ઉપાય / 12 રાશિ મુજબ મંગળવારે સાંજે કે રાત્રે કેટલાક ઉપાય કરવાથી અધૂરા કામો ઉકેલાશે

12 zodiac signs will solve incomplete work by taking some remedies on Tuesday evening or night

Divyabhaskar.com

Aug 20, 2019, 06:08 PM IST

ધર્મ ડેસ્ક. આજે મંગળવાર હનુમાનજીનો ખુબજ પ્રિય વાર છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર આજના દિવસે નવગ્રહના સેનાપતિ એવા મંગળનું આધિપત્ય રહેલું હોય છે. જેનું મૂળભુત કારકત્વ જોમ, જુસ્સો, ઉત્સાહ, રકત, યુવાન, પુરુષ સાથે ગણવામાં આવે છે. મંગળ ગ્રહના ઉપાય તરીકે ગણપતિ આરાધના ઉપાસના દાન-દક્ષિણા સાથે હનુમાનજીની પ્રભુભક્તિ અને મંગળ દેવને વધુ પ્રસન્ન કરે છે. બારે-બાર રાશિઓના જાતકોએ પોતાની રાશિ અનુસાર મંગળવારે સાંજે કે રાત્રે નીચે દર્શાવેલ ઉપાય કરવાથી ઘણા લાંબા સમયના અધૂરા કામો ઉકેલાશે સાથો સાથ માનસિક શાંતિ જણાશે.


*********

મેષ રાશિ : શેકેલા ચણા,ગોળનું દાન બ્રાહ્મણને કરો.

---------------------------------------

વૃષભ રાશિ : મસૂરની દાળ સાથે રોકડ ભેટ ભિક્ષુકને આપો.

-------------------------------------

મિથુન રાશિ : બિલિપત્ર શિવજીને ચડાવો.

----------------------------------------

કર્ક રાશિ : હનુમાનજીના મંદિરે ચમેલીનાં તેલ સાથે મંદિેરે ગુલાબના ફૂલને ચડાવો.

---------------------------------------

સિંહ રાશિ : કોઈ વિદ્યાર્થીને લાલ રંગની પેન ભેટમાં આપો. અને શુભકામના પ્રાપ્ત કરો.

---------------------------------------

કન્યા રાશિ : શિવજીના મંદિરે હનુમાનજીના મંદિરે સુગંધી ધૂપ કરો.

–-----------------------------------

તુલા રાશિ : હનુમાનજીને દેશી ચણા અર્પણ કરો અને કાચા તેલનો દીપક જલાવો.

---------------- -----------------------

વૃશ્ચિક રાશિ : કોઈ પણ મંદિરમાં હનુમાન ચાલીસા નો પાઠ કરો,અને જુના ચંપલ ભિક્ષુક ના આપો.

----------------------------------

ધન રાશિ : બુંદીના લાડુ તેલ ના બનાવેલા ગરીબો ને ખવડાવો.સાથે કાળા કૂતરાને બિસ્કીટ,દુધ પીવડાવો.

------------------------------------

મકર રાશિ : હનુમાનજીના મંદિરમાં ભગવાન રામનું સુમિરન કરો.

--------------------------------------

કુંભ રાશિ : હનુમાનજીના મંદિરે ચાલતા ચાલતા દર્શન કરતા જાઓ અને ભિક્ષુકને રોકડ રકમ આપો.

--------------------------------------

મીન રાશિ : હનુમાનજીની કાળી દોરી અર્પણ કરો સાથે સવા રૂપે ભેટ મૂકો.

X
12 zodiac signs will solve incomplete work by taking some remedies on Tuesday evening or night

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી