આ વખતે દિવાળીએ દિવસમાં પૂજાનાં મુહૂર્ત નથી. 24 ઓક્ટોબર એટલે આજે સાંજે 5 વાગ્યા પછી જ લક્ષ્મીપૂજા કરી શકાશે. આસો અમાસ આજે સાંજથી શરૂ થઈને બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી લક્ષ્મીપૂજા માટે મુહૂર્ત 24મીએ સાંજે અને રાતે જ રહેશે.
2000 વર્ષ પછી દિવાળીએ બુધ, ગુરુ, શુક્ર અને શનિ સ્વરાશિમાં રહેશે. સાથે જ, લક્ષ્મીપૂજા સમયે પાંચ રાજયોગ પણ રહેશે. આ ગ્રહ યોગ સુખ-સમૃદ્ધિ અને લાભનો સંકેત આપી રહ્યા છે. એટલે આ વખતે દિવાળી ખૂબ જ શુભ રહેશે.
સૌથી પહેલાં લક્ષ્મીપૂજા માટે શુભ સમય જાણી લો....
સ્કંદ, પદ્મ અને ભવિષ્ય પુરાણમાં દિવાળીને લઈને વિવિધ માન્યતાઓ છે. એક કથા પ્રમાણે મહારાજા પૃથુએ પૃથ્વીનું દોહન કરી દેશને ધન અને ધાન્યથી સમૃદ્ધ બનાવ્યો એટલે દિવાળી ઊજવવામાં આવે છે. શ્રીમદભાગવત અને વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે સમુદ્ર મંથન દ્વારા આસો મહિનાની અમાસે મહાલક્ષ્મી પ્રકટ થયાં હતાં.
માર્કંડેય પુરાણ પ્રમાણે જ્યારે ધરતી ઉપર માત્ર અંધારું હતું ત્યારે એક તેજ પ્રકાશ સાથે કમળ ઉપર બેઠેલાં દેવી પ્રકટ થયાં. તેઓ લક્ષ્મીજી હતાં. તેમના પ્રકાશથી જ સંસાર બન્યો. એટલે આ દિવસે લક્ષ્મીપૂજાની પરંપરા છે. ત્યાં જ, શ્રીરામના અયોધ્યા પરત આવ્યા પછી તેમના સ્વાગતમાં દિવાળી ઊજવવાની પરંપરા છે.
પુરાણોમાં સજાવટ અને દીવો પ્રગટાવવાની વાત
સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે દીપદાન કરવું જોઈએ. જેથી પાપ નષ્ટ થાય છે. બ્રહ્મ પુરાણ કહે છે કે આસો મહિનાની અડધી રાતે લક્ષ્મીજી સારા લોકોના ઘરે પ્રવેશ કરે છે. એટલે ઘરને સાફ અને સજાવીને દિવાળી ઊજવવાની પરંપરા છે. તેના દ્વારા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને લાંબા સમય સુધી ઘરમાં રહે છે.
દિવાળીમાં આ રીતે પૂજા કરો
પોતાના ઉપર, આસન અને પૂજા સામગ્રી ઉપર 3-3 વાર કુશ કે ફૂલ દ્વારા જળ છાંટવું અને આ શુદ્ધિકરણ મંત્ર બોલવો
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा। यःस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यंतर: शुचिः।।
આ મંત્ર બોલીને આચમન કરો અને હાથ સાફ કરો
ૐ કેશવાય નમઃ, ૐ માધવાય નમઃ, ૐ નારાયણાય નમઃ, ૐ ઋષિકેશાય નમઃ
અનામિકા આંગળીથી ચંદન/નાડાછડી બાંધતી સમયે આ મંત્ર બોલો-
चन्दनस्य महत्पुण्यम् पवित्रं पापनाशनम्
आपदां हरते नित्यम् लक्ष्मी तिष्ठतु सर्वदा।
ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર અને કુબેર પૂજા વિધિ
લક્ષ્મીજીની પૂજા કરતાં પહેલાં ભગવાન ગણેશનું પૂજન કરવું. ૐ ગં ગણપતયે નમઃ મંત્ર બોલીને ગણેશજીને સ્નાન કરાવ્યા પછી બધી પૂજન સામગ્રી ચઢાવો. તે પછી હાથમાં ચોખા-ફૂલ લઈને કુબેર, ઇન્દ્ર અને ભગવાન વિષ્ણુની મૂર્તિ ઉપર ચઢાવીને મંત્ર બોલો, सर्वेभ्यो देवेभ्यो स्थापयामि। इहागच्छ इह तिष्ठ। नमस्कारं करोमि। પછી सर्वेभ्यो देवेभ्यो नम: બોલીને બધા દેવતાઓ ઉપર પૂજન સામગ્રી ચઢાવો.
દેવી સરસ્વતીની પૂજા
ચોખા-ફૂલ લઈને સરસ્વતીજીનું ધ્યાન કરીને આવાહન કરો. પછી ૐ સરસ્વત્યૈ નમઃ, મંત્ર બોલીને એક-એક કરીને બધી પૂજન સામગ્રી ચઢાવો. સાથે જ આ મંત્રથી પેન, પુસ્તક અને ચોપડાની પૂજા કરો. તેના પછી જ લક્ષ્મીપૂજા શરૂ કરો.
દીપમાલિકા (દીવા) પૂજન
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.