24 જૂન, શુક્રવારે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવાનું વિધાન છે. સાથે જ, આ દિવસે યોગી રાજ શ્રીકૃષ્ણ, દેવી તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરવી જોઈએ. આ એકાદશી વ્રત અંગે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. આ પુણ્ય આપનાર વ્રત છે. તેનાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે. આ એકાદશીએ બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. જેથી આ વ્રતનું શુભ ફળ અનેકગણું વધી જશે.
પુણ્ય આપનાર વ્રત
પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી આ વ્રત પ્રભાવથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માત્ર યોગિની એકાદશીનું વ્રત કરવાથી સેંકડો બ્રાહ્મણ ભોજન અને દાન સમાન જ ફળદાયી હોય છે. આ વ્રત દરેક પ્રકારના પાપને નષ્ટ કરનાર વ્રત છે.
યોગિની એકાદશી કરનાર લોકોએ એક દિવસ પહેલાંથી જ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને એકાદશીના દિવસે સવારે જલ્દી સ્નાન કરીને પૂજા કરો અને ફરીથી વ્રત કરવાનો સંકલ્પ લો. દિવસભર વ્રત કરો અને એકાદશી કથા વાંચીને તેના મહત્ત્વને સમજવું જોઈએ. તે પછી દાન કરો.
શુભ યોગમાં વ્રત
24 જૂન, શુક્રવારે સુકર્મ અને સર્વાર્થસિદ્ધિ યોગમાં એકાદશી તિથિ શરૂ થશે. આ શુભ યોગમાં વ્રતનો સંકલ્પ લઇને કરવામાં આવતા વ્રતથી અનેકગણું પુણ્યફળ મળશે. અશ્વિની નક્ષત્રમાં આ વ્રત શરૂ થવાથી શારીરિક કષ્ટ દૂર થશે. આ દિવસે બુધ અને શુક્રથી લક્ષ્મી નારાયણ યોગ પણ બનશે. આ શુભ યોગમાં કરવામાં આવતી વિષ્ણુ પૂજાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે. જેથી આ વ્રત સુખ અને સમૃદ્ધિ વધારનાર વ્રત રહેશે.
એકાદશીએ મીઠા અને આંબળાનું દાન કરો
શુક્રવારે યોગિની એકાદશીએ મીઠા અને આંબળાનું દાન કરવાથી મહાદાનનું પુણ્ય મળે છે. આ દિવસે છત્રી અને બૂટ-ચપ્પલ પણ દાન કરવા જોઈએ. ગ્રંથો પ્રમાણો યોગિની એકાદશીએ સૂર્યને જળ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાંનું દાન કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે અને પરેશાનીઓ દૂર થવા લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.