અમાસ / આજે 6 માર્ચે ફાગણ મહિનાની અમાસ, આજે ભગવાન ગણેશની પૂજા કરવાનું મહત્ત્વ

divyabhaskar.com | Updated - Mar 06, 2019, 03:20 PM
amawasya on 6th march, amawasya puja vidhi, ganesh puja, importance of amawasya

ધર્મદર્શન: 6 માર્ચ બુધવારે ફાગણ મહિનાની અમાસ છે. આ તિથિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. બુધવાર અને અમાસના યોગમાં દાન-પુણ્યની સાથે જ ભગવાન શ્રીગણેશની વિશેષ પૂજા જરૂર કરવી જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ ગણેશજીની પૂજામાં બધી જરૂરી વસ્તુઓ રાખવામાં આવે અને યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો ભગવાન જલદી પ્રસન્ન થઈ શકે છે. પૂજામાં ऊँ गं गणपतये नम: મંત્રના જાપ કરવા જોઈએ.

ગણેશજીની પૂજા માટે જરૂરી વસ્તુઓ
ચોખા, કંકુ, દીવો, ધૂપ-દીર, દૂધ, દહીં, ઘી, મધ, સાકર, શુદ્ધ જળ, શ્રીગણેશ માટે વસ્ત્ર, ફૂલ, નૈવેદ્ય માટે મીઠાઈ અને ફળ, અષ્ટગંધ, જનોઇ, સોપારી, પાન, મોદકના લાડુ, સિંદૂર, અત્તર, દૂર્વા, કેળાં, કપૂર વગેરે.

શ્રીગણેશ પૂજનની વિધિ
- સવાર-સાંજ સ્નાન પછી ઘરના મંદિરમાં ગણેશજીની પૂજાની વ્યવસ્થા કરો.
- સૌથી પહેલા મૂર્તિમાં શ્રીગણેશનું આવાહન કરો. આવાહન એટલે ગણેશજીને તમારા ઘરે આમંત્રિત કરો.
- શ્રીગણેશને તમારા ઘરમાં સન્માનપૂર્વક સ્થાન આપો. હવે શ્રીગણેશને સ્નાન કરાવો.
- સ્નાન પહેલા જળથી પછી પંચામૃતથી અને પછી ફરી જળથી સ્નાન કરાવો.
- હવે ગણેશજીને વસ્ત્ર પહેરાવો. વસ્ત્રો પછી આભૂષણ અને પછી જનોઇ પહેરાવો. હવે ફૂલની માળા પહેરાવો.
- સુગંધિત અત્તર અર્પિત કરો. તિલક લગાવો. તિલક અષ્ટગંધ અથવા સિંદૂરથી લગાવવું જોઈએ.
- તેના પછી ધૂપ અને દીવો પ્રગટાવો. આરતી ઉતારો. કપૂર સળગાવો.
- આરતી પછી પરિક્રમા કરો. હવે નૈવેદ્ય અર્પિત કરો. પાન અર્પિત કરો.
- પ્રસાદમાં પંચામૃત ચડાવો. લાડુનો અથવા ગોળનો પ્રસાદ ધરાવો. દૂર્વા અર્પિત કરો.
- દક્ષિણા અર્પિત કરો. શ્રીગણેશ પૂજનમાં ऊँ गं गणपतये नम: મંત્રના જાપ કરતા રહો. પૂજાના અંતમાં તમારા દ્વારા થયેલી ભૂલની માફી માંગો.

X
amawasya on 6th march, amawasya puja vidhi, ganesh puja, importance of amawasya
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App