શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે માગશર મહિનો:આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી ખાસ ફળદાયી રહેશે, આ 4 કામ પણ શુભફળ આપશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આવતી કાલ 24 નવેમ્બર, ગુરુવારથી માગશર મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનાનું નામ માગશર એટલાં માટે છે કેમ કે આ મહિનાની પૂનમના દિવસે ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે. દરેક મહિનાનું નામકરણ જે તે મહિનાની પૂનમના દિવસે આવતાં નક્ષત્ર આધારે હોય છે. આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રોમાં તેને શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ કહેવામાં આવે છે. હિંદુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં ધનુર્ધારી અર્જુનને ગીતાનો ઉપદેશ સંભળાવ્યો હતો.

ગીતાના એક શ્લોકમાં શ્રીકૃષ્ણ માગશર મહિનાનો મહિમા જણાવતાં કહે છે કે- ગાયન કરવા યોગ્ય શ્રૃતિઓમાં હું બૃહત્સામ, છંદોમાં ગાયત્રી અને મહિનામાં માગશર અને ઋતુઓમાં વસંત છું. શાસ્ત્રોમાં માગશરનું મહત્ત્વ જણાવતાં કહેવામાં આવ્યું છે કે હિંદુ પંચાંગના આ પવિત્ર મહિનામાં ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી રોગ, દોષ અને પરેશાનીઓથી મુક્તિ મળે છે.

આ આખા મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી બધા જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે
આ આખા મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી બધા જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે

માગશર મહિનાનું મહત્ત્વ
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે માગશર મહિનાને તેમના સમાન જ સમજવો જોઈએ, જેમાં પૂજાપાઠ કરવાથી ભગવાનની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી ખાસ ફળદાયી રહે છે.

માગશર મહિનામાં આ 4 કામ ચોક્કસ કરવા જોઈએ

  • જે પ્રકારે શ્રાવણ ભગવાન શિવને પ્રિય છે. તે જ રીતે માગશર મહિનો ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે. આ આખા મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી બધા જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
  • જો તમારે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવી હોય તો માગશર મહિનામાં યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ, તેનાથી યમુનાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. યમુના શ્રીકૃષ્ણને પ્રિય છે.
  • માગશર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણએ સંસારને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણે આ મહિનામાં ગીતાનો પાઠ કરવો ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે.
  • જે લોકોને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત કરવો હોય અથવા પોતાની મનોકામનાઓની પૂર્તિ કરવી હોય તેવા લોકોએ માગશર મહિનાના દરેક દિવસે ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રીકૃષ્ણના મંત્રનો જાપ કરવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...