નવરાત્રિનો સાતમો દિવસ:જીવનને મંગળમય બનાવવા માટે સાતમા દિવસે માતા કાળરાત્રિની પૂજા કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાળરાત્રિ છે. તેમનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાળરાત્રિને ઉત્પન્ન કર્યા હતા. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહે છે. માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, માતા કાળરાત્રિ પરાશક્તિઓ(કાળા જાદુ)ની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે, માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે.

અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાળરાત્રિ બન્યા-
દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે તેમના વાળ વિખેરાયેલાં છે અને તેમના ગળામાં વિધુતની માળા છે, તેમના ચાર હાથ છે જેમાં તેમને એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાટો ધારણ કરેલો છે, તે સિવાય તેમના બે હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે, તેમના ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નિકળતી હોય છે. કાળરાત્રિનું વાહન ગર્દભ(ગધેડુ) છે.

માતા કાળરાત્રિની ઉત્પતિની કથા-
કથા પ્રમાણે દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજને ત્રણેય લોકમાં હાહાકાર મચારી દીધો હતો. તેનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા, શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનો વધ કર્યો. પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નિકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. તેને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાળરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો તે તેના શરીરથી નિકળતા રક્તને કાળરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતાં-કાપતાં રક્તબીજનો વધ કર્યો.

માતાને ગોળનો ભોગ પ્રિય છે-
સપ્તમી તિથિના દિવસે ભગવતીની પૂજામાં ગોળનો નૈવેદ્ય અર્પિત કરીને બ્રાહ્મને આપવો જોઈએ. એમ કરવાથી પરુષ શોકમુક્ત થઈ શકે છે.

શુભકામનાઓને પૂરી કરશે માતા કાળરાત્રિનો આ મંત્ર-નવરાત્રિના સાતામા દિવસે માતા કાળરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવી જોઈએ-

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता,लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा,वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

કાળરાત્રિનો બીજમંત્ર-ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

માતા કાળરાત્રિનો તાંત્રિક મંત્ર-ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम:क्रीं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं क्रीं क्रीं ह्रीं ह्रीं हूं हूं स्वाहा