આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ દિવસ અને મહિનો શિવજીને અતિ પ્રિય છે. શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી પાર્વતી સાથે જોડાયેલો છે. એટલે આ મહિનો મહાદેવને ખૂબ જ પ્રિય છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે માતા સતીએ પર્વત રાજ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપે જન્મ લીધો હતો. તેમણે શિવજીને મેળવવા માટે શ્રાવણ મહિનામાં જ કઠોર તપ કર્યું હતું. દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ પાર્વતીજીની મનોકામનાઓ પૂર્ણ કરી અને તેમની સાથે લગ્ન કર્યાં. શ્રાવણમાં જ ભોળાનાથે પત્ની તરીકે દેવી પાર્વતીને પ્રાપ્ત કર્યાં હતાં. આ કારણે શિવજીને આ મહિનો ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.
શિવલિંગ ઉપર 21 બીલીપત્ર ચઢાવો
શ્રાવણ મહિનાના સોમવારે સવારે જલ્દી જાગવું જોઇએ. સ્નાન કર્યા બાદ સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરો. શિવલિંગનો જળથી અભિષેક કરો. 21 બીલીપત્ર ઉપર ચંદનથી ૐ નમઃ શિવાય લખો અને શિવલિંગ ઉપર ચઢાવો. જળ ચઢાવ્યા પછી મદાના ફૂલ અર્પણ કરો. ફળ-ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. જનોઈ અર્પણ કરો. શિવલિંગનો શ્રૃંગાર કરો. ત્યાર પછી ધૂપ-દી પ્રગટાવીને આરતી કરો. આરતી પછી પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો. શિવજી સાથે જ દેવી પાર્વતીની પણ પૂજા કરો. પરીણિત લોકોએ પોતાના જીવનસાથી સાથે શિવજી અને માતા પાર્વતીજીની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ મંત્ર બોલો
મહિલાઓ શ્રાવણના સોમવાનું વ્રત કરે છે
પરીણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે શ્રાવણના સોમવારે વ્રત કરે છે. વ્રત કરનાર મહિલાઓ સોમવારે જલ્દી જાગે છે અને સ્નાન કર્યા પછી શ્રૃંગાર કરે છે. ત્યાર બાદ શિવ મંદિર જઇને શિવજી અને માતા પાર્વતીની પૂજા કરે છે. વ્રત કરવાનો સંકલ્પ લે છે. મહિલાઓ દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવે છે.
જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા
શ્રાવણ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ધનનું દાન આપવાની પણ પરંપરા ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવી છે. આ દિવસે છત્રી, કપડા અને બૂટ-ચપ્પલ પણ દાન કરી શકો છો. આ પર્વમાં કોઈ નદી કે તણાવમાં લોટની ગોળીઓ માછલીઓને ખવડાવો. ગાય-બળદને લીલું ઘાસ ખવડાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.