ઉપવાસ:23 નવેમ્બર મંગળવાર અને ચોથનો યોગ, ગણેશજી સાથે જ મંગળદેવની પણ પૂજા કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 23 નવેમ્બરના રોજ ગણેશ ચોથ વ્રત છે. કારતક મહિનાના વદ પક્ષની ચોથ મંગળવારે હોવાથી તેને અંગારક ગણેશ ચોથ પણ કહેવામાં આવે છે. આ તિથિએ ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિ માટે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવાની પરંપરા છે. મંગળવારે ચોથ હોવાથી આ દિવસે ગણેશજી સાથે જ મંગળ ગ્રહની પણ ખાસ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચોથ ગણેશજીની તિથિ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. મંગળવારનો કારક ગ્રહ મંગળ છે. આ કારણે ચોથ તિથિએ મંગળની પણ પૂજા કરો.

મંગળવારનો કારક ગ્રહ મંગળ છે. આ કારણે ચોથ તિથિએ મંગળની પણ પૂજા કરો.
મંગળવારનો કારક ગ્રહ મંગળ છે. આ કારણે ચોથ તિથિએ મંગળની પણ પૂજા કરો.

મંગળ દેવ ગ્રહોના સેનાપિત છે
જ્યોતિષમાં મંગળ દેવને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. અંગારક ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરો. ગણેશજીનો અભિષેક કરો. વસ્ત્ર અને ફૂલ ચઢાવો. જનોઈ વગેરે પૂજન સામગ્રી ચઢાવો. ધૂપ-અગરબત્તી પ્રગટાવો.

શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો. ફળનો ભોગ ધરાવો. ગણેશજીના 12 નામનો મંત્રજાપ ઓછામાં ઓછો 108વાર કરો. ગણેશજીના મંત્ર- ૐ સુમુખાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ કપિલાય નમઃ, ૐ ગજકર્ણાય નમઃ, ૐ લંબોદરાય નમઃ, ૐ વિકટાય નમઃ, ૐ વિઘ્નનાશાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ધૂમ્રકેતવે નમઃ, ૐ ગણાધ્યક્ષાય નમઃ, ૐ ભાલચંદ્રાય નમઃ, ૐ ગજાનનાય નમઃ.

ગણેશ પૂજન પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવવા જોઈએ. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. મંગળ દેવને જળ ચઢાવો, લાલ ગુલાલ અને લાલ ફૂલ ચઢાવો. મંગળદેવની ભાત પૂજા ખાસ કરીને કરવામાં આવે છે. ભાત પૂજામાં શિવલિંગ ઉપર પકવેલા ભાગથી શ્રૃંગાર કરવો જોઈએ. ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો.