નવરાત્રિનો છઠ્ઠો દિવસ:સુખી લગ્ન જીવન માટે નોરતાના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની પૂજા કરો

2 મહિનો પહેલા

નવરાત્રિમાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના અને આરાધના કરવાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેય ફળ પ્રાપ્ત થાય છે. તેમની ભક્તિથી રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મોજનમના પાપ પણ નષ્ટ થઈ જાય છે. કાત્ય ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધિ મહર્ષિ કાત્યાયને ભગવતી પરામ્બાની ઉપાસના કરી. કઠિન તપસ્યા કરી કરી. તેમની ઈચ્છા હતી કે તેમની પુત્રી પ્રાપ્ત થાય. માતા ભગવતીએ તેમના ઘરે પુત્રી રૂપમાં જન્મ લીધો.

એટલા માટે આ દેવી કાત્યાયની કહેવાઈ. તેમના ગુણ શોધકાર્ય કરવાનું છે. એટલા માટે આ વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયની માતાનું મહત્વ સર્વાધિક થઈ જાય છે. તેમની કૃપાથી બધા કામ પૂરાં થઈ જાય છે. તેઓ વૈદ્યનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ હતી. માતા કાત્યાયની અમોઘ ફળદાયીની છે.

ભગવાન કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓને કાત્યાયની માતાની જ પૂજા કરી હતી. આ પૂજા કાલિંદ્રી યમુનાના કિનારે કરવામાં આવી હતી. એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠત થયેલાં છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેઓ સ્વર્ણની સમાન ચમકીલા છે.

તેમની ચાર ભુજાઓ છે. જમણી તરફની ઉપરની ભુજા અભયમુદ્રામાં છે અને નીચલી ભુજા વરમુદ્રામાં છે. માતાની ઉપરની ડાબીની ભુજામાં તલવાર છે અને નીચલી ભુજામાં કમળનું ફૂલ સુશોભિત છે.

માતા કાત્યાયનીને ગમ-દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે. ભક્તોના રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થાય છે. જન્મોજનમના પાપ સમાપ્ત થઈ જાય છે. માતા કાત્યાયનીની પૂજાથી પરમપદ પ્રાપ્ત થાય છે.

મંત્ર-

चंद्र हासोज्ज वलकरा शार्दूलवर वाहना|
कात्यायनी शुभंदद्या देवी दानव घातिनि||

ચઢાવો-માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે. એટલા માટે આ દિવસે લાલ રંગના કપડાં પહેરો અને માતાને મધ ચઢાવો.

માતાની પૂજા-
માતા કાત્યાયનીની પૂજા કરવા માટે પહેલાં ફૂલોથી માતાને પ્રણામ કરી દેવીના મંત્રનું ધ્યાન કરો. આ દિવસે દુર્ગા સપ્તશતીના અગિયામા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. પુષ્પ અને જાયફળ દેવીને અર્પિત કરવા જોઈએ. દેવી માતાની સાથે જ ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. પુરાણોમાં જણાવ્યું છે કે દેવીની પૂજાથી ગૃહસ્થીઓ અને લગ્ન યોગ્ય લોકો માટે ખૂબ શુભદાયી ફળ પ્રાપ્ત થાય છે. માતાને હળદરની ગાંઠ અને સુગંધિત ફૂલો ચઢાવવા જોઈએ.

-કન્યાઓના ઝડપથી લગ્ન માટે તેમની પૂજા કરવી જોઈએ.

- મનપસંદ વર પ્રાપ્તિ માટે તેમની પૂજા કરવી જોઈએ.

-લગ્ન જીવન માટે તેમની પૂજા શુભ માનવામાં આવે છે.

-કુંડળીમાં લગ્નના યોગ ન હોય તો માતાની આરાધનાથી તે સંકટ ટળે છે.

માતા કાત્યાયનીના મંત્રનો જાપ કરો-
"कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।
नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।"