તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધ કુંભથી મીન રાશિમાં આવી ગયો છે, મેષ રાશિના લોકોની તકલીફો વધી શકે, કન્યા રાશિના લોકોને મહેનત મુજબ શુભ ફળ મળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 3 મે સુધી બુધ અનેક વખત પોતાની સ્થિતિ બદલશે, તમામ 12 રાશિઓનું જીવન બદલાશે

ધર્મ દર્શન ડેસ્ક: 24 ફેબ્રુઆરીના સાંજે બુધે કુંભથી મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. આ સંબંધમાં પંચાંગ ભેદ પણ છે. મીન રાશિમાં બુધ નીચનો થઈ જાય છે. ભારતની રાશિ કર્ક છે અને આ રાશિથી બુધ નવમ થઈ જશે. બુધની આ સ્થિતિ દેશ માટે શુભ ફળ આપનારી રહેશે. 6 માર્ચના બુધ મીનમાં વક્રી થઈ જશે. વક્રી બુધ 15 માર્ચના કુંભ રાશિમાં આવી જશે અને 28 માર્ચના ફરી માર્ગી થઈ જશે. તેના પછી 11 એપ્રિલના ફરીથી મીન રાશિમાં આવી જશે. તેના પછી 3 મેના મેષ રાશિમાં આવશે.

 

મેષ રાશિ
તમારા માટે દ્વાદશ બુધ પરેશાનીઓ વધારનારો રહેશે. આર્થિક બાબતોમાં પણ આ નબળાઇ પ્રદાન કરનારો હોય શકે છે. રોકાણ વગેરેમાં સાવચેત રહો અને જોખમપૂર્ણ નિર્ણય લેવાથી બચો. પરિવારનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

 

વૃષભ રાશિ
એકાદશ બુધનું ફળ શુભ રહેશે. કામમાં વધારો કરનારું અને મનગમતા કામને પૂરું કરનારું રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.

 

મિથુન રાશિ
દશમ બુધ આત્મવિશ્વાસમાં વધારો કરશે અને અટકાયેલા કામને આગળ વધારવામાં મદદ મળશે. ધનની પૂર્તિ પણ સારી રહેશે અને કાર્યક્ષેત્રમાં નવી દિશાઓ પ્રાપ્ત થશે.


કર્ક રાશિ
નવમ બુધના કારણે કામમાં સરળતા રહેશે. પરિવારમાં કોઈ માંગળિક કામ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ સુદૃઢ રહેશે. સરકારી કામમાં સામાન્ય ગૂંચવણ થઈ શકે છે.

 

સિંહ રાશિ
બુધ શત્રુ રાશિમાં હોવાથી અને અષ્ટમ હોવાથી થોડી પરેશાનીનું કારણ બની શકે છે. દરેક કામને સંપન્ન કરવા માટે એક્સ્ટ્રા પ્રયાસ કરવા પડશે. સાવચેત રહો. નાની ઉંમરની કોઈ વ્યક્તિ તમારું અપમાન કરી શકે છે.

 

કન્યા રાશિ
સપ્તમ બુધનો પ્રભાવ રાશિ ઉપર હોવાથી કોઈ વિશેષ પ્રભાવ નહીં રહે. રાશિ સ્વામીના પ્રભાવથી બુધનો પ્રભાવ ઓછો રહેશે. જેટલી મહેનત કરશો એટલું જ લાભ પ્રાપ્ત કરશો. કામમાં સફળ થશો.

 

તુલા રાશિ
રાશિ સ્વામી બુધનું ષષ્ઠમ હોવું લાભદાયક રહેશે. તે બધી રીતે અનુકૂળ વાતાવરણ બનાવશે. શત્રુઓનો નાશ કરવામાં મદદ મળશે. પારિવારિક ખુશીઓની પ્રાપ્તિ થશે.

 

વૃશ્ચિક રાશિ
આ રાશિ માટે બુધ પંચમ રહેશે અને ગુરુ ગ્રહ આ રાશિમાં છે. ગુરુ અને બુધની સ્થિતિ તમારા માટે શુભ રહેશે. કામમાં સ્થિતિઓ અનુકૂળ રહેશે અને પ્રભાવમાં વધારો થશે. પ્રશાસનિક કામમાં સફળતા મળશે. ધનલાભ થશે.

 

ધન રાશિ
ચતુર્થ બુધ બિનજરૂરી ચિંતાઓમાં વધારો કરશે. જ્યાં નુકસાન થવાની શક્યતા રહેશે, ત્યાં લાભ થશે અને લાભવાળી જગ્યાએ નુકસાનના યોગ બનશે. વિવાદપૂર્વ સ્થિતિઓને નિયંત્રણ કરવામાં સફળ રહેશો.

 

મકર રાશિ
તૃતીય બુધનું ફળ આશ્ચર્યજનક સફળતા અપાવનારું રહેશે. નવા યોગ નિર્મિત થશે અને અનેક બાધાઓને પાર કરીને સૌથી આગળ નીકળવામાં સફળ રહેશો.

 

કુંભ રાશિ
મિત્રનો બુધ આ સમય દ્વિતીય અને પ્રથમ પણ રહેશે. આ યોગ બધી રીતે ઉત્તમ રહેશે અને કોઈ મોટી સમસ્યા આવવાની શક્યતા નથી. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

 

મીન રાશિ
બુધ આ રાશિમાં રહેશે. નીચનો બુધ હોવાથી આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે પરંતુ ધનની સ્થિતિ સારી રહેશે. સંપર્ક પણ રહેશે પરંતુ સ્વયંને નબળા મહેસુસ કરશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો