પૂજા વિધાન:શુભ કામમાં માત્ર કળશ સ્થાપના કરવાથી જ ગણેશ, શક્તિ અને ત્રિદેવોની પૂજા થઈ જાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂજામા નારિયેળને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે, કળશમાં શક્તિનો વાસ હોય છે

હિંદુ ધર્મમાં પૂજાપાઠમાં પવિત્ર કળશની સ્થાપના વિના કોઈ ધાર્મિક કાર્ય સંપન્ન થઈ શકે નહીં. પૌરાણિક માન્યતા પ્રમાણે કળશના મુખમાં વિષ્ણુજી, કંઠમાં મહેશ તથા મૂળમાં બ્રહ્મા સ્થિત છે અને કળશના મધ્ય ભાગમાં દૈવીય માતૃશક્તિઓ નિવાસ કરે છે. કળશ સ્થાપના સાથે જોડાયેલી વાતો...

1. કળશમાં જળ કેમ ભરવામાં આવે છેઃ-
પૂજાના કળશમાં જળ, અનાજ વગેરે રાખવામાં આવે છે. પવિત્ર જળ આ વાતનું પ્રતીક છે કે આપણું મન પણ જળની જેમ હંમેશાં સ્વચ્છ, નિર્મળ અને શીતળ રહે. મનમાં ગુસ્સો, લોભ, મોહ-માયા, ઈર્ષ્યા અને ધૃણાનું કોઈ સ્થાન ન હોય. જળ વિના કળશ સ્થાપના શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

2. સ્વસ્તિક કેમ બનાવવોઃ-
કળશ ઉપર બનાવવામાં આવતો સ્વસ્તિક આપણી 4 અવસ્થાઓ જેમ કે, બાળપણ, યુવાની, પૌઢ અને વૃદ્ધાવસ્થાનું પ્રતીક છે. એટલે ચારેય અવસ્થાઓમાં આપણે સ્વસ્થ અને સુખી રહીએ એટલે આ સ્વસ્તિકને કળશ ઉપર બનાવવો અતિ જરૂરી છે.

3. નારિયેળ કેમ જરૂરી છેઃ-
શાસ્ત્રો પ્રમાણે કળશ સ્થાપનામાં કળશની ઉપર રાખવામાં આવેલ નારિયેળ ભગવાન ગણેશનું પ્રતીક હોય છે. ધ્યાન રાખો નારિયેળનું મુખ સાધક તરફ રહે. એટલે આ વાતોનું ધ્યાન રાખીને તમે તમારી પૂજાનું પૂર્ણ ફળ અને લાભ મેળવી શકો છો.