તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16મીએ વસંત પંચમી:ગુરુ ગ્રહના ઉદય થઇ જવાથી માંગલિક કાર્યો માટે દિવસ શુભ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્ર ગ્રહના અસ્ત થવાથી હવે 2 મહિના પછી 22 એપ્રિલના રોજ લગ્નનું મુહૂર્ત રહેશે
  • દેવશયનના કારણે જુલાઈમાં લગ્ન માટે સૌથી ઓછા 5 મુહૂર્ત રહેશે

સૂર્યના મકર રાશિમાં આવી ગયા પછી શુભ કામ શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે 19 જાન્યુઆરીએ ગુરુ તારો અસ્ત થઇ જવાના કારણે લગ્ન માટે મુહૂર્ત નથી. એટલે વર્ષનું પહેલું લગ્ન મુહૂર્ત 18 જાન્યુઆરીના રોજ હતું. તેના સહિત આખા વર્ષમાં લગ્ન માટે 51 મુહૂર્ત જ રહેશે. જાન્યુઆરીમાં ગુરુ અને તેના પછી શુક્ર ગ્રહના અસ્ત થઇ જવાથી હવે લગ્ન મુહૂર્ત 22 એપ્રિલથી શરૂ થશે. ગયા વર્ષની તુલનામાં આ વખતે 24 લગ્ન મુહૂર્ત ઓછા છે.

ગુરુ ઉદય અને શુક્ર અસ્ત રહેશેઃ-
વસંત પંચમીએ જ સવારે સૂર્યોદય સાથે ગુરુ ઉદય થઇ જશે. પરંતુ આ દિવસે શુક્ર ગ્રહ અસ્ત થઇ જશે. એટલે આ દિવસોમાં લગ્નના મુહૂર્ત નથી. છતાંય થોડી જગ્યાએ વસંત પંચમીએ વણજોયા મુહૂર્તમાં લગ્ન થશે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહના ઉદય થવાથી વિદ્યારંભ સંસ્કાર અને અન્ય શુભ કામ માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે.

વસંત પંચમીઃ દરેક માંગલિક કાર્યો માટે મુહૂર્તઃ-
વસંત પંચમીએ સિદ્ધિ, સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ સાથે જ અનેક પ્રકારના રાજયોગ પણ બની રહ્યા છે. આ શુભ યોગના બનવાથી નવા કામકાજની શરૂઆત માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસ લગ્ન સાથે જ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા, વાહન ખરીદવા, વેપાર શરૂ કરવા વગેરે માટે દિવસ શુભ છે. આ દિવસે અન્નપ્રાશન સંસ્કાર પણ કરવામાં આવી શકે છે.

આ તારીખોમાં લગ્ન થઇ શકે નહીંઃ-
આ વર્ષમાં અનેકવાર લગ્ન મુહૂર્ત ઉપર પ્રતિબંધ રહેશે. પંડિત ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 16 ફેબ્રુઆરીથી 17 એપ્રિલ સુધી શુક્ર ગ્રહ અસ્ત રહેશે. તે પછી 20 જુલાઈથી 14 નવેમ્બર સુધી દેવશયન કાળ હોવાથી લગ્ન થઇ શકશે નહીં. પછી વર્ષના છેલ્લાં દિવસોમાં 15 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થવાના કારણે લગ્ન મુહૂર્ત રહેશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો