• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Yogini Ekadashi Today: First Of All, Hemmali Yaksha Did This Fast On The Advice Of Markandeya Rishi, Shri Krishna Told Its Story To Yudhishthira

આજે યોગિની એકાદશી:સૌથી પહેલાં હેમમાળી યક્ષે માર્કંડેય ઋષિની સલાહ લઈને આ વ્રત કર્યું હતું, શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવી વ્રત કથા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેઠ મહિનાનું યોગિની એકાદશી વ્રત આજે કરવામાં આવી રહ્યું છે. પુરાણો પ્રમાણે તેનાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે અને સારા સ્વાસ્થ્ય સાથે જ સુખ-સમૃદ્ધિ પણ વધે છે. આ વ્રતને માર્કંડેય ઋષિની સલાહ લઈને સૌથી પહેલાં હેમમાળી નામના યક્ષે કર્યું હતું. કેમ કે તેઓ કુબેર પાસેથી મળેલાં શ્રાપના કારણે પરેશાન હતાં. આ વાત ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવી હતી. તે પછી યોગિની એકાદશી વ્રત કરવામાં આવ્યું.

ભગવાન કૃષ્ણએ આ કથા સંભળાવી હતી
આ વ્રત અંગે ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને એક કથા સંભળાવી હતી. જેમાં રાજા કુબેરના શ્રાપથી કોઢી થઈને હેમમાળી નામક યક્ષ માર્કંડેય ઋષિના આશ્રમમાં જઇ પહોંચ્યા. ઋષિએ તેમને યોગિની એકાદશી વ્રત કરવાની સલાહ આપી. યક્ષે ઋષિની વાત માનીને વ્રત કર્યું અને દિવ્ય શરીર ધારણ કરી સ્વર્ગલોક જતાં રહ્યાં.

યોગિની એકાદશીએ ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે
યોગિની એકાદશીએ ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે

પૌરાણિક કથા
સ્વર્ગની અલકાપુરી નગરીમાં રાજા કુબેર રહેતાં હતાં. તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતાં હતાં અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો. જેની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લઇને આવ્યો, પરંતુ તે પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો.

પૂજામાં મોડું થવાના કારણે કુબેરે માળીને શ્રાપ આપ્યો કે, તુ પત્નીથી દૂર રહીશ અને પૃથ્વી ઉપર જઇને કોઢી બનીશ. કુબેરના શ્રાપથી હેમ માળી પૃથ્વી ઉપર ગયો અને તેને કોઢ થઇ ગયો. તેની પત્ની પણ તેની પાસે હતી નહીં. તે ઘણાં લાંબા સમયથી દુઃખી રહ્યો. એક દિવસ તે માર્કણ્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તેને જોઇને ઋષિએ કહ્યું, તે એવું કયું પાપ કર્યું છે, જેના કારણે તારી આવી સ્થિતિ થઇ ગઇ. હેમ માળીએ સંપૂર્ણ વાત તેમને જણાવી. તેમની પરેશાની સાંભળીને ઋષિએ તેને યોગિની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. હેમ માળીએ વિધિપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો.

યોગિની એકાદશીએ શું કરવું
સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને ગંગાજળથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. વામન અવતારની પૂજા કરો. પીળા ફૂલ અને તુલસી ચઢાવો. દિવસભર અનાજ ખાવું નહીં. એવું ન કરી શકો તો માત્ર ફળાહાર કરો. સવારે જલ્દી પીપળાને જળ ચઢાવો. તુલસીની પૂજા સવાર-સાંજ કરો. જરૂરિયાતમંદ લોકોને આંબળાનું દાન કરો. ભોજન ખવડાવવું. કપડાં, છત્રી અને બૂટ-ચપ્પલનું પણ દાન કરી શકો છો.