જ્યોતિષ / આજે રાતે 10.38 વાગ્યે મંદ ચંદ્રગ્રહણ શરૂ થશેઃ આ ગ્રહણ ભારતમાં જોવા મળશે, સૂતક લાગશે નહીં

1st Lunar Eclipse on 10th January 2020, know the  effects of this Lunar Eclipse

  • ચંદ્રગ્રહણ શુક્રવારે રાતે 10.38 વાગ્યે શરૂ થઇને 2.42 વાગ્યે પૂર્ણ થશે
  • ચંદ્ર ઉપર ધૂળ જેવું સ્તર છવાઇ જશે, ચંદ્ર ઘટતો કે વધતો જોવા મળશે નહીં
  • છેલ્લાં 10 વર્ષમાં 6 વાર આવું ચંદ્રગ્રહણ જોવા મળ્યું છે

શશિકાંત સાલ્વી

શશિકાંત સાલ્વી

Jan 10, 2020, 09:53 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 એટલે પૂનમના દિવસે મંદ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણનું સૂતક લાગશે નહીં. ગ્રહણકાળમાં પૂજાપાઠ વગેરે કરી શકાશે. નાસાએ પણ તેમની વેબસાઇટ પર ચંદ્રગ્રહણ જ્યાં દેખાશે તેનો ઉલ્લેખ કર્યો છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે. પરંતુ આ ગ્રહણ સરળતાથી જોઇ શકાશે નહીં. આ ગ્રહણમાં ચંદ્ર ઘટતો કે વધતો જોવા મળશે નહીં. માત્ર ચંદ્ર ઉપર ધૂળ જેવું એક સ્તર છવાઇ જશે. આ કારણે જ જ્યોતિષીય મતમાં ચંદ્રગ્રહણની કોઇ અસર થશે નહીં. 2020 પહેલાં 11 ફેબ્રુઆરી 2017ના રોજ આવું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે વર્ષ 2020માં ચંદ્રગ્રહણને લઇને અનેક પંચાંગ ભેદ છે. થોડાં પંચાંગ પ્રમાણે આ વર્ષે ચંદ્રગ્રહણ થશે જ નહીં, જ્યારે થોડાં પંચાંગમાં વર્ષમાં 4 ચંદ્રગ્રહણ થશે. નિર્ણય સાગર પંચાંગ પ્રમાણે 10 જાન્યુઆરીએ ગ્રહણ રાતે 10.38 વાગ્યાથી શરૂ થશે અને પૂર્ણ રાતે 2.42 વાગે થશે. આ ગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 50 મિનિટનો રહેશે.

આ ચંદ્રગ્રહણ ક્યાં-ક્યાં જોવા મળશેઃ-
10 જાન્યુઆરીએ રાતે મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ કેનેડા, યૂએસ, બ્રાઝિલ, આર્જેન્ટીના, ઍન્ટાર્કટિકામાં જોવા મળશે નહીં. આ સિવાય ભારત સહિત વિશ્વસના અનેક ભાગમાં જોવા મળશે. ભારતમાં ઍન્ટાર્કટિકા જોવા મળશે, પરંતુ મંદ ગ્રહણ હોવાથી તેનું સૂતક લાગશે નહીં. હિંદ મહાસાગર (ઇન્ડિયન ઓશન)માં ગ્રહણ જોવા મળશે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ ગ્રહણ 10 જાન્યુઆરીએ રાતે શરૂ થશે. 12 વાગ્યા બાદ 11 તારીખ થઇ જશે.

મંદ ચંદ્રગ્રહણ કોને કહેવાય છેઃ-
આ મંદ ચંદ્રગ્રહણ છે. મંદ એટલે ધીમું હોવાની ક્રિયા. એટલાં માટે જ આ ગ્રહણનું સૂતક લાગશે નહીં. તેની કોઇપણ પ્રકારની ધાર્મિક અસર જોવા મળશે નહીં. આ ગ્રહણમાં ચંદ્રની ચમક થોડી ઓછી થઇ જશે. ચંદ્રનો કોઇપણ ભાગ ગ્રહણ ગ્રસ્ત જોવા મળશે નહીં. એશિયાના થોડાં દેશ, યૂએસ વગેરેમાં આ ગ્રહણ જોવા મળી શકે છે. આ ગ્રહણમાં ચંદ્ર લગભગ 90 ટકા ભાગ મેલો થઇ જશે. આ પ્રભાવને પણ ઘણાં ઓછા લોકો સમજી શકશે. આ ગ્રહણ ખાસ ઉપકરણોથી સમજી શકાશે.

ચંદ્ર ઉપર રાહુની છાયા પડશે નહીંઃ-
આ ગ્રહણમાં ચંદ્ર ઉપર રાહુની છાયા પડશે નહીં. રાહુ એક છાયા ગ્રહ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, ગ્રહણકાળમાં ચંદ્ર ઉપર છાયા સ્વરૂપે રાહુ જોવા મળે છે. પરંતુ આ ગ્રહણમાં છાયા બનશે નહીં. જ્યારે છાયા જ નહીં પડે તો રાહુના ગ્રસવાની વાત પણ નથી થાય.

મંદ ચંદ્રગ્રહણ કેમ થાય છેઃ-
જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક સીધી લાઇનમાં આવે છે. ત્યારે પૃથ્વીના કારણે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી અને પૃથ્વીની છાયા સંપૂર્ણ રીતે ચંદ્ર ઉપર પડે છે. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે મંદ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક એવી લાઇનમાં રહે છે, જ્યાંથી પૃથ્વીની હળવી છાયા ચંદ્ર ઉપર પડે છે. આ ત્રણેય ગ્રહ એક સીધી લાઇમાં રહેતાં નથી. આ કારણે મંદ ચંદ્રગ્રહણની સ્થિતિ બને છે.

ઉપચ્છાયા ગ્રહણ કોને કહેવાય છેઃ-
કોઇપણ ગ્રહણની ખગોળીય ઘટના સાથે તેની ધાર્મિક માન્યતાનું પણ મહત્ત્વ છે. ચંદ્રગ્રહણ તે ખગોળીય સ્થિતિને કહેવાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની ઠીક પાછળ તેની પ્રચ્છાયામાં આવી જાય છે. પરંતુ આ ગ્રહણમાં ચંદ્ર ઉપર કોઇ પ્રચ્છાયા નથી. આ માત્ર ઉપચ્છાયા ગ્રહણ છે, જે આંખથી જોઇ શકાશે નહીં. માટે તેને ગ્રહણ કહેવાની જગ્યાએ માત્ર છાયાનો સમય કહેવામાં આવે છે.

સૂતક લાગશે નહીં કે કોઇ અસર થશે નહીંઃ-
આ ચંદ્રગ્રહણને લઇને કોઇપણ પ્રકારે ભયભીત થવાની જરૂર નથી. મંદ ચંદ્રગ્રહણના કારણે તેમાં સૂતક કાળ લાગશે નહીં. જ્યોતિષના પ્રસિદ્ધ નિર્ણયસાગર પંચાંગ પ્રમાણે આ ગ્રહણમાં કોઇપણ પ્રકારે યમ, નિયમ, સૂતક વગેરે માન્ય રહેશે નહીં.

2020માં 4 ચંદ્રગ્રહણ થશેઃ-
આ વર્ષે 4 ચંદ્રગ્રહણ થશે. આ ચારેય ગ્રહણ મંદ ચંદ્રગ્રહણ રહેશે. 10 જાન્યુઆરીએ થતું ગ્રહણ ભારતમાં જોવા મળશે. ત્યાર બાદ ત્રણ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. બીજું ગ્રહણ શુક્રવાર, 5 જૂને થશે. ત્રીજું ગ્રહણ રવિવાર, 5 જુલાઈએ અને ચોથું સોમવાર, 30 નવેમ્બરે થશે.

આ વર્ષે 2 સૂર્યગ્રહણ થશેઃ-
2020માં ચંદ્રગ્રહણ 4 અને સૂર્યગ્રહણ 2 થશે. પહેલું સૂર્યગ્રહણ રવિવાર, 21 જૂને થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ ગ્રહણનું સૂતક ભારતમાં રહેશે. ત્યાર બાગ વર્ષના અંતમાં સોમવાર, 14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે. જે ભારતમાં જોવા મળશે નહીં.

છેલ્લાં 10 વર્ષમાં 6 વખત આવું ચંદ્રગ્રહણ થયું છેઃ-
નાસાની ગ્રહણ સંબંધિત વેબ સાઇટ પ્રમાણે છેલ્લાં 10 વર્ષમાં મંદ ગ્રહણ 6વાર થયું છે. આ પ્રકારનું ગ્રહણ 2020માં ચારવાર થશે. 10 જાન્યુઆરી પછી 5 જૂન, 5 જુલાઈ અને 30 નવેમ્બરે મંદ ચંદ્રગ્રહણ થશે. 2020 પહેલાં છેલ્લાં 10 વર્ષોમાં 28 નવેમ્બર 2012, 25 માર્ચ 2013, 18 ઓક્ટોબર 2013, 23 માર્ચ 2016, 16 સપ્ટેમ્બર 2016 અને 11 ફેબ્રુઆરી, 2017એ આવું ચંદ્રગ્રહણ થઇ ચૂક્યું છે. 2020 બાદ 5 મે 2023એ ફરી આવું ચંદ્રગ્રહણ જોવા મળશે.

X
1st Lunar Eclipse on 10th January 2020, know the  effects of this Lunar Eclipse

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી