મહાભારતમાં જણાવ્યા પ્રમાણે જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થવાનું નક્કી થઈ ગયું તો બંને પક્ષ પોત-પોતાના મિત્રોને સહાયતા માટે બોલાવવા લાગ્યા. યુદ્ધમાં સામેલ થવા માટે ભારતના જુદા-જુદા રાજ્યોના રાજાઓ ભાગ લેવા આવ્યા એટલુ જ નહીંપણ ચીન અને યુનાન વગેરે દેશોના રાજાઓ પણ પોત-પોતાના મિત્રોના બોલાવવાથી કુરુક્ષેત્રમાં આવીને જોડાઈ ગયાં. આવી સ્થિતિમાં ભારતના માત્ર 2 યોદ્ધા એવા હતાં, જે ધર્મ-અધર્મના આ યુદ્ધમાં સામેલ થયા નહીં. આ બંનેય ભગવાન શ્રીકૃષ્ણના સગા-સંબંધી જ હતાં. આગળ જાણો આ બંને યોદ્ધાઓ વિશે જે મહાભારતના યુદ્ધથી દૂર રહ્યાં હતાં....
જ્યારે બલરામ સામે આવ્યું ધર્મ-સંકટ
બલરામે જ્યારે જાણ થઈ કે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ નક્કી થઈ ગયું છે તો તેઓ ધર્મ-સંકટમાં પડી ગયા કારણ કે એક તરફ તો તેમની ફોઈ કુંતીના પુત્ર પાંડવો હતાં અને બીજી તરફ તેમનો પ્રિય શિષ્ય દુર્યોદન.
શ્રીકૃષ્ણ પહેલેથી જ પાંડવોના પક્ષમાં આવી ગયાં હતાં. એવી વખતે પાંડવોનો સાથ આપીને બલરામ દુર્યોધનનું અહિત કરવા માંગતા ન હતાં અને દુર્યોધનના પક્ષમાં રહીને પોતાના ભાઈ સાથે યુદ્ધ પણ કરવા માંગતા ન હતાં.
ધર્મસંકટથી બચવા માટે બલરામ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ તીર્થ યાત્રાએ નિકળી ગયાં. અંત સમયે જ્યારે ભીમ અને દુર્યોધનનું ગદાયુદ્ધ થઈ રહ્યું હતું, એ સમયે બલરામ ત્યાં આવ્યાં હતાં.
રુક્મીને પોતાના પરાક્રમ ઉપર અભિમાન હતું
રુક્મી કન્ડિનપુરનો રાજકુમાર અને શ્રીકૃષ્ણની પત્ની રુક્મિણીનો ભાઈ હતો. તે પણ મહાન પરાક્રમી યોદ્ધા હતો. તેમની પાસે ઈન્દ્ર દ્વાર આપવામાં આવેલ વિજય નામનું ધનુષ હતું. જ્યારે તેને યુદ્ધ વિશે જાણ થઈ તો તે સેના સહિત પહેલાં પાંડવોની પાસે ગયો.
રાજા યુધિષ્ઠિરે તેનું ખૂબ જ માન-સન્માન કર્યું. રુક્મી ત્યાં પોતાના બળ-પરાક્રમની મોટી-મોટી વાતો કરવા લાગ્યો. પાંડવો સમજી ગયા કે રુક્મીને પોતાના યુદ્ધ કૌશલ પર ખૂબ જ અહંકાર છે. એટલા માટે તેમણે રુક્મીની સહાયતા લેવાની ના પાડી દીધી.
ત્યારબાદ રુક્મી દુર્યોધનની પાસે ગયો. અહીં પણ તેણે એવી જ વાતો કરી, જેવી વાતો પાંડવોની સામે કહી હતી. ત્યારે દુર્યોધને પણ રુક્મીની મદદ લેવાની ના પાડી દીધી. આ પ્રકારે રુક્મી ઈચ્છીને પણ મહાભારત યુદ્ધમાં સામેલ થઈ શક્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.