તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • You Can Do Hanuman Pooja In Simple Steps On Hanuman Jayanti, Hanuman Jayanti 2021, Hanuman Puja Vidhi, Sunderkand, Hanuman Chalisa Path

ઉપાસના:હનુમાન જયંતીએ ઘરમાં જ સરળ વિધિથી પવનપુત્રની પૂજા કરો, દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂજામાં હનુમાનજીને વસ્ત્ર અર્પણ કરો, આભૂષણ અને દીવો પ્રગટાવીને મંત્રજાપ કરો

મંગળવાર, 27 એપ્રિલે હનુમાન જયંતી છે. આ દિવસે ઘરમાં રહીને જ પૂજા કરો. ઉજ્જૈનના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પં. સુનીલ નાગર પ્રમાણે હનુમાનજીની સરળ પૂજા વિધિ અહીં જણાવવામાં આવી છે..

પૂજા માટે જરૂરી સામગ્રીઃ-
પૂજામાં હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવવા માટે તાંબાના વાસણ, તાંબાનો લોટો, દૂધ, વસ્ત્ર, આભૂષણ, સિંદૂર, દીવો, તેલ, રૂ, ધૂપબત્તી, ફૂલ, ચોખા, પ્રસાદ માટે ફળ, ઘરમાં બનેલી મીઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, મિશ્રી, પાન, દક્ષિણા વગેરે વસ્તુઓ રાખી શકો છો.

હનુમાનજીની સરળ પૂજા વિધિઃ-
ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રીગણેશનું પૂજન કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ફૂલ, ધૂપ, દીવો અને ચોખાથી પૂજા કરો.

ગણેશ પૂજા બાદ હનુમાનજીનું પૂજન કરો. હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. વસ્ત્ર બાદ આભૂષણ પહેરાવો. હાર-ફૂલ ચઢાવો. ૐ એં હનુમતે રામદૂતાય નમઃ મંત્રનો જાપ કરીને હનુમાનજીને સિંદૂરનું તિલક લગાવો. ધૂપ-દીપ પ્રગટાવો. પ્રસાદ ચઢાવો. ફળ, મિઠાઈ, પાન અર્પણ કરો. એક-એક કરીને પૂજાની બધી વસ્તુઓ ભગવાનને ચઢાવો. શ્રદ્ધાનુસાર ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. આરતી બાદ પરિક્રમા કરો. પૂજા બાદ ભગવાનથી અજાણ્યા ભૂલની માફી માંગો. ભક્તોને પ્રસાદ વહેંચો.

હાલ, કોરોનાવાઇરસના કારણે ઘરમાં પૂજાની જે સામગ્રીઓ ઉપલબ્ધ છે, તેનાથી જ પૂજા કરો. અહીં જણાવેલી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય તો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, પરંતુ ઘરની બહાર જવું નહીં.