તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગિની એકાદશી:યોગિની અગિયારસ વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 જુલાઈએ યોગિની એકાદશી, આ દિવસે અનાજ અને જળ દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે

સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીના દિવસે યોગિની એકાદશીનું વ્રત કરવાનું વિધાન છે. આ વર્ષે 5 જુલાઈ, સોમવારે આ વ્રત કરવામાં આવશે. આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. યોગિની એકાદશી વ્રતના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે.

જરૂરિયાતમંદ લોકોને દાન કરોઃ-
આ દિવસે સ્નાન કરીને સાફ કપડાં પહેરો. ત્યાર બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો, ચંદન, નાડાછડી, ધૂપ, દીપ, ફૂલથી પૂજા અને આરતી કરો. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકો અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપો. બીજા દિવસે સૂર્યોદય સમયે આરાધ્યદેવને ભોગ ધરાવો, દીપ પ્રગટાવો અને પ્રસાદનું વિતરણ કરી વ્રત ખોલો. માન્યતા છે કે, આ વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે

મન સ્થિર અને શાંત રાખોઃ-
એકાદશીનું વ્રત રાખનાર ઉપાસકે પોતાનું મન સ્થિર તથા શાંત રાખવું જોઇએ. કોઇપણ પ્રકારની દોષ ભાવના કે ગુસ્સો મનમાં રાખશો નહીં. અન્ય લોકોની નિંદા કરશો નહીં. આ એકાદશીએ શ્રી લક્ષ્મી નારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરો. ભૂખ્યા લોકોને અનાજ અને તરસ્યા લોકોને જળ પીવડાવો. એકાદશીએ રાત્રિ જાગરણનું મહત્ત્વ છે.