રત્ન પ્રયોગ / તમારા મનોબળને મજબૂત કરી શકે એવું ક્રિસ્ટલ: એક્વામરીન

divyabhaskar.com | Updated - Mar 09, 2019, 05:00 PM
Aqua marine the Chrystal which can make your mindset tough

ધર્મદર્શન ડેસ્ક: વ્યક્તિને પોતાના કર્મનું ફળ મળતું હોય છે. કર્મફળ આપવાનું કાર્ય શનિદેવને સોંપાયેલું છે. માટે જ કહેવત છે કે કરેલા કર્મ ભોગવવા પડે. દરેક કર્મ લાગણી સાથે જોડાયેલું હોય છે. ન ઇચ્છતા છતાં કોઇનું ખરાબ થાય છે ત્યારે આપણે મનથી દુ:ખી થઇએ છીએ અને જીવનમાં ખરાબ ઘટના ન બને તેના માટે પૂજા-પાઠ, વાસ્તુનિવારણ, ક્રિસ્ટલ હીલિંગ અથવા કોઇપણ પ્રકારના રત્નો ધારણ કરતા હોઇએ છીએ. આજે એક એવા ક્રિસ્ટલની વાત કરીએ જે આપણને શારીરિક શક્તિ, સાહસ, વાકછટા, શાંતિ અને વિચારની શુદ્ધિ આપે છે. આ ક્રિસ્ટલ એક્વામરીન તરીકે ઓળખાય છે.

 • આ ક્રિસ્ટલનો રંગ આછો બ્લૂ જેને સી બ્લૂ કહે છે, સમુદ્રી નીલો કલર, ગ્રીનીસ બ્લૂ વગેરે હોય છે. એક્વામરીન ક્રિસ્ટલ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે.
 • આ ક્રિસ્ટલ બ્રાઝિલ, તાન્ઝાનિયા, મેક્સિકો, કેન્યા, શ્રીલંકા, રશિયા જેવા દેશોમાં મોટાપાયે ઉપલબ્ધ છે.
 • જે લોકો માર્કેટિંગના ફિલ્ડમાં છે અથવા માર્કેટિંગ ઓફિસર છે તેવા લોકોની કમ્યુનિકેશન સ્કીલને આ ક્રિસ્ટલ વધારે છે. જે વ્યક્તિને બોલવામાં તકલીફ થાય છે તેવા લોકો માટે આ રત્ન ખૂબ જ પ્રભાવી છે.
 • આપણા શરીરના ઉપરના ચક્ર જેવા કે હાર્ટ અને થ્રોટ ઉપર કામ કરે છે તથા જે લોકો હીલિંગ ફિલ્ડમાં છે અને ડિસ્ટન્સ હીલિંગ કરે છે તેમને એક્વામરીન ક્રિસ્ટલ ધારણ કરવાથી લાભ થાય છે.
 • જે લોકો વારંવાર ડિપ્રેશનનો ભોગ બને છે અથવા ડિપ્રેશનમાં છે તેવી વ્યક્તિઓએ ગળામાં પેન્ડન્ટ તરીકે એક્વામરીન ક્રિસ્ટલ ધારણ કરવું જોઇએ. ઓશીકાનો રંગ પણ સ્કાય બ્લૂ રાખવો.
 • જેમનો જન્મ 19 ફેબ્રુઆરીથી 20 માર્ચની વચ્ચે થયો છે તેમના માટે એક્વામરીન લકી સ્ટોન છે તથા કર્ક, મીન, તુલા, કન્યા, મેષ અને કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ પ્રકારની ઊર્જા આપનાર છે.
 • જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ફેફસાં નબળા હોય અથવા અસ્થમા હોય તેવા વ્યક્તિએ ચાંદીના પેન્ડન્ટમાં આ રત્ન પહેરવું જોઇએ.
 • જે લોકોને સાઇનસની સમસ્યા હોય, ખૂબ જ વધારે કફનો પ્રોબ્લેમ હોય અને તેને લીધે વારંવાર તાવ આવતો હોય કે એલર્જી થતી હોય તેવા લોકોએ આ ક્રિસ્ટલનું બ્રેસલેટ અથવા વીંટી પહેરવી જોઇએ. જે લોકોને થાઇરોઇડ હોય, દાંતની સમસ્યા હોય તેમણે આ રત્ન ધારણ કરવું.
 • એક્વામરીન ત્વચાના રોગમાં પણ ફાયદો કરે છે. જે લોકોનું મનોબળ મજબૂત ન હોય તેવા લોકોની લાગણીને એક્વામરીન બેલેન્સ કરે છે અને દરેક જગ્યાએ સફળતા અપાવે છે.
 • અભ્યાસના ક્ષેત્રમાં કાર્ય કરતા લોકો, સેલ્સમેન, મોટિવેટર વગેરેએ એક્વામરીન જરૂર ધારણ કરવું જોઈએ. તે ધારણ કરવાથી આ ક્ષેત્રોમાં તેમને ધાર્યો લાભ મળે છે.
 • આ ક્રિષ્ટલની સાથે હીરો અને મોતી પહેરવામાં આવે તો ખૂબ જ સારો ફાયદો થાય છે. આ ક્રિસ્ટલ ધારણ કરવાથી જે ભાવનાઓ દબાયેલી છે તે સહેલાઇથી વ્યક્ત કરી શકાય છે. મનને શાંતિ મળે છે તથા સચ્ચાઇને વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે.
 • એક્વામરીનને જલપરીનું બિરુદ આપવામાં આવે છે. જે નાવિક હોય તેમને દરિયામાં સાચો રસ્તો બતાવતું આ ક્રિસ્ટલ છે.
 • જે લોકો પોતાની જિંદગીમાં શું કરવું તેની ખબર ન હોય, રસ્તો મળતો ન હોય ત્યારે આવા લોકોએ શુક્રવારે એક્વામરીન ક્રિસ્ટલને ગળામાં ધારણ કરવું જોઈએ. એક્વામરીનને ઊર્જાવાન બનાવવા માટે શુક્રવાર કે શનિવારે નીચેના મંત્રોનો જાપ કરવો.

 દ્રાં દ્રીં દ્રોમ્ સહ શુક્રાય નમ:
 હ્રીઁ શ્રીઁ શનેશ્વરાય નમ:


ઉપરોક્ત મંત્રનો 11 માળા જાપ કરવો પછી ક્રિસ્ટલને ગાળામાં અથવા મધ્યમા કે અનામિકા આંગળીમાં ધારણ કરવું.

(લેખક: પૂનમ ખન્ના)

X
Aqua marine the Chrystal which can make your mindset tough
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App