વસંત પંચમીનું પર્વ આ વખતે 26 જાન્યુઆરી, ગુરુવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે પીળા રંગના કપડાં ખાસ કરીને પહેરવામાં આવે છે. દેવી સરસ્વતીને પીળા ફૂલ ચઢાવવામાં આવે છે. આખરે શા માટે વસંત પંચમી પર પીળા રંગનું આટલું મહત્વ છે?
હિન્દુ ધર્મમાં દરેક તહેવાર સાથે કોઈને કોઈ માન્યતા અને પરંપરા જોડાયેલી હોય છે. એવી જ એક પરંપરા વસંત પંચમી પર્વ સાથે પણ જોડાયેલી છે. આ દિવસે પીળા રંગના કપડાં વિશેષ કરીને પહેરવામાં આવે છે, દેવીને પીળા રંગના ફૂલ ચઢાવવામાં આવે છે અને પીળા રંગના ચોખા અર્થાત્ કેસરી ભાતનો ભોગ વિશેષ કરીને લગાવવામાં આવે છે. આખરે શા માટે વસંત પંચમી પર પીળા રંગનું આટલું મહત્વ માનવામાં આવે છે. આ વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે. જાણો આ પરંપરા સાથે જોડાયેલી બાબતો....
એટલા માટે ખાસ છે પીળો રંગ
આપણા વિદ્વાનોએ દરેક રંગનું વિશેષ મહત્વ બતાવ્યું છે. તે પ્રમાણે પીળો રંગ જ્ઞાનનો રંગ છે, સાથે જ સુખ, શાંતિ, એકાગ્રતા અને માનસિક ક્ષમતાનું પણ પ્રતીક છે. પીળો રંગ એકદમ શુદ્ધ છે અર્થાત્ તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ નથી હોતી. એટલા માટે આ શુદ્ધતાનો પરિચાયક પણ છે. દેવી સરસ્વતી જ્ઞાનની દેવી છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્યમાં બધા ગુણોનું હોવું ખાસ જરૂરી છે. આ વાતને ધ્યાન રાખીને આપણા વિદ્વાનોએ વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાની પરંપરા બનાવી હતી.
ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે પીળો રંગ
જ્યોતિષશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં પીળા રંગને શુભ માનવામાં આવે છે. પીળો રંગ શુદ્ધ અને સાત્વિક પ્રવૃત્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીળો રંગ બૃહસ્પતિનું પ્રતીક છે સાથે જ બૃહસ્પતિને પણ જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે પીળા રંગના કપડાં પહેરવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓના ગુરુ પણ છે. તેમની શુભ સ્થિતિ વગર કોઈપણ શુભ કાર્ય જેવા કે લગ્ન, મુંડન વગેરે નથી કરવામાં આવતાં. અર્થાત્ ગુરુ ગ્રહને સૌરમંડળનો સૌથી પવિત્ર અને સૌમ્ય ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે પીળા રંગના કપડાં પહેરવામાં આવે છે જેથી કેસરયુક્ત ભોજન કરી શકાય જેમ કે કેસરી ભાત. ગુરુ ગ્રહની શુભ સ્થિતિથી આપણા જીવનમાં સુખ-શાંતિ આવે છે.
કેસરી ભાત શા માટે ખાય છે વસંત પંચમી પર?
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેસર જ્યાં ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે, તો ચોખા શુક્ર ગ્રહ સાથે. આ બંને ગ્રહો ખૂબ જ ખાસ છે કારણ કે ગુરુ ગ્રહના શુભ પ્રભાવથી જ જ્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે તો શુક્રના પ્રભાવથી જીવનમાં ધન આવે છે. જ્યારે આ બંને વસ્તુઓ નિર્મિત કેસરી ભાતનો ભોગ દેવી સરસ્વતીને લગાવવામાં આવે છે તો જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. આ વર્ષે વસંત પંચમી બૃહસ્પતિવારના દિવસે રહેવાથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. આ દિવસે માતા સરસ્વતીને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ. સરસ્વતી માતાને પીળા રંગના વસ્ત્ર અને પીળા ભોજનનો ભોગ લગાવવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.