તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હિંદુ પંચાંગ:17 સપ્ટેમ્બરે સર્વપિતૃ મોક્ષ અમાસ અને કન્યા સંક્રાંતિનો યોગ, પિતૃ દેવતા સાથે સૂર્યદેવની પૂજા અને દાન-પુણ્ય કરવાનું પર્વ

4 દિવસ પહેલા
17 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સવારે જલદી ઊઠી સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા કરવી. તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરવું અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો.
  • અમાસના દિવસે કોરોનાને કારણે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકાશે નહીં, ઘરે જ નદીઓ અને તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરવું

ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ અનેક ખાસ યોગ બની રહ્યા છે. આ દિવસે સર્વપિતૃ મોક્ષ અમાસ, કન્યા સંક્રાંતિ અને વિશ્વકર્મા પૂજા છે. અમાસના દિવસે કોઈ નદીમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ વખતે કોરોનાના કારણે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકાશે નહીં, જેથી ઘરમાં જ નદીઓ અને તીર્થનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, 17 તારીખે બની રહેલા ખાસ યોગમાં કયાં-કયાં શુભ કામ કરી શકાય છે...

સર્વપિતૃ મોક્ષ અમાસ- આ પિતૃ પક્ષની છેલ્લી તિથિ છે. આ અવસરે પિતૃ દેવતા માટે ધૂપ-ધ્યાન, પિંડદાન, તર્પણ, શ્રાદ્ધકર્મ કરવાની પરંપરા છે. બપોરે ગાયના ગોબરથી છાણાં પ્રગટાવો અને એના ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ આપવો જોઈએ.

કન્યા સંક્રાંતિ- નવ ગ્રહોના રાજા સૂર્ય 17 સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનને કન્યા સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સવારે જલદી જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યદેવની વિશેષ પૂજા કરો. તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. સૂર્યને લગતી વસ્તુઓ, જેમ કે ગોળ, તાંબાના વાસણનું દાન કરો.

વિશ્વકર્મા પૂજા- પૌરાણિક માન્યતા પ્રમાણે, વિશ્વકર્મા દેવતાઓના શિલ્પી છે. વિશ્વકર્મા જ દેવતાઓ માટે અસ્ત્ર-શસ્ત્ર, મહેલ અને મંદિરનું નિર્માણ કરે છે. વિશ્વકર્માએ સૃષ્ટિની રચનામાં બ્રહ્માજીની મદદ પણ કરી હતી. આ દિવસ બધા જ શિલ્પકાર, વેપારીઓ, કારીગરો, મશીનને લગતાં કામ કરનારા લોકો માટે ખૂબ જ ખાસ રહે છે. આ દિવસે વિશ્વકર્માજી સાથે જ હથિયારોની પૂજા કરવામાં આવે છે.

17 સપ્ટેમ્બરના રોજ આ કામ પણ કરી શકો છો- અમાસના દિવસે શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. કોઈ તળાવમાં માછલીને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. ગૌશાળામાં ધન અને અનાજનું દાન કરો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો