• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Worship Vishnu Ji And Shani Dev In The Yoga Of Bhadau Purnima On Saturday, 10th September, Do Shradha Karma In The Afternoon On Bhadrapad Purnima

પૂનમના દિવસે શું કરવું?:શનિવારે ભાદરવી પૂનમના યોગમાં વિષ્ણુજી અને શનિદેવની પૂજા કરવી, બપોરના સમયે શ્રાદ્ધ કર્મ કરવું

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવાર 10 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાની પૂનમ છે. આ દિવસે ભાદરવા મહિનાનું સુદ પક્ષ પૂર્ણ થશે. 11 સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાનું વદ પક્ષ શરૂ થઈ જશે. ભાદરવી પૂનમથી શ્રાદ્ધ કર્મ શરૂ થઈ જશે. પૂનમના દિવસે તે લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે, જેમની મૃત્યુ તિથિ પૂનમ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શનિવાર અને પૂનમનો યોગ હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શનિદેવ અને હનુમાનજીની પૂજાનો શુભ યોગ બની રહ્યો છે. પૂનમ તિથિએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરવી. સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઈએ. સાથે જ ૐ નમઃ સૂર્યાય મંત્રનો જાપ કરવો જોઈએ.

પૂનમ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે
પૂનમ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે

પૂનમ તિથિએ આ શુભ કામ પણ કરી શકો છો

  • પૂનમ તિથિએ ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે જોવા મળે છે. આ તિથિને પણ પર્વ કહેવામાં આવે છે. પૂનમ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ કારણે દેશભરની બધી પૌરાણિક મહત્ત્વ ધરાવતી નદીઓમાં સ્નાન માટે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.
  • જો નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. સ્નાન કરતી સમયે બધી પવિત્ર નદીઓના નામનો જાપ કરવો જોઈએ.
  • ઘરમાં પૂજા-પાઠ કર્યા પછી કોઈ મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપાન, ધતૂરો અને અન્ય પૂજન સામગ્રી અર્પણ કરો. પૂજા કરો.
  • હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો કે સુંદરકાંડનો પાઠ કરો. ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ કરો.
  • પૂનમના દિવસે ભગવાન સત્યનારાયની કથા સાંભળવાનું કે વાંચવાનું મહત્ત્વ છે. સત્યનારાયજીની પૂજા કરો.
  • આ દિવસે દાન-પુણ્ય ચોક્કસ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ધન, અનાજ, બૂટ-ચપ્પલ અને કપડાનું દાન કરો. કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ કરો.

પૂનમના દિવસે આવા કામ ન કરશો
આ દિવસે ઘરમાં ક્લેશ કરવો નહીં. એવા કાર્યોથી બચવું, જેના કારણે અન્ય લોકોને મુશ્કેલી થતી હોય. કોઈનો અનાદર કરવો નહીં. સાથે જ ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું.