અંતરિક્ષ / શનિવારે એક સાથે ચાર ખગોળીય ઘટનાનો સંયોગ

Astronomical Events 2018
Bhaskar News

Bhaskar News

Jan 29, 2019, 10:20 PM IST

ભાવનગર : તા.22મી ડિસેમ્બરને શનિવારનો દિવસ એક સાથે ચાર-ચાર ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ છે. ભાવનગરમાં આ દિવસે માત્ર 10 કલાક અને 12 મિનિટનો દિવસ અને 13 કલાક અને 12 મિનિટની વર્ષની સૌથી લાંબી રાત રહેશે. 22મી ડિસેમ્બર બાદ રાત્રિનો સમયગાળો ક્રમશ: ઘટતો જશે. ભાવનગરમાં આ દિવસે સૂર્યોદય સવારે 7.15 કલાકે થશે અને સાંજે 6.04 કલાકે સૂર્યનો અસ્ત થઇ જશે. 22 ડિસેમ્બરે સૌથી મોટી રાત ઉપરાંત આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, શિશિર ઋતુનો પ્રારંભ થશે અને સૂર્યની ઉત્તર ગોળાર્ધ તરફ જવાની શરૂઆત થશે. આ ચારેય વિશેષતા એક દિવસે જોવા મળશે.


તા.22 ડિસેમ્બરનો દિવસ ખગોળીય ક્ષેત્રે અનેરી મહત્વતા ધરાવે છે. આ દિવસે એક સાથે ચાર-ચાર ખગોળીય વિશેષતા છે. તા.22મી ડિસેમ્બરને શનિવારે સાયન પધ્ધતિ મુજબ 3.56 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. જો કે આપણે ઉત્તરાયણને પતંગ પર્વ સાથે જોડી દીધું છે એટલે આપણે 14 જાન્યુઆરીએ ઉજવણી કરીએ છીએ. આ દિવસે સૂર્યની ઉત્તર ગોળાર્ધ તરફ જવાની શરૂઆત થશે. 22મી ડિસેમ્બરને મંગળવારની ત્રીજી વિશેષતા છે આ દિવસથી શિશિર ઋતુનો પ્રારંભ થશે. ઉપરાંત ચોથી અને મહત્વની ખગોળીય વિશેષતા છે કે મંગળવારે દિવસનો ગાળો સૌથી નાનો અને રાત્રિનો સમયગાળો વર્ષમાં સૌથી મોટો રહેશે.


મંગળવારે રાત્રિનો સમયગાળો 13 કલાક અને 12 મિનિટ રહેશે. જયારે દિવસનો ગાળો ફકત 10 કલાક અને 48 મિનિટનો રહેશે. બાદમાં ધીમે-ધીમે દિવસનો સમયગાળો મોટો થતો જશે અને 21મી જૂને દિવસનો સમયગાળો સૌથી મોટો અને રાત્રિનો સમયગાળો સૌથી નાનો રહેશે.


વર્ષની ચાર મહત્વની ખગોળીય ઘટનાઓ


21 માર્ચ દિવસ-રાત એક સરખા
21 જૂન દિવસની અવધી સૌથી મોટી રાતની અવધી સૌથી નાની
23 સપ્ટેમ્બર દિવસ-રાત એક સરખા
22 ડિસેમ્બર રાતની અવધી સૌથી મોટી દિવસની અવધી સૌથી નાની.

X
Astronomical Events 2018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી