કંઠથી પ્રકટ થયા હતાં. ભગવતી સરસ્વતી સત્તવગુણ સંપન્ના છે. તેમના અનેક નામ છે. દેવીને વાક, વાણી, ગિરા, ગી, ભાષા, શારદા, વાચા, ધીશ્વરી, વાગ્દેવી વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

સાર્વજનિક સ્થાને દેવીનું પૂજન કરવામાં આવતું નથીઃ-
દેવી સરસ્વતીનું પૂજન ક્યારે સાર્વજનિક સ્થાને કરવામાં આવતું નથી. શાસ્ત્રોમાં વાગ્દેવીનું પૂજન એટલે આરાધના વ્યક્તિગત રૂપથી જ કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. દેવી ભાગવત પ્રમાણે શ્રીં હ્રીં સરસવત્યૈ સ્વાહા. આ અષ્ઠાક્ષર મંત્રથી દેવીનું પૂજન કરવું જોઇએ. દેવી સરસ્વતીની ઉત્ત્પત્તિ સત્વગુણથી થઇ છે. એટલે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે અને તેમની પૂજામાં સફેદ વસ્તુઓનો જ પ્રયોગ કરવો જોઇએ. આ દિવસે નાના બાળકોનો વિદ્યાભ્યાસ શરૂ કરવો જોઇએ.

બધા જ ઋષિઓએ દેવી સરસ્વતીને પ્રસન્ન કર્યા હતાંઃ-
દેવી ભાગવત અને બ્રહ્મવૈવર્તપુરાણ પ્રમાણે બધા ઋષિઓએ દેવી સરસ્વતીને પ્રસન્ન કર્યા હતાં. પ્રસન્ન થઇને દેવીએ ઋષિઓને વાક્સિદ્ધિ પ્રદાન કરી. દેવીની પ્રસન્નતાના કારણે જ ઋષિઓએ અનેક ગ્રંથની રચના કરી. મહાકવિ કાલિદાસે સરસ્વતી માતાના કાળી સ્વરૂપની ઉપાસના કરી હતી. ત્યાર બાદ કાલિદાસથી વિશ્વકવિ સ્વરૂપે પ્રસિદ્ધ થયા. તુલસીદાસજીએ પણ દેવી સરસ્વતી અને ગંગાને એક સમાન પાપહારિણી અને અવિવેક હારિણી બતાવ્યાં હતાં.

દેવી સરસ્વતીની પ્રસન્નતા બાદ જ મહાલક્ષ્મી પ્રસન્ન થાય છેઃ-
દેવી સરસ્વતી વિદ્યાની દેવી છે અને વિદ્યાને બધા પ્રકારે ધનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિદ્યાથી જ અમૃતપાન કરી શકાય છે. જે વ્યક્તિ ઉપર દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે, તેને મહાલક્ષ્મીની પ્રસન્નતા પણ મળે છે. વિદ્યાથી જ ધન એકઠું કરી શકાય છે. બધા પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ અને ધનની પ્રાપ્તિ વિદ્યા પ્રાપ્ત કરવાથી જ મળે છે.

વસંત પંચમીના યોગનું રાશિફળ

મેષઃ- આવક નબળી રહેશે અને કોઇ પાસેથી સહયોગની અપેક્ષા બેકાર રહેશે. કાર્યમાં વિઘ્ન આવશે. સરસ્વતીજીને મધનો ભોગ ધરાવો. કેસરી વસ્ત્ર ધારણ કરો.

વૃષભઃ- ભાગ્ય વૃદ્ધિ થશે. કાર્ય વધારે રહેશે અને ધનલાભ મળશે. મિત્રોનો સહયોગ મળશે. શુભ સૂચનાઓ અને પદલાભ મળશે. સરસ્વતીજીને મીઠાઈનો ભોગ ધરાવો. સફેદ વસ્ત્ર ધારણ કરો.

મિથુનઃ- સમય પ્રમાણે કાર્ય પૂર્ણ થશે, આર્થિક લાભ પણ મળશે. સહયોગની પ્રાપ્તિ થશે. નવી યોજનાઓ સફળ થશે. સંતાન પાસેથી સુખ પ્રાપ્ત થશે. સરસ્વતીને મગના હલવાનો ભોગ ધરાવો. લીલા વસ્ત્ર ધારણ કરો.

કર્કઃ- સ્થિતિ નિયંત્રણમાં રહેશે નહીં. થોડાં દિવસો બાદ સમય અનુકૂળ થવાની સંભાવના છે. સરસ્વતીજીને દહીનો ભોગ ધરાવો. સફેદ વસ્ત્ર ધારણ કરો.

સિંહઃ-અજ્ઞાત ભય અને ચિંતા બની રહેશે. ખર્ચ વધારે રહેશે. યાત્રામાં કષ્ટ પહોંચશે. બાકીનો સમય પક્ષનો રહેશે. સરસ્વતીજીને ગાજરના હલવાનો ભોગ ધરાવો. લાલ વસ્ત્ર ધારણ કરો.

કન્યાઃ- સંતાન પાસેથી સુખ મળશે. લાભ વૃદ્ધિ થશે. મંગળવારે કાર્યમાં મોડું અને બુધવારે યાત્રાનો યોગ છે. સાવધાન રહેવું. વિવાદોથી દૂર રહો. સરસ્વતીજી સામે ઘીનો દીવો પ્રગટાવો. પીળા વસ્ત્ર ધારણ કરો.

તુલાઃ- તમારા માટે ચિંતાજનક સમય રહેશે. થોડાં દિવસો બાદ આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. સરસ્વતીજીને અત્તર અર્પણ કરો અને શ્વેત વસ્ત્ર ધારણ કરો.

વૃશ્ચિકઃ- સુખમાં ઘટાડો આવી શકે છે. પરિવાર સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. આવક નબળી રહેશે. સરસ્વતીજીને ફળનો ભોગ ધરાવો અને કેસરી વસ્ત્ર ધારણ કરો.

ધનઃ- સારો સમય શરૂ થયો છે. સફળતા પ્રાપ્ત થશે. આવક પણ સારી રહેશે. યોજનાઓ સફળ થશે. સરસ્વતીજીને દૂધનો ભોગ ધરાવો તથા નારંગી વસ્ત્ર ધારણ કરો.

મકરઃ- કાર્યોમાં સફળતા મળશે, પ્રસન્નતા રહેશે. જૂના અટવાયેલાં કામ શરૂ થઇ શકે છે. આર્થિક સુધાર થશે. સરસ્વતીજીને માખણનો ભોગ ધરાવો અને પીળા વસ્ત્ર ધારણ કરો.

કુંભઃ- સમય સારો રહેશે. કાર્ય ઉત્સાહ સાથે કરી શકશો. આર્થિક સ્થિતિઓમાં સુધાર થશે. સમસ્યાઓનું સમાધાન થશે. સરસ્વતીજીને ચણા-ગોળનો ભોગ ધરાવો તથા પીળા વસ્ત્ર ધારણ કરો.

મીનઃ- ખર્ચ વધારે થઇ શકે છે. મામલાઓ ગુંચવાઇ શકે છે. બેકારના વિવાદમાં ફસાઇ શકો છો. આવક વધશે અને કાર્યમાં તેજી આવશે. સરસ્વતીજીને ગળ્યા ભાતનો ભોગ ધરાવો. પીળા વસ્ત્ર ધારણ કરો.

X
After 175 years Mars, Saturn and Jupiter auspicious Yoga on Vasant panchami 2020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી