પૂજા અને દાન:જયા એકાદશીએ તુલસી પૂજા અને દાન કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે એકાદશીએ ગુરુવારનો શુભ સંયોગ, ભગવાન વિષ્ણુનો દિવસ હોવાથી હરિવાસર કહેવામાં આવશે

ગુરુવાર, 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશી છે. તેને જયા, અજા કે કામિકા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવામાં આવે છે. આ વખતે એકાદશી ગુરુવારે હોવાથી તે વધારે ખાસ રહેશે. ભગવાન વિષ્ણુનો જ દિવસ હોવાથી તેને હરિવાસર કહેવામાં આવે છે. આ શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ સહિત અન્ય અવતારો સાથે તુલસીની ખાસ પૂજા કરવાની પરંપરા છે.

આ એકાદશીએ બે સમયે એટલે સવારે અને સાંજે તુલસી પૂજા કરવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા અને નેવેદ્ય ધરાવતી સમયે તુલસીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. આ એકાદશીએ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવીને મંત્ર જાપ કરવો જોઈએ. સૂર્યોદય સમયે તુલસીને જળ ચઢાવવું જોઈએ પરંતુ સૂર્યાસ્ત થયા પછી જળ ચઢાવવું નહીં કે તેનો સ્પર્શ પણ કરવો નહીં. તુલસી પૂજા સમયે તુલસી મંત્રનો જાપ કરવો.

તુલસી પૂજા-
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।।

એકાદશીએ તુલસી પૂજા-
એકાદશી તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું પછી દિવસભર વ્રત રાખવું અને ભગવાન વિષ્ણુ સાથે તુલસી પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તે પછી તુલસીને પ્રણામ કરીને તેમાં શુદ્ધ જળ ચઢાવો. પછી પૂજા કરો. તુલસીને ગંધ, ફૂલ, લાલ વસ્ત્ર અર્પણ કરો. ફળનો ભોગ ધરાવો. ઘીનો દીવો પ્રગટાવો. તુલસી સાથે ભગવાન શાલીગ્રામની પણ પૂજા કરવી જોઈએ. તે પછી પ્રણામ કરીને જાગી જાવું.

તુલસી દાનથી અનેક યજ્ઞોનું ફળ મળી શકે છે-
એકાદશીના દિવસે સવારે જલ્દી તુલસી અને ભગવાન શાલીગ્રામની પૂજા સાથે તુલસી દાનનો સંકલ્પ પણ લેવો જોઈએ. તે પછી ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. પછી કુંડા સહિત તુલસી ઉપર પીળા કપડાં લપેટવાં. જેથી છોડ ઢંકાઈ જાય. આ છોડને કોઈ વિષ્ણુ કે શ્રીકૃષ્ણના મંદિરમાં દાન કરો. તુલસીના છોડ સાથે જ ફળ અને અનાજનું દાન કરવાનું પણ વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળી શકે છે અને જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ અને પાપ દૂર થઈ શકે છે.