દુર્લભ યોગ / 12 વર્ષ પછી નવરાત્રિમાં ગુરૂ વૃશ્ચિક રાશિમાં અને શનિ-કેતુની યુતિ ધન રાશિમાં રહેશે

After 12 years, in Navratri, Jupiter will be in Scorpio and Saturn-Ketu alliance will be in Pisces.

  • સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગમાં નવરાત્રિ શરૂ થશે, નવ દિવસ સુધી દેવીના નવ સ્વરૂપોની પૂજા થશે.

Divyabhaskar.com

Sep 28, 2019, 01:20 PM IST

ધર્મ ડેસ્કઃ દેવી માતાની પૂજાનો નવ દિવસીય મહાપર્વ નવરાત્રિ રવિવાર, 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. સોમવાર, 7 ઓક્ટોબરે દુર્ગા નવમી સાથે નવરાત્રિ પૂર્ણ થશે. થોડાં લોકો નોમ તિથિએ અને થોડાં દશમ તિથિએ દેવીની પ્રતિમાનું વિર્સજન કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે નવરાત્રિની શરૂઆતમાં કન્યા રાશિમાં પાંચ ગ્રહોની યુતિ બનેલી છે. 12 વર્ષ પછી નવરાત્રિમાં ગુરૂ ગ્રહ વૃશ્ચિક રાશિમાં રહેશે.

કન્યા રાશિમાં પાંચ ગ્રહ છેઃ-
29 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર રહેશે. આ પાંચ ગ્રહોની યુતિમાં નવરાત્રિ શરૂ થશે. આ સિવાય ગુરૂ વૃશ્ચિક રાશિમાં અને શનિ-કેતુની યુતિ ધન રાશિમાં છે. રાહુ મિથુનમાં છે. 12 વર્ષ પહેલાં 12 ઓક્ટોબર 2007માં ગુરૂ વૃશ્ચિકમાં અને શનિ-કેતુની યુતિમાં નવરાત્રિની શરૂઆત થઇ હતી. તે સમયે શનિ-કેતુની યુતિ સિંહ રાશિમાં હતી. થોડાં મત પ્રમાણે આ વર્ષે સર્પયોગ પણ રહેશે. આ નવરાત્રિમાં મહાકાળીની પૂજા વિશેષ ફળદાયક રહેશે.

આ શુભ યોગ પણ બનશેઃ-
રવિવાર, 29 સપ્ટેમ્બરે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ રહેશે. આ યોગમાં શરૂ કરેલાં શુભ કામ જલ્દી સફળ થાય છે. નોરતામાં માતા હાથીની સવારી કરીને આવશે. માતાની સવારી હાથી ઉપર હોવાથી આ નવરાત્રિએ વેપારીઓ માટે લાભદાયક રહેશે.

નવ દિવસની નવ દેવીઓઃ-
એકમના દિવસે શૈલપુત્રી, બીજે બ્રહ્મચારિણી, તીજના દિવસે ચંદ્રઘંટા, ચોથે કુષ્માંડાં, પાંચમે સ્કંદમાતા, છઠ્ઠે કાત્યાયની, સાતમે કાલરાત્રિ, આઠમે મહાગૌરી અને મોના દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એકમની તિથિ એટલે 29 સપ્ટેમ્બર ઘટસ્થાપના માટે બ્રહ્મ મુહૂર્ત શુભ રહેશે. 3 ઓક્ટોબરે લલિતા પંચમી, 6 ઓક્ટોબરે મહાષ્ટમી અને 7 ઓક્ટોબરે મહાનવમી ઉજવાશે. 2 થી 10 વર્ષની કન્યાઓનું પૂજન નવદુર્ગા સ્વરૂપમાં કરવાનું વર્ણન પુરાણોમાં મળે છે. આઠમ અને નોમના દિવસે કુળદેવી અને વિશેષ પૂજાનું વિધાન છે.

X
After 12 years, in Navratri, Jupiter will be in Scorpio and Saturn-Ketu alliance will be in Pisces.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી