સંતાન પ્રાપ્તિ / ગુરુવારે પુત્રદા એકાદશી, સંતાનપ્રાપ્તિ ઈચ્છતાં દંપતીએ આ વ્રત કરવું

Putrada Ekadashi is best to have child according to Jyotish

  • પ્રભુને શાકભાજી અર્પણનું વિશેષ મહત્ત્વ 
  • પુત્રદા એકાદશીએ ડુંગળી-લસણ, મૂળા ભાજી ખાવાનું નિષેધ ગણાય
     

divyabhaskar.com

Jan 16, 2019, 12:26 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ: ગુરુવારે પુત્રદા એકાદશી છે. સંતાન પ્રાપ્તિની મહેચ્છા પરિપૂર્ણ કરવા માટે મહત્વની પુત્રદા એકાદશીનો ગુરુવાર સાથે સુભગ સમન્વય થયો છે. સંતાનપ્રાપ્તિ ઈચ્છતા દંપતી માટે આ એકાદશી કરવી ફળદાયી બની રહે છે. ગુરુવારે આવતી પોષ સુદ 11ને પુત્રદા એકાદશી (ગોળ-છાશ) રવિયોગ સાથે એકાદશી તરીકે શ્રદ્ધાભક્તિપૂર્વક મનાવવામાં આવતી હોય છે.

આ એકાદશીએ ડુંગળી-લસણ, મૂળા ભાજી ખાવાનું નિષેધ

જે પરિવારમાં સંતાન ન હોય અને સંતાનની એષ્ણા ધરાવતા દંપતી માટે આ વ્રત વિશેષ ફળદાયી નીવડે છે. આ એકાદશીએ ડુંગળી-લસણ, મૂળા ભાજી ખાવાનું નિષેધ ગણાય છે, ઠાકોરજીને નવા નવા શાકભાજી અર્પણ કરી તેનો ભોગ બનાવવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જાતકને વાજપેયી યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્તિ થાય છે.

જે વ્યક્તિઓનો ગુરુ નિર્બળ હોય તેમને આ એકાદશી કરવાથી લાભ થશે

આ દિવસે સવારે સ્નાનાદિથી પરવારી કૃષ્ણમ્ વંદે જગતગુરુના દર્શન કરી દિવસની શરૂઆત કરાય છે. 2019ની પ્રથમ એકાદશી કરવાનું વિશેષ પ્રાપ્તિથી જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું કે, આ વ્રત કરવાથી માનસિક ચિંતા તથા લાંબા ગાળાની મહેચ્છાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિઓનો ગુરુ નિર્બળ હોય તેમને આ એકાદશી કરવાથી લાભ થશે.

X
Putrada Ekadashi is best to have child according to Jyotish

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી