પ્રદોષ વ્રત:સોમવારે શિવ-શક્તિની પૂજા કરવી, લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે પ્રદોષ વ્રત કરવું

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ દિવસે સૂર્યાસ્તથી 45 મિનિટ પહેલાં શિવપૂજા થાય છે, અખંડ સૌભાગ્ય મેળવવાની કામના સાથે દેવી પાર્વતીને સુહાગની સામગ્રી ચઢાવવામાં આવે છે

સોમવારે આવતું પ્રદોષ વ્રતને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. હિંદુ પંચાંગ પ્રમાણે પ્રદોષ વ્રત 21 નવેમ્બરના રોજ છે. શિવ પુરાણ પ્રમાણે સુદ અને વદ પક્ષની તેરસમી તિથિ એટલે તેરસના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા પ્રદોષ કાળમાં કરવાની પરંપરા છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પ્રદોષ કાળમાં ભગવાન શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે અને પ્રસન્ન મુદ્રામાં રહે છે. પ્રદોષને શિવપૂજાનો પર્વ પણ કહેવામાં આવે છે. કેમ કે આ દિવસે કરવામાં આવતું વ્રત અને શિવપૂજાનું અનેક ગણું શુભ ફળ મળે છે. જાણકારો પ્રમાણે પ્રદોષમાં કરવામાં આવતી પૂજા શ્રાવણમાં થતી શિવ પૂજા સમાન ફળ આપે છે.

પ્રદોષ વ્રતનું મહત્ત્વ
પ્રદોષ વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી પરિણીતા મહિલાઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. આ વ્રત દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ફળદાયી માનવામાં આવે છે.

દરેક મહિનાની તેરસ તિથિમાં સાયં કાળને પ્રદોષ કાળ કહેવામાં આવે છે
દરેક મહિનાની તેરસ તિથિમાં સાયં કાળને પ્રદોષ કાળ કહેવામાં આવે છે

પ્રદોષ વ્રત અને પૂજાની વિધિ

 • પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જલ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડા પહેરીને પૂર્વ દિશામાં મોં કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.
 • પ્રદોષ વ્રત કરવા માટે તેરસ તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જ જાગવું.
 • ત્યાર બાદ સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ.
 • આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સૂર્ય અસ્ત થતાં પહેલાં સ્નાન કરીને સફેદ કપડાં પહેરવા.
 • જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને ગંગાજળ અને ગાયના ગોબરથી લીપીને મંડપ તૈયાર કરો.
 • મંડપમાં પાંચ રંગની રંગોળી બનાવો અને પૂજા કરવા માટે કુશના આસનનો ઉપયોગ કરો
 • સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો
 • માટીથી શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો
 • ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો
 • ભગવાન શિવ-પાર્વતીની પૂજા બાદ ધૂપ-દીપ પ્રગટાવો
 • શિવજીની પ્રતિમાને જળ, દૂધ, પંચામૃતથી સ્નાન કરાવો. બીલીપાન, ફૂલ, પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો.
 • ભગવાન શિવની પૂજામાં બીલીપાન, ધતૂરો, ફૂલ, મીઠાઈ, ફળનો ઉપયોગ કરો.
 • ભગવાન શિવને લાલ રંગના ફૂલ ચઢાવવા નહીં.
 • પૂજામાં ભગવાન શિવના મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરીને શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઇએ.
 • ત્યાર બાદ કથા અને પછી આરતી કરો.
 • પૂજાના પૂર્ણ થયા પછી માટીના શિવલિંગને વિસર્જિત કરી દો.
પ્રદોષમાં કરવામાં આવતી શિવપૂજાથી કુંડળીના દોષ શાંત થાય છે.
પ્રદોષમાં કરવામાં આવતી શિવપૂજાથી કુંડળીના દોષ શાંત થાય છે.

સોમ પ્રદોષ વ્રત કથા
આ વ્રતને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. આ એક કથા પ્રમાણે એક બ્રાહ્મણીએ આ વ્રત અને પૂજાના ફળથી વિદર્ભના ભટકેલાં રાજકુમારનું દુઃખ ભગવાન શિવની કૃપાથી દૂર કરવામાં સફળતા મેળવી હતી. સાથે જ બ્રાહ્મણીના પ્રદોષ વ્રતના પ્રભાવથી તેના દુઃખના દિવસો દૂર થયા હતાં. એટલે માન્યતા છે કે જે પ્રકારે બ્રાહ્મણીના દુઃખ દૂર થયા તેવી જ રીતે ભગવાન શંકર પોતાના ભક્તોના દિવસ ફેરવે છે અને સુખ પ્રદાન કરે છે.