હનુમાનજયંતીએ સુપર એક્સક્લૂઝિવ:ક્યાં થયો હનુમાનજીનો જન્મ?, 2 રાજ્ય અને 3 હજાર કિમીનો પ્રવાસ કરી ભાસ્કરે સૌથી મોટી તપાસ કરી

એક મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી

એક બાજુ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ ભગવાન હનુમાનના જન્મસ્થાનને લઈને વિવાદ પીક પર છે. હનુમાનજીનો જન્મ ક્યાં થયો? આ સવાલના જવાબને લઈને દક્ષિણનાં બે રાજ્ય કર્ણાટક અને આંધ્રપ્રદેશ સામસામે આવી ગયાં છે.

કર્ણાટક રાજ્યનો દાવો છે કે હમ્પીથી લગભગ 25 કિમી દૂર આવેલું અનેગુંડી ગામ જ કિષ્કિંધા નગરી છે અને અહીં જ પવનપુત્રનો જન્મ થયો છે, જ્યારે આંધ્રપ્રદેશના તિરુમાલા દેવસ્થાનમ એટલે TTD જણાવી રહ્યું છે કે તિરુમાલાના 7 પહાડમાંથી એક ઉપર હનુમાનજીનો જન્મ થયો છે.

TTDએ તિરુમાલામાં સ્થિત આંજનેય પહાડ ઉપર મંદિરમાં આવતા ભક્તોની સુવિધા માટે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કર્ણાટક સ્થિત શ્રી હનુમાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ગોવિંદાનંદ સરસ્વતીએ આ બાંધકામને કોર્ટમાં પડકાર્યો હતો અને કોર્ટે સ્ટે આપ્યો હતો.

2020 માં TTDએ 7 સભ્યની એક સમિતિ બનાવવામાં આવી હતી, જેણે હનુમાનજીનું જન્મસ્થળ તિરુમાલા હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ તેલુગુ ભાષામાં આવ્યો છે, હવે એનું હિન્દી વર્ઝન 21 એપ્રિલે લોન્ચ થવા જઈ રહ્યું છે.

હકીકત જાણવા માટે ભાસ્કરની ટીમ કર્ણાટક અને આંધ્રપ્રદેશની બંને જગ્યાએ પહોંચી. અમે 3 હજાર કિમીથી વધારેની યાત્રા કરી. બંને જગ્યાએ એક્સપર્ટ સાથે વાત કરી. નેચરલ એવિડન્સ ચેક કર્યા.

આ બંને જગ્યાના એક્સપર્ટ્સ સિવાય રામજીના વનગમન સ્થળને એક સૂત્રમાં ઢાળનાર શોધકર્તા ડો. રામ અવતાર સાથે પણ વાત કરી અને એ પછી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આજે હનુમાનજયંતીના અવસરે વાંચો આ એક્સક્લૂઝિવ રિપોર્ટ.

પહેલાં હમ્પીની મુલાકાત કરીએ... જ્યાં કિષ્કિંધા છે....

રામાનંદ સંપ્રદાયના મહંત વિદ્યાદાસ અહીં છેલ્લાં 25 વર્ષથી પૂજાની જવાબદારી સંભાળી રહ્યા છે. હનુમાનજીના જન્મસ્થળ અંગે પૂછપરછ દરમિયાન તેમણે અનેક પ્રમાણ આપ્યાં....

તથ્યોની વધારે ચકાસણી કરવા માટે અમે ઇતિહાસકાર, આર્કિયોલોજિસ્ટ અને 20 વર્ષથી પણ વધારે સમયથી હમ્પી અને કિષ્કિંધામાં રિસર્ચ કરી રહેલા ડો. શરણબસપ્પા કોલકર પાસે પહોંચ્યા.

તેઓ કન્નડમાં બોલે છે, તેથી અમે અમારી સાથે એક દ્વિભાષી લઈ ગયા. ડો. કોલકરના જણાવ્યા પ્રમાણે, હનુમાનજીની જન્મભૂમિ કર્ણાટકમાં હમ્પી પાસે સ્થિત કિષ્કિંધા જ છે.

હવે તિરુપતિ જઈએ…
કર્ણાટકથી બધાં તથ્ય મેળવ્યાં પછી અમે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી પહોંચ્યા. હનુમાનજીના જન્મસ્થાનને લઈને ટીટીડીએ જે 7 સભ્યની સમિતિ બનાવી છે એમાંથી એક તિરુપતિમાં સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠમાં પ્રોફેસર સદાશિવ મૂર્તિ પાસેથી અમે ડિટેલમાં વાત કરી.

શ્રી વેંકટેશ્વર ઉચ્ચ ધર્મશાસ્ત્રીય સંસ્થાના અધિકારી અને હનુમાનજીના જન્મસ્થાનને લઇને ટીટીડી દ્વારા બનાવવામાં આવેલી સમિતિના મેમ્બર ડો. અકેલા વિભીષણ શર્મા સાથે અમે મુલાકાત કરી. તેમણે અનેક પ્રમાણ આપ્યાં.

વનગમન સ્થળને એક સૂત્રમાં ઢાળનાર શોધકર્તા ડો. રામ અવતાર કહે છે- હું હમ્પીને પણ હનુમાનજીનું જન્મસ્થળ માનું છું. વાલ્મીકિ રામાયણના કિષ્કિંધાકાંડમાં અધ્યાય નંબર 12માં મતંગ વનની ચર્ચા છે અને તેઓ માત્ર કિષ્કિંધામાં છે, તિરુમાલામાં નથી. એવો ઉલ્લેખ મળે છે કે મતંગ વનમાં તેઓ રમ્યા હતા.

નિષ્કર્ષઃ બંને જ રાજ્યના પોત-પોતાના દાવા છે, વિશ્વાસ છે અને પ્રમાણ પણ છે. જોકે નેચરલ એવિડન્સ જણાવે છે કે હમ્પી પાસે સ્થિત કિષ્કિંધા જ અંજની પુત્ર હનુમાનનું જન્મસ્થળ છે, પરંતુ આ અંગે કોઈ એક નિર્ણય લેવો મુશ્કેલ છે. અંજનાદ્રિ પર્વત ઉપર ટીટીડીના નિર્માણકાર્યનો મામલો હાઈકોર્ટમાં છે. નિર્ણય આવવાનો બાકી છે.

રામ મંદિર જેવી અસર દક્ષિણમાં હનુમાન મંદિર માટે હશે
ગંગાવતીમાં રહેતા RSS નેતા સંતોષનું કહેવું છે કે હનુમાનજીના જન્મસ્થળના વિકાસ માટે 120 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જમીન સંપાદનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એની મોટી રાજકીય અસર થવાની પણ ખાતરી છે.

જેમ અયોધ્યા હિંદુઓની શ્રદ્ધાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે એવી રીતે કિષ્કિંધા પણ બનશે. દક્ષિણ ભારત સાથે જ આખા ભારતમાં એની અસર જોવા મળશે. આવનારાં વર્ષોમાં હજાર-લાખોની સંખ્યામાં અહીં હિંદુઓ દર્શન માટે પહોંચશે.

આ સ્થાને પણ હનુમાનજીના જન્મનો દાવો

  • ગુજરાત સ્થિત ડાંગ જિલ્લાને લઇને માન્યતા છે કે અહીં અંજની પર્વતની ગુફામાં જ હનુમાનજીનો જન્મ થયો હતો.
  • ઝારખંડ સ્થિત ગુમલાથી 20 કિમી દૂર આંજન ગામ છે. માન્યતા છે કે અહીં પહાડની ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હતો.
  • હરિયાણા સ્થિત કૈથલમાં પણ વાનરરાજ હનુમાનજીનું જન્મસ્થળ માનવામાં આવે છે.
  • મહારાષ્ટ્રના નાશિકથી 28 કિમી અંતરે અંજનેરી મંદિરને પણ હનુમાનજીનું જન્મસ્થળ માનવામાં આવે છે.
  • કર્ણાટકના શિવમોગાના એક મઠ પ્રમુખે દાવો કર્યો છે કે હનુમાનજીનો જન્મ ઉત્તર કન્નડ જિલ્લાના ગોકર્ણમાં થયો હતો.

(પ્રોફેસર મૂર્તિના જણાવ્યા પ્રમાણે આ જગ્યાએ વાલ્મીકિ રામાયણ, શાસ્ત્રો, પુરાણોમાં કોઈ જગ્યાએ સાબિતી મળી નથી.)

અન્ય સમાચારો પણ છે...