રાહુ-મંગળની યુતિ / અંગારક યોગ મિથુન રાશિના જાતકો માટે મુશ્કેલી સર્જશે, મકર રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ભારે રહેશે

તસવીર પ્રતિકાત્મક છે.
તસવીર પ્રતિકાત્મક છે.

divyabhaskar.com

May 01, 2019, 11:22 AM IST

ધર્મ ડેસ્ક : 7મી મે 2019ને મંગળવારના રોજ મંગળ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, મંગળ મહારાજ શુક્રના ઘરની વૃષભ રાશિ છોડીને બુધના ઘરની વાયુતત્વ રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યા છે. મિથુન રાશિમાં રાહુ મહારાજ સાથે મંગળ યુતિમાં આવશે, જે અંગારક યોગનું નિર્માણ કરશે. જ્યારે વક્રી પ્લુટો, વક્રી શનિ અને સદા વક્ર કેતુ સાથે પ્રતિયુતિમાં આવશે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ગુરૂના ઘરની અગ્નિ તત્વ ધનુ રાશિમાંથી શનિ-કેતુ અને પ્લુટો પસાર થઇ રહ્યા છે. ગોચર ગ્રહોની ડિઝાઇન જોઈએ તો 7મી મે 2019થી ક્રૂર ગ્રહો મંગળ-રાહુ અને શનિ-કેતુ-પ્લુટો યુતિ-પ્રતિયુતિમાં આવી રહ્યા છે, જે 22 જૂન ૨૦૧૯ સુધી રહેશે. આ યુતિ-પ્રતિયુતિનો પ્રભાવ સમગ્ર મે અને જૂન માસમાં જોવા મળશે. આ ગ્રહમાનની મેં અને જૂન માસમાં રાશિ મુજબ શું અસર રહેશે તે જોઈએ.


મેષ (અ,લ,ઈ) : તમે સ્ફૂર્તિથી સક્રિય થઇ કામ કરી શકશો. સારું પરિણામ મળશે. પરંતુ ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડશે. તમારા રાશિ સ્વામી મંગળની રાહુ સાથેની યુતિથી ભાગીદારીમાં કાળજી રાખવી અને આ બે માસ દરમિયાન નવા મોટા સાહસ ન કરવા. આ સમયમાં રોજ સવારે ગણેશજીનો મંત્ર "ગં ગણપતયે નમઃ" ત્રણ માળા કરવાથી રાહત મળશે.


વૃષભ (બ,વ,ઉ) : આ બે માસમાં થતા અંગારક યોગના કારણે તમારે આર્થિક આયોજન વ્યવસ્થિત રાખવું પડશે. આ સમયમાં કોઈને ઉછીના પૈસા ન આપવા. બિનજરૂરી ખર્ચ ટાળવો. અકસ્માતથી સંભાળવું. દરરોજ સવારે ભગવાન લક્ષ્મી-નારાયણના દર્શન કરવાથી લાભ થશે.


મિથુન (ક,છ,ઘ) : તમારા કાર્યમાં અંગારક યોગના કારણે વિઘ્ન આવતા જણાય. તમારી જ રાશિમાં થઇ રહેલ અંગારક યોગ મનમાં અસંતોષ લાવશે. નાની-મોટી બીમારી થતી જોવા મળે. તાત્કાલિક કોઈ નિર્ણય ન કરવો. ગાયને લીલું ઘાસ નાખવાથી લાભ થશે.


કર્ક (ડ,હ) : બારમા સ્થાનમાં થતો અંગારક યોગ તમને કોર્ટ કચેરીથી સાવધ રહેવા જણાવે છે. ખર્ચ પર અંકુશ રાખવો. કામમાં વારંવાર અવરોધ આવશે. ભગવાન શિવને દરરોજ જળ ચઢાવવાથી લાભ થશે.


સિંહ (મ,ટ) : આ રાશિના જાતકોને અંગારક યોગ વિશેષ તકલીફ નહીં આપે. પરંતુ તમારા ભવિષ્યના સપનામાં અવરોધ આવતો જણાય. અંગત સબંધમાં કાળજી લેવી. અવાક બાબતે અસંતોષ રહેશે. કીડિયારું પૂરવાથી લાભ થાય.


કન્યા (પ ,ઠ ,ણ ) : અંગારક યોગના કારણે દોડધામ રહેશે. ધારેલું પરિણામ મળશે નહીં. બે માસ શાંતિથી વિતાવવા. મિત્રોની મદદ મળશે. બપોરે ગાયને ગોળ રોટલી આપી પછી જ જમવુ.


તુલા (ર,ત) : ભાગ્ય ભુવનમાં થતો અંગારક યોગ પ્રગતિમાં અવરોધક બનશે, મનમાં ચિંતા રહેશે. ભક્તિમાં પણ મન લાગશે નહીં. આ માટે તમારે વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવા.


વૃશ્ચિક (ન ,ય ) : પડવાથી સંભાળવું. વીલ-વારસા કે કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ થશે. લગ્નના યોગમાં પણ વિલંબ જણાઈ રહ્યો છે. આ માટે તમારે સવારે મંગળનો મંત્ર "ૐ ભૌમાય નમઃ:"ની ત્રણ માળા કરવી.


ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : પારિવારિક બાબતોમાં વિશેષ કાળજી રાખવી. ભાગીદારીમાં વ્યવસાય હોય તો એ બાબતે પણ કાળજી લેવી પડશે. જાહેરજીવનમાં સંભાળીને ચાલવું. "કલીં કૃષ્ણાય નમઃ:" મંત્રની ત્રમ માળા કરવાથી લાભ થશે.


મકર (ખ ,જ ) : તબિયતની કાળજી રાખવી. પરેજી પાળવી. આ બે માસના દરમિયાન શરીર વિષે જાગૃત રહેવું. યોગ પ્રાણાયામ કરવા. આ ઉપરાંત શનિ અને મંગળના મંત્ર કરવાથી લાભ થશે.


કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે ચિંતા રહેશે. વિદ્યાર્થી વર્ગે વધુ મહેનત કરવી પડશે. પ્રણયના માર્ગે સમજીને ચાલવું. હનુમાનજીની આરાધનાથી લાભ થશે.


મીન (દ ,ચ ,ઝ ,થ) : ચોથા સ્થાને અંગારક યોગ હોવાથી વાદ-વિવાદથી દૂર રહેવું. કોઈના જામીન ન બનવું. કાનૂની બાબતોમાં સાવધાન રહેવું. નાણાંના રોકાણ કરવામાં કાળજી લેવી. પ્રોપર્ટી અંગે ઉતાવળે નિર્ણય ન કરવો. ઘરમાં દરરોજ કુળદેવીનો દીવો કરી દેવી કવચનો પાઠ કરવો.


(માહિતી- જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી)

X
તસવીર પ્રતિકાત્મક છે.તસવીર પ્રતિકાત્મક છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી