તિથિ-તહેવાર:શુક્રવારે યોગિની એકાદશી; આ દિવસે તામસિક વસ્તુઓ અને ચોખાનું સેવન કરશો નહીં

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્કંદ પુરાણ પ્રમાણે આ એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે 24 જૂન, શુક્રવારના રોજ યોગિની એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે બની શકે તો ઉપવાસ કરો. ઉપવાસમાં અનાજ ખાઇ શકાય નહીં. ઉપવાસ કરી શકો નહી તો એક સમયે ફળાહાર કરી શકાય છે. આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.

યોગિની એકાદશી વ્રત અને પૂજા વિધિ

 • એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું.
 • દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો. ત્યાર બાદ વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો.
 • ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવડાવો.
 • ભગવાનને સ્નાન કરાવ્યાં બાદ તે ચરણામૃતને વ્રત કરનાર વ્યક્તિએ પીવું અને પરિવારના બધા સભ્યોને પણ પ્રસાદ તરીકે આપવું. આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.
 • ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી ચઢાવો અને કથા સાંભળો.
આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.
આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઇ શકે છે.

ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં

 • એકાદશી તિથિએ ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં. ધર્મગ્રંથોમાં લસણ-ડુંગળી અને માસાહારને તામસિક કહેવામાં આવે છે.
 • કોઇપણ પ્રકારનો નશો કરવો નહીં. આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું.
 • આ દિવસે શારીરિક અને માનસિક રીતે હિંસા થાય નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઇએ.
 • કોઇની અવગણના કરવી નહીં. બની શકે તો રાતે જાગરણ કરીને ભજન અને કીર્તન કરો.
 • ધર્મગ્રંથો પ્રમાણે એકાદશીએ જૂગાર રમવું, સૂવું, પાન ખાવું, અન્યની અવગણના કરવી, ચુગલી, ચોરી, હિંસા, સંભોગ, ગુસ્સો અને ખોટું બોલવાથી બચવું જોઇએ.

યોગિની એકાદશી વ્રતની કથા
સ્વર્ગની અલકાપુરી નગરીમાં રાજા કુબેર રહેતાં હતાં. તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતાં હતાં અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો. જેની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લઇને આવ્યો, પરંતુ તે પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો.

પૂજામાં મોડું થવાના કારણે કુબેરે માળીને શ્રાપ આપ્યો કે, તુ પત્નીથી દૂર રહીશ અને પૃથ્વી ઉપર જઇને કોઢી બનીશ. કુબેરના શ્રાપથી હેમ માળી પૃથ્વી ઉપર ગયો અને તેને કોઢ થઇ ગયો. તેની પત્ની પણ તેની પાસે હતી નહીં. તે ઘણાં લાંબા સમયથી દુઃખી રહ્યો. એક દિવસ તે માર્કણ્ડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. તેને જોઇને ઋષિએ કહ્યું, તે એવું કયું પાપ કર્યું છે, જેના કારણે તારી આવી સ્થિતિ થઇ ગઇ. હેમ માળીએ સંપૂર્ણ વાત તેમને જણાવી. તેમની પરેશાની સાંભળીને ઋષિએ તેને યોગિની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું. હેમ માળીએ વિધિપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો.