• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Wherever Good Things Come From, From Whom They Come, It Should Be Conveyed To More People, It Gives A New Direction To The Society

આજનો જીવનમંત્ર:સારી વાતો જ્યાંથી પણ મળે, જેની પાસેથી મળે, તેને વધારે લોકો સુધી પહોંચાડવી જોઈએ, તેનાથી સમાજને નવી દિશા મળે છે

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદ જ્યારે પણ નવા વિચાર લોકો સામે મૂકતા હતા, ત્યારે બધા મંત્રમુગ્ધ થઈ જતા હતા. કોઈ તાળી પાડતા, કોઈ તેમને પ્રણામ કરતા. મોટાભાગના લોકો સ્વામીજીને પૂછતા કે તમને આટલી પ્રશંસા અને સન્માન મળે તેનું શું કરો છો?

સ્વામી વિવેકાનંદે કહ્યું, હું બધા વખાણ અને સન્માનને એક ઢાંકણીમાં પાણીની જેમ ભરી લઉં છું. એ પછી મારા ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં સમર્પિત કરી દઉં છું.

એક વ્યક્તિએ પૂછ્યું, તમે આવું કેમ કરો છો?

સ્વામીજીએ જવાબ આપતા કહ્યું, આ જે ભાષા, જ્ઞાન અને આકર્ષણ છે તે બધું તેમનું જ આપેલું છે. તેમના પ્રતાપે જ છે. તેમના કારણે જ હું આ કરી શકું છું. તેમના વગર આ સંભવ નથી.

જ્યારે સ્વામીજી આવો જવાબ આપતા ત્યારે લોકોના મનમાં પરમહંસની એક અલગ જ તસવીર બનતી હતી કે શિષ્ય આટલો તેજસ્વી તો તેમના ગુરુ કેટલા તેજસ્વી હશે, પરંતુ જે લોકો રામકૃષ્ણ પરમહંસને મળ્યા તે બધાને તેઓ એક સામાન્ય માણવી લાગ્યા.

સ્વામી વિવેકાનંદ જેવું તેજ કે તેમના જેવી વાતો પરમહંસ પાસે નહોતી, પરંતુ તેમનું જ જ્ઞાન સ્વામી વિવેકાનંદે આખી દુનિયાને આપ્યું. પરમહંસ એકાકી સ્વભાવના હતા, તેઓ વધારે લોકો વચ્ચે નહોતા રહેતા. તેઓ સારા વક્તા પણ નહોતા કે કોઈ સભા પણ યોજતા નહોતા.

પરંતુ તેમના વિચાર સ્વામી વિવેકાનંદે દુનિયા સુધી પહોંચાડ્યા.

બોધપાઠ: તમે જે વાત કહો કે જ્ઞાન આપો છો તે જરૂરી નથી કે તમારું જ હોય. જો બીજા કોઈ પાસે જ્ઞાનનો ભંડાર છે, પરંતુ તે સમાજ સુધી પોતાની વાતો પહોંચાડી શકતા ના હોય તો આપણે તેમના વિચાર દુનિયા સામે લાવવા જોઈએ.