ચાણક્ય નીતિ:પ્રેક્ટિસ વિના સંપૂર્ણ જ્ઞાન બેકાર થઇ જાય છે, જ્યાં સુધી જ્ઞાનનો અભ્યાસ કરવામાં આવતો નથી, ત્યાં સુધી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાતો નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આચાર્ય ચાણક્યની નીતિઓને જીવનમાં ઉતારવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

આચાર્ય ચાણક્ય દ્વારા રચિત નીતિ શાસ્ત્રના ચોથા અધ્યાયની 15મી નીતિમાં અભ્યાસનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ચાણક્યએ લખ્યું કે-

अनभ्यासे विषं शास्त्रमजीर्णे भोजनं विषम्।

दरिद्रस्य विषं गोष्ठी वृद्धस्य तरुणी विषम्।।

આ નીતિ પ્રમાણે અભ્યાસ વિના સંપૂર્ણ જ્ઞાન બેકાર થઇ જાય છે. જ્યા સુધી જ્ઞાનનો અભ્યાસ કરવામાં નથી આવતો, ત્યાં સુધી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાતો નથી.

જો કોઇ વ્યક્તિનું પેટ ખરાબ છે તો તેના માટે સારું ભોજન પણ ઝેર જેવું કામ કરે છે. પેટ ખરાબ હશે અને ભોજન કરશો તો ખાન-પાન પચી શકશે નહીં અને સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

કોઇ ગરીબ માટે કોઇ સમારોહ ઝેર સમાન હોય છે. ગરીબ પાસે સારા કપડાં હોતા નથી અને તે કોઇ કાર્યક્રમમાં જાય છે તો તેણે અપમાનિત થવું પડી શકે છે.

ચાણક્યના જણાવ્યાં પ્રમાણે, કોઇ વૃદ્ધ પુરૂષે નાની ઉંમરની મહિલા સાથે લગ્ન કરવા જોઇએ નહીં. આવા લગ્ન સફળ થવાની સંભાવના ઘણી ઓછી હોય છે.

આચાર્ય ચાણક્યનો પરિચયઃ-
આચાર્ય ચાણક્યનો જન્મ લગભગ 376 ઈ.સ પૂર્વે થયો હતો. તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી હતાં. ચાણક્યએ નીતિ શાસ્ત્ર સાથે જ અર્થશાસ્ત્ર વગેરે ગ્રંથોની પણ રચના કરી હતી. ચાણક્યએ પોતાની નીતિઓ દ્વારા નંદવંશનો નાશ કર્યો હતો. તેમનું મૃત્યુ લગભગ 283 ઈ.સ. પૂર્વે થયું હતું.

અન્ય સમાચારો પણ છે...