આજે દિવાળી:લક્ષ્મી પૂજા માટે 5 શુભ મુહૂર્ત રહેશે, પૂજા કરતી સમયે શ્રીલક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોતનો પાઠ કરવો

3 મહિનો પહેલા
  • લક્ષ્મી પૂજામાં દેવીના 12 નામનો જાપ કરો, પૂજા કરતી સમયે માતાને લાલ ગુલાબ ચઢાવો
  • દિવાળીની પૂજામાં સ્ફટિકની માળાની મદદથી 108 વાર મંત્રોનો જાપ કરવો જોઇએ

આજે દિવાળી પર્વ ઊજવવામાં આવશે. આ વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન માટે 5 શુભ મુહૂર્ત રહેશે. દિવાળીએ પૂજા કરતી સમયે લક્ષ્મી મંત્રનો જાપ જરૂર કરવો જોઇએ. મંત્ર જાપ કરવાથી પૂજા જલ્દી સફળ થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીલક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય છે. આ સ્ત્રોનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇ શકે છે અને ભક્તની ઇચ્છા પૂર્ણ કરી શકે છે.

મહાલક્ષ્મી પૂજન વિધિ-

લક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોત-

આ સ્ત્રોતમાં દેવી લક્ષ્મીના 12 નામ જણાવવામાં આવ્યાં છે. ઈશ્વરી, કમલા, લક્ષ્મી, ચલા, ભૂતિ, હરિપ્રિયા, પદ્મા, પદ્માલયા, સંપદ્, રમા, શ્રી, પદ્મધારિણી. આ 12 નામનો જાપ કરવાથી ભક્તોને સ્થિર લક્ષ્મી એટલે ધન, સંતાન સુખ મળી શકે છે અને દરિદ્રતા દૂર થઇ શકે છે.

તમે ઇચ્છો તો લક્ષ્મી પૂજામાં લક્ષ્મજીના અન્ય મંત્રનો પણ જાપ કરી શકો છો.

આ રીતે મંત્રજાપ કરી શકો છો-
દિવાળીએ લક્ષ્મીપૂજા પહેલાં સ્નાન કરો. સાફ વસ્ત્ર પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરો. દેવીને કમળ અને લાલ ગુલાબના ફૂલ અર્પણ કરો. વસ્ત્ર, પુષ્પહાર, કંકુ વગેરે પૂજન સામગ્રી ચઢાવો. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. લક્ષ્મી મૂર્તિ સામે આસન લગાવીને બેસવું અને સ્ફટિકની માળાની મદદથી 108 વાર મંત્રનો જાપ કરો. આસન કુશનું હોય તો વધારે સારું.