શનિ મહારાજનું ધન રાશિમાં વક્રી ભ્રમણ / કન્યા રાશિના જાતકોને ધારેલી સફળતા મળશે, વૃષભ રાશિના જાતકો માટે આર્થિક અને શારીરિક રીતે સમય ભારે છે

shani graha transit

divyabhaskar.com

Apr 30, 2019, 11:20 AM IST

ધર્મ ડેસ્ક : તારીખ 30મી એપ્રિલના રોજ સાંજના 6:30 વાગ્યે શનિ મહારાજ ધન રાશિમાં વક્રી થઈ રહ્યા છે. જે પૂર્વાભાદ્રપદમા વક્રી થશે અને તારીખ 18-9-2019 સુધી વક્રી રહેશે. ચાર મહિના અને એકવીસ દિવસ સુધી તે વક્રી રહેશે. જુદી જુદી રાશિનો પર તેમની અસર શું થશે અને શ્રેષ્ઠ ફળ માટે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે અહીં જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ જણાવી રહ્યા છે.


મેષ રાશિના જાતકો માટે શનિ મહારાજ તમારા ભાગ્ય પર ધર્મેશ અને આય ભાવ પર વક્રી થઈ રહ્યો છે. જે તમારા માટે આવકમાં અવરોધ કરને અને વિદેશ ગમનના યોગ બની રહ્યો છે. કાર્યમાં સફળતા મળશે. પૈસા માટે થોડી તકલીફ આપશે. નોકરી-વ્યવસાયવાળા વ્યક્તિઓને નુકસાન કરાવશે. પરંતુ નવી યોજનાઓ અને નવા કામમાં ફાયદો કરાવશે. ધારેલ પરિણામ કદાચ ન આવે, પરંતુ એકંદરે સમયે સારો રહેશે વિદ્યાર્થીઓ માટે વિદેશ યાત્રામાં ફાયદો થાય.


ઉપાય તરીકે શનિ મહારાજના મંત્રનો જાપ કરવો અને ગરીબને ભોજન આપવું. ઉતાવળે કામ કરવું નહીં.


...........


વૃષભ રાશિના જાતકો માટે શનિ મહારાજ આઠમા ભાવમાં બિરાજમાન છે. જેના કારણે શારીરિક સ્વાસ્થ્ય તેમજ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક વાદ-વિવાદમાં રાહત મળશે. ધંધામાં સફળતા મળશે. અણધાર્યો લાભ મળવાની સંભાવના છે. નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું. ખાટા વાદવિવાદથી બચવું. નોકરી-વ્યવસાયમાં ફાયદો થશે.


ઉપાય તરીકે નિયમિત પીપળાને જળ ચઢાવવું, ગાયને ચારો આપવો અને વડીલોનું માન-સન્માન કરવું.


............


મિથુન રાશિના જાતકો માટે આ પરિવર્તન ભાગ્ય અને અષ્ટમ ભાવનો સ્વામી થઇ સાતમા ભાવમાં ભ્રમણ કરશે. જે પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ થઈ શકે છે. સાથીદારો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. અભ્યાસ કરનારાઓ માટે સમય સારો છે. જોકે આર્થિક રીતે સમય થોડો નબળો સાબિત થશે, જેમની મૂળ કુંડળીમાં વક્રી હોય એમના માટે સમય સારો કહી શકાય. નોકરીમાં બદલી થઈ શકશે. વેપાર કરનાર માટે સમય સારો છે.


ઉપાય- શિવજી પર જળ ચઢાવવું, પીપળે દીવો અને અગરબત્તી કરવી તેમજ શનિ મંત્રનો જાપ કરવો.


..............

કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તનમાં શનિ મહારાજ સપ્તમેશ અને અષ્ટમેશ થઈ છઠ્ઠા ભાવમાં બેઠા છે અને વક્રી થઈ રહ્યા છે. જેના કારણે શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવું. નોકરીમાં પરિવર્તન આવશે. સંતાન અંગેની ચિંતામાં ઘટાડો થશે. નોકરી કરવા માટે વિદેશ ગમન થઈ શકશે જૂની બીમારીમાં રાહત મળશે યાત્રા પ્રવાસનો યોગ બને છે. ઉતાવળે કોઈ કામ ન કરવું.


ઉપાય તરીકે ગરીબોને વસ્ત્રદાન કરવું. શનિની વસ્તુઓ જેવી કે કાળા તલ, લોખંડ, તેલ વગેરેનું દાન કરવું.


...........


સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તનમાં શનિ મહારાજ તમારા સપ્તમેશ અને પંચમ ભાવમાં બેઠા છે. જેનાથી આવકમાં ઘટાડો થાય. પિતા-પુત્ર વચ્ચે મતભેદ થઈ શકશે. અભ્યાસમાં પ્રગતિ થાય. નોકરીમાં પ્રમોશન મળી શકેશે. લગ્ન વગેરેની ચિંતામાં ઘટાડો થાય. કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું. ઘરેલુ વાદ-વિવાદ અને કોર્ટ-કચેરીની બાબતમાં ફાયદો થાય.


ઉપાય તરીકે શનિ મંત્રના જાપ કરવા. શિવજી પર નિયમિત પૂજા કરવી અને મૃત્યુંજય મંત્રનો જાપ કરવો.


...........


કન્યા રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા પંચમેશ અને ચતુર્થેશ થઈને શનિ ત્રીજા ભાવમાં વક્રી થઈ રહ્યા છે. જેના કારણે તમને ધારેલી સફળતા પ્રાપ્ત થશે. જમીન-મકાન સંબંધી પ્રશ્નનો ઉકેલ આવશે. કોર્ટ-કચેરીમાં સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી દૂર રહેવું. ઉતાવળ કરીને કામ બગાડવું નહીં. ઘરેલુ વાદ-વિવાદનો અંત આવશે. યાત્રા પ્રવાસનો યોગ થશે. વિદેશ ગમન વગેરેના કાર્યોમાં સફળતા મળશે. નોકરી-વ્યવસાયમાં સફળતા મળશે.


ઉપાય તરીકે મજદૂરોને ભોજન કરાવવું. વૃદ્ધાશ્રમમાં અને અપંગોને મદદ કરવી. રુદ્રાભિષેક કરાવવો.

...............


તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તનથી શનિ મહારાજ તમારા ચતુર્થેશ અને બીજા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. જે આર્થિક રીતે નુકસાનકારક સમય કહી શકાય. પરંતુ જમીન-મકાનની આવક પ્રાપ્ત થાય. કેટલાક અટવાયેલા કાર્યો પૂરા. થાય કૌટુંબિક વાદ-વિવાદમાં રાહત મળે. પૈસાની બાબતમાં શનિ મહારાજ તમને ફસાવે અને આવકમાં પણ અવરોધ આવી શકે છે. અભ્યાસ માટે સમય સારો છે. વિદેશ ગમન વગેરેના કાર્યોમાં સફળતા મળશે.

ઉપાય તરીકે શનિ મંત્રના અને મહામૃત્યુંજયનો જાપ કરવા. ગરીબોને ભોજન આપવું.


................

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે શનિ મહારાજ તમારા ધન ભવનમાં ભ્રમણ કરશે. જેના કારણે આવકમાં વધારો થશે. સ્વાસ્થ્ય અંગેની ચિંતા ઘટશે. નાના-મોટા કાર્યોમાં સફળતા મળશે. પરંતુ ઉતાવળ કરવાથી કાર્ય બગડી શકે છે. સંતાન અને તમારા વચ્ચે મતભેદ થવાની સંભાવના નકારી ન શકાય. નોકરી-વ્યવસાયમાં સફળતા સામાન્ય રહેશે. નાણાકીય લેવડદેવડથી દૂર રહવું. સંતાન પ્રાપ્તિના યોગો પણ દેખાઈ રહ્યા છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ વાત ધ્યાનમાં રાખીને કામ કરવું. ઘરેલુ વાદ-વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્યમાં સુધારો જણાય.


ઉપાય તરીકે ગરીબોને ભોજન આપવું. ગાયને ગોળ ખવડાવવો. શનિની વસ્તુઓનું દાન કરવું. રુદ્રાભિષેક કરવો.


...........


ધન રાશિના જાતકો માટે શનિ મહારાજનું આ રાશિમાં વક્રી થવું એ પરાક્રમીનો માલિક થઈ લગ્નમાં બિરાજમાન છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી લેવી. પતિ-પત્નીએ મતમતાંતરથી દૂર રહેવું. આનંદની પ્રાપ્તિ થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે. કોર્ટકચેરીમાં તમારા પક્ષમાં નિર્ણય આવશે. ઉતાવળ કરીને કોઈની સાથે વાદ-વિવાદ કરવો નહીં. કુટુંબના લોકોનો સાથ સહકાર મળશે. ખોટી વાતોમાં આવીને ખોટું કામ કરવું નહીં. કેટલાક લોકો તમને હથેળીમાં તારા બતાવશે, પરંતુ તેની પાછળ દોડવું નહીં. આ સમય વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે. પ્રવાસનો યોગ છે. વિદેશ પ્રવાસ પણ થઈ શકશે. નોકરી-વ્યવસાયની દ્રષ્ટિએ સમય સામાન્ય રહેશે.


ઉપાય તરીકે પીપળાના વૃક્ષ પાસે દીવો કરવો. ગરીબોને ભોજન આપવું. શનિ મંત્રનો જાપ કરવો. હનુમાનજીને ચોલા ચઢાવો.


...........

મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારો લગ્ન અને બારમા ભાવમાં હોવાથી ખર્ચનો યોગ વધારે છે. આવકના સ્ત્રોતો પણ વધી શકે છે. ખર્ચ પર કાબૂ રાખવો. સંતાન સાથે મતભેદ થઈ શકશે. નાની-મોટી મુસાફરી સફળતા આપી શકશે. પ્રેમ સંબંધોમાં વધારો થાય છે. લગ્નજીવન એકંદરે સારું રહશે.


ઉપાય તરીકે શનિમંત્રનો જાપ કરવો. ગરીબોને ભોજન આપવું.


..............

કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા લગ્નને ૧૦ ભાવમાં હોવાથી આવકનો સ્ત્રોત વધશે. પ્રેમ સંબંધોમાં તિરાડ પડી શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગમન થઈ શકે છે. બાળકોની ચિંતામાં ઘટાડો થશે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે. ધંધાદારી વ્યક્તિઓ માટે મુશ્કેલીભર્યો સમય છે. કોઈ કામમાં ઉતાવળ ન કરવી. સંતાન અંગેની ચિંતામાં રાહત થશે. જૂની મિલકત અથવા કોર્ટ-કચેરીમાં લાભ મળશે. તમારી તરફેણમાં નિર્ણય આવશે.


ઉપાય તરીકે ગરીબોને ભોજન કરાવવું. માતા-પિતાની સેવા કરવી. શનિમંત્રનો અને મહામૃત્યુંજયનો જાપ કરવો.


..............

મીન રાશિ માટે આ પરિવર્તનમાં શનિ મહારાજ તમારા એકાદશ ભાવનો માલિક અને 12માં ભાવનો માલિક છે, જે દસમા ભાવમાં બેઠો છે. જેનાથી કામકાજમાં સફળતા મળશે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થશે. પિતા સાથે મતભેદ થઈ શકે છે. સંતાન સાથે મતભેદ થશે. ખર્ચ વધશે. બિઝનેસમાં સફળતા મળશે. ઘણા માણસો ખોટું કામ લઈને તમારી પાસે આવશે, તેમાં આગળ પડતો ભાગ લેવો નહીં. કામ-ધંધામાં શાંતિ રાખવી. વધુ પૈસા કમાવવાના સપના જોવાની જરૂર નથી. પતિ-પત્ની વચ્ચે મતભેદ દૂર થશે. મિત્રો સાથે મુલાકાત થશે. પ્રવાસનો યોગ બની રહ્યો છે.


ઉપાય તરીકે શિવજીની આરાધના કરવી. ગાયોને ઘાસ આપવું. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકનું દાન કરવું. ભૂખ્યાને અન્ન આપવું.

X
shani graha transit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી