તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Worship Of Shri Krishna Is Incomplete Without Tulsi, According To Scientific Research, Tulsi Contains Antioxidants Which Are Helpful In Healing Dead Cells. Janmasthami 2021

ધર્મ અને વિજ્ઞાન:શ્રીકૃષ્ણની પૂજા તુલીસ વિના અધૂરી છે, વૈજ્ઞાનિક શોધ પ્રમાણે તુલીસીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે મૃત કોષોને ઠીક કરવામાં મદદગાર સાબિત થાય છે

21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વનસ્પતિ વૈજ્ઞાનિક ડોક્ટર જી.ડી. નાડકર્ણીના જણાવ્યાં પ્રમાણે તુલસીના નિયમિત સેવનથી વ્યક્તિની ઉંમર વધે છે

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર છે. જે પ્રકારે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી મહત્ત્વપૂર્ણ હોય છે. તે જ રીતે શ્રીકૃષ્ણની પૂજામાં પણ તેનું મહત્ત્વ છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે તુલસી વિના શ્રીકૃષ્ણની પૂજા અધૂરી માનવામાં આવે છે. અનેક વ્રત અને ધર્મ કથાઓમાં તુલસીનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તુલસીનો છોડ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ છોડ વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય ગુણોના કારણે મહત્ત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્ત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત, સ્કંદ અને ભવિષ્ય પુરાણ સાથે ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે. આ પૌરાણિક ગ્રંથો સિવાય આયુર્વેદ અને વિજ્ઞાનએ પણ આ છોડને પર્યાવરણ તથા સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

તુલસીનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ

 • ગરુડ પુરાણના ધર્મ કાંડના પ્રેત કલ્પમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તુલસીનો છોડ વાવવો, તેનું ધ્યાન રાખવું અને સ્પર્શ કરવો અને ગુણગાન કરવાથી મનુષ્યોના પૂર્વજન્મના પાપ દૂર થઇ જાય છે.
 • બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે જે તુલસી પાન સહિત જળ પીવે છે તે દરેક પ્રકારના પાપથી મુક્ત થઇ જાય છે.
 • સ્કંદ પુરાણ પ્રમાણે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને દરરોજ તેની પૂજા થાય છે તેવા ઘરમાં યમદૂત પ્રવેશ કરતાં નથી.
 • સ્કંદ પુરાણ પ્રમાણે જ, વાસી ફૂલ અને વાસી જળ પૂજા માટે વર્જિત છે પરંતુ તુલસીદળ અને ગંગાજળ વાસી હોવા છતાં પણ વર્જિત નથી. આ બંને વસ્તુઓ અપવિત્ર માનવામાં આવતી નથી.
 • બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રીકૃષ્ણ જન્મખંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, ઘરમાં વાવેલ તુલસી મનુષ્યો માટે કલ્યાણકારિણી, ધન પુત્ર પ્રદાન કરનારી, પુણ્યદાયિની તથા હરિભક્તિ આપનારી હોય છે. સવાર-સવારમાં તુલસીના દર્શન કરવાથી સવા માસા એટલે સવા ગ્રામ સોનાના દાન સમાન પુણ્ય ફળ મળે છે.
 • જ્યોતિષવિજ્ઞાન પ્રમાણે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં વાસ્તુદોષ હોતા નથી. આ છોડને ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં વાવવો જોઇએ. ત્યાં જ ભવિષ્ય પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે તુલસીનો છોડ ઘરના દક્ષિણ ભાગમાં વાવવો જોઇએ નહીં. તેનાથી દોષ લાગે છે.

તુલસીનું આયુર્વેદિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ

 • આયુર્વેદમાં અનેક ઔષધીઓ તુલસીના પાનથી મિક્સ કરીને બને છે. આયુર્વેદ પ્રમાણે તુલસીના પાનમાં પારો હોય છે, એટલે તેને ચાવવી જોઇએ નહીં. તુલસી ચાવવાથી દાંત ખરાબ થઇ જાય છે.
 • વનસ્પતિ વૈજ્ઞાનિક ડોક્ટર જી.ડી. નાડકર્ણીના જણાવ્યાં પ્રમાણે તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ નિયંત્રિત થાય છે અને વ્યક્તિની ઉંમર વધે છે.
 • ફ્રેન્ચ ડોક્ટર વિક્ટર રેસીનના જણાવ્યાં પ્રમાણે તુલસી એક અદભૂત ઔષધી છે.
 • ઇમ્પીરિયલ મલેરિયલ કોન્ફ્રેન્સ પ્રમાણે તુલસી મલેરિયાની વિશ્વસનીય અને પ્રામાણિક દવા છે.
 • ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો દ્વારા કરેલાં રિસર્ચમાં જાણવા મળ્યું કે તુલસી એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે શરીરના મૃત કોષને ઠીક કરવામાં મદદગાર સાબિત થાય છે.
 • તુલસીનો પ્રભાવ શરીરમાં પહોંચતા કેમિકલ અથવા અન્ય નશીલા પદાર્થોથી થતાં નુકસાનને ઘટાડે છે.
 • ટી.બી-મલેરિયા અને અન્ય સંક્રામક રોગથી છુટકારો મેળવવા માટે તુલસી કારગર છે.
 • તિરૂપતિના એસ.વી. વિશ્વવિદ્યાલયના એક અભ્યાસ પ્રમાણે તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ છોડે છે.
 • આભામંડળ માપવાના યંત્ર યૂનિવર્સલ સ્કેનરના માધ્યમથી તકનીકી નિષ્ણાત શ્રી કે. એમ. જૈન દ્વારા કરેલાં શોધમાં જાણવા મળ્યું કે કોઇ વ્યક્તિ તુલસીના છોડની 9 પરિક્રમા કરે તો તેના આભામંડળનો પ્રભાવ ક્ષેત્ર 3 મીટર સુધી વધી શકે છે.