• Home
  • Dharm Darshan
  • Dharm
  • Why is rice used in worship? The tradition of planting two rice in tilak too, many uses of rice from marriage to funeral

પરંપરા અને વિજ્ઞાન / પૂજામાં ચોખાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તિલકમાં પણ બે ચોખા લગાવવાની પરંપરા, લગ્નથી અંતિમ સંસ્કાર સુધી ચોખાના અનેક ઉપયોગ

X

  • ચોખાના ગુણ તેને સૌથી પવિત્ર બનાવે છે, બધા જ ધાર્મિક કાર્યોમાં તેના ઉપયોગની પરંપરા છે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 12:46 PM IST

ચોખા એટલે કે અક્ષત પૂજાપાઠનો અભિન્ન ભાગ છે. ચોખા વિના માથા ઉપર લગાવવામાં આવતું તિલક પણ અધૂરું છે. પૂજાના સંકલ્પથી લઇને દક્ષિણાના તિલક સુધી, દરેક જગ્યાએ અક્ષતનો ઉપયોગ જરૂરી છે. આખરે આપણી સંસ્કૃતિમા ચોખાને આટલું મહત્ત્વ કેમ આપવામાં આવ્યું છે? ચોખા વિના દરેક પૂજા અધૂરી કેમ માનવામાં આવે છે? લગ્ન દરમિયાન વરરાજા અને કન્યા ઉપર કેમ ચોખા ઉડાડવામાં આવે છે?

તેના પાછળ અનેક કારણો છે. ચોખા જે લક્ષ્મીજીના સૌથી પ્રિય છે. ઉત્તર અને દક્ષિણ ભારતના બંને ભાગમાં સૌથી મુખ્ય આહાર પણ ચોખા જ છે. ચોખા સંપન્નતાનું પ્રતીક છે. અક્ષતની દરેક વાત નિરાળી છે, તેના બધા જ ગુણ એવા છે જેના કારણે તેને પૂજામાં રાખવા યોગ્ય બનાવે છે.

અક્ષત ક્યારેય ખરાબ થતા નથી, તે દીર્ઘાયુ છે. ચોખા જેટલાં વધારે જૂના હોય છે, તેટલા જ વધારે સ્વાદિષ્ટ હોય છે. એટલે જૂના ચોખાની કિંમત વધારે હોય છે. તેના લાંબાગાળા સુધી જળવાઇ રહેવાના કારણે તેમને આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કોઇના માથા ઉપર તિલક લગાવવામાં આવે છે તો તે સન્માન અને યશનું પ્રતીક હોય છે, તેના ઉપર ચોખાના બે દાણા લગાવવાનો અર્થ છે કે, તેમના આયુષ્ય સાથે તેમનું યશ અને સન્માન પણ લાંબાકાળા સુધી જીવિત રહે. પૂજામાં પણ આ જ કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

શાંતિ અને શીતળતાનું પ્રતીકઃ-
ચોખાનો રંગ સફેદ હોય છે, સફેદ સત્યનું પ્રતીક છે. શાંતિનો કારક રંગ છે. આપણી પૂજામાં જે સત્ય ભાવ છે તે પરમાત્માને સમર્પિત છે અને આપણાં જીવનમાં શાંતિ આવે, આ ભાવ માટે અક્ષત પૂજામાં ચઢાવવામાં આવે છે. તેની તાસીર પણ ઠંડી હોય છે. તે શીતળતા પ્રદાન કરે છે. હવન, યજ્ઞ વગેરેથી ઉત્પન્ન થતી ગરમીને શાંત કરવા માટે ચોખા અર્પણ થાય છે. આ પ્રકારે ધન, આયુષ્ય, શાંતિ, સત્ય અને શીતળતા. આ પાચ કારણોથી અક્ષત પૂજામાં રાખવામાં આવે છે અથવા અન્ય ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ચોખાના લોટના પિંડ પિતૃઓ માટેઃ-
મૃત્યુ બાદ પણ પિત્તૃઓને જે પિંડ તર્પણ કરવામાં આવે છે, તે ચોખાના લોટના હોય છે. તેની પાછળ પણ માન્યતા છે કે, ચોખા દ્વારા પિતૃઓને તૃપ્તિ મળે છે અને લાંબા સમયગાળા સુધી તેમને સંતુષ્ટિ પ્રદાન કરે છે. આ પિંડ તેમને સદગતિ અને મોક્ષ તરફ લઇ જાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી