શુભ સંયોગ / 7 દિવસમાં 4 સર્વાર્થ સિદ્ધિ યોગઃ 21 અને 22 ઓક્ટોબરે સોમ-મંગળ પુષ્ય નક્ષત્ર ખરીદી માટે અક્ષય રહેશે

4 Sarvartha Siddhi Yoga in 7 days; Som Pushya and Bhum Pushya Nakshatra on 21 and 22 October

  • મંગળવારથી દિવાળી સુધી 13 દિવસમાંથી 10 દિવસ ખરીદી માટે શુભ યોગ
  • આ વર્ષે 25 અને 26 ઓક્ટોબર દોઢ દિવસ સુધી ધનતેરસ ઉજવાશે, અંક જ્યોતિષ પ્રમાણે શુભ યોગ

Divyabhaskar.com

Oct 14, 2019, 10:08 AM IST

ધર્મ ડેસ્કઃ મંગળવારથી દિવાળી સુધી 13 દિવસમાંથી 10 દિવસ ખરીદી માટે શુભ યોગ છે. તેમાં 21 થી 27 ઓક્ટોબરની વચ્ચે 7 દિવસમાં ખરીદીના અનેક વિશેષ મુહૂર્ત અને શુભ યોગ આવી રહ્યા છે, જેને જ્યોતિષની દ્રષ્ટિએ શુભફળ આપનાર માનવામાં આવે છે. 21 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. 22 ઓક્ટોબરે ભૌમ (મંગળ) પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે, દિવાળી પહેલાં પુષ્ય નક્ષત્રમાં કરેલી ખરીદી અક્ષય ફળ પ્રદાન કરે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ છે, જે લાંબા સમયગાળા સુધી સાથે રહેતો ગ્રહ છે. આ નક્ષત્રમાં કરેલી ખરીદી લાંબા સમય સુધી સાથે રહે છે. જ્યોતિષ અર્ચના સરમંડળ પ્રમાણે, પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબર સોમવારે સાંજે 5.33 થી બીજા દિવસે 22 ઓક્ટોબર મંગળવાર સાંજે 4.40 સુધી રહેશે. આ નક્ષત્રમાં ગાડી, મકાન, દુકાન, સોના, વાસણની ખરીદારી શુભ રહેશે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે. આ સમયગાળામાં કરેલી ખરીદારી લાંબા સમય સુધી સાથ આપે છે

સોમ પુષ્યમાં સોનાની અને ભૌમ પુષ્યમાં જમીનની ખરીદારીઃ
જ્યોતિષાચાર્ય અમર ડિબ્બાવાળા પ્રમાણે, 21 ઓક્ટોબરે સોના, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓની ખરીદારી કરવી જોઇએ. 22 ઓક્ટોબરે જમીન, મકાન, ધાતુની ખરીદારી શ્રેષ્ઠ સમય છે. મંગળ જમીન, ભવનની ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે. વેપારીઓ આ દિવસે નામાના ચોપડા, પેન, ખડિયો અને પંચાંગની ખરીદી કરે.

26 ઓક્ટોબરે ધનતેરસ બપોર સુધી રહેશેઃ
આસો વદ તેરસની તિથિએ ધનતેરસ છે. જ્યોતિષાચાર્ય અર્ચના સરમંડળ જણાવે છે કે, 25 ઓક્ટોબર શુક્રવારે તેરસના દિવસે સવારે 7.08 વાગે શરૂ થશે અને 26 ઓક્ટોબર શનિવારે બપોરે 3.47 વાગ્યા સુધી રહેશે. ધનતેરસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. આ સમયગાળામાં ખરીદી અને પૂજાનું મહત્ત્વ વધી ગયું છે.

અંક જ્યોતિષમાં પણ 4 અને 8 નો યોગ લાભદાયકઃ
પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર કર્ક રાશિમાં રહેશે, જે રાશિ ક્રમમાં 4 નંબર પર છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી પણ છે. પુષ્ય 8મો નક્ષત્ર છે. અંક જ્યોતિષમાં 4 અને 8 અંકનો સ્વામી શનિ છે. આ રીતે આ સુખદ સંયોગ લાભ આપનાર રહેશે.

25 ઓક્ટોબરે ધનતેરસ અને સર્વાર્થ સિદ્ધિઃ-

તારીખ યોગ શું ખરીદવું
15 ઓક્ટોબર અમૃત સિદ્ધિ નવું કામ શરૂ કરવું, રોકાણ કરવું
16 ઓક્ટોબર સર્વાર્થ સિદ્ધિ બધા જ પ્રકારની ખરીદી
17 ઓક્ટોબર કરવા ચોથ સૌભાગ્યનો સામાન અને ઘરેણાં
18 ઓક્ટોબર રોહિણી નક્ષત્ર હીરા અથવા હીરાથી બનેલાં ઘરેણાં
19 ઓક્ટોબર રવિ યોગ ઇલેક્ટ્રોનિક સામાન, વાહન
20 ઓક્ટોબર રવિ યોગ, ત્રિપુષ્કરયોગ ખાદ્ય સામગ્રી, સજાવટનો સામાન
21 ઓક્ટોબર સોમ પુષ્ય-સર્વાર્થ સિદ્ધિ ચાંદી, વાસણની ખરીદી
22 ઓક્ટોબર મંગળ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ જમીન, મકાનની ખરીદી
25 ઓક્ટોબર ધનતેરસ- સર્વાર્થ સિદ્ધિ વાસણ, બધા જ પ્રકારના સામાન
27 ઓક્ટોબર દિવાળી સોના-ચાંદી, સિક્કા, લક્ષ્મી પ્રતિમા

* (તારીખ અને યોગની જાણકારી પંડિત અમર ડિબ્બાવાળા પ્રમાણે)

X
4 Sarvartha Siddhi Yoga in 7 days; Som Pushya and Bhum Pushya Nakshatra on 21 and 22 October

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી