ગ્રહ સ્થિતિ / ફેબ્રુઆરી 2020માં 9માંથી 5 ગ્રહ રાશિ બદલશે, શનિ, રાહુ-કેતુ રાશિ બદલશે નહીં

5 of 9 planets will change zodiac in February 2020, Saturn, Rahu-Ketu will not change zodiac

  • નવા મહિના ફેબ્રુઆરીમાં કયા-કયા ગ્રહ રાશિ બદલશે, આ મહિને કયા-કયા શુભ કામ કરી શકો છો

Divyabhaskar.com

Feb 02, 2020, 08:39 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 2020નો બીજો મહિનો જાન્યુઆરી શરૂ થઇ ગયો છે. આ મહિનામાં 9માંથી 5 ગ્રહ રાશિ બદલી રહ્યા છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર આ પાંચ ગ્રહ રાશિ બદલી રહ્યા છે. જ્યારે ગુરૂ, શનિ અને રાહુ-કેતુનું રાશિ પરિવર્તન થશે નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગ્રહોના રાશિ બદલવાની અસર બધી જ 12 રાશિઓ ઉપર થાય છે. જાણો હિંદુ પંચાંગ પ્રમાણે ફેબ્રુઆરી 2020માં ક્યારે કયો ગ્રહ રાશિ બદલી રહ્યો છે....

સૂર્ય- ગ્રહોના રાજા સૂર્ય મહિનાની શરૂઆતમાં મકર રાશિમાં છે. 13 ફેબ્રુઆરીએ મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 13 ફેબ્રુઆરીએ કુંભ સંક્રાંતિ ઉજવવામાં આવશે.
ચંદ્ર- મહિનાની શરૂઆતમાં આ ગ્રહ મેષ રાશિમાં છે. 2 ફેબ્રુઆરીએ રાતે ચંદ્ર રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કશે. 5 ફેબ્રુઆરીએ સવારે મિથુન રાશિમાં જશે. ત્યાર બાદ ચંદ્ર દર અઢી દિવસમાં રાશિ બદલશે.
મંગળ- મહિનાની શરૂઆતમાં મંગળ વૃશ્ચિક રાશિમાં છે. 7 ફેબ્રુઆરીએ મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે.
બુધ- મહિનાની શરૂઆતમાં બુધ કુંભ રાશિમાં છે. 17 ફેબ્રુઆરીએ આ ગ્રહ વક્રી થશે.
ગુરૂ- ગુરૂ ગ્રહ આ મહિને ધન રાશિમાં રહેશે. તેનું રાશિ પરિવર્તન થશે નહીં.
શુક્ર- હાલ આ ગ્રહ કુંભ રાશિમાં છે. 2 ફેબ્રુઆરીએ રાતે આ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ 28 ફેબ્રુઆરીએ શુક્ર મેષ રાશિમાં જશે.
શનિ- શનિ મકર રાશિમાં રહેશે.
રાહુ-કેતુ- ફેબ્રુઆરીમાં આ બંને ગ્રહો રાશિ બદલશે નહીં. રાહુ મિથુન રાશિમાં રહેશે અને કેતુ ધન રાશિમાં રહેશે.

ગ્રહો માટે કયા-કયા શુભ કામ કરી શકો છોઃ-

  • ચંદ્ર માટે રોજ સવારે જલ્દી ઊઠો અને શિવલિંગ ઉપર ચાંદીના લોટાથી દૂર ચઢાવો. સૂર્ય માટે સવારે જલ્દી જાગીને સ્નાન બાદ સૂર્યને અર્ધ્ય અર્પણ કરો. મંગળ માટે શિવલિંગ ઉપર લાલ ગુલાલ અને મસૂરની દાળ ચઢાવવી જોઇએ.
  • બુધ માટે ગણેશજીની પૂજા કરવી જોઇએ, દર બુધવારે દૂર્વા ચઢાવો. ગુરૂ ગ્રહ માટે શિવલિંગ ઉપર ચણાની દાળ અને ચણાના લોટના લાડવા ચઢાવો.
  • શુક્ર માટે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું જોઇએ. શનિ, રાહુ-કેતુ માટે હનુમાનજીની પૂજા કરવી જોઇએ. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
X
5 of 9 planets will change zodiac in February 2020, Saturn, Rahu-Ketu will not change zodiac

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી