• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • When One Has To Choose Between Two Bad Things, Then Choose The Evil One, Within Which There Is Some Goodness, Some Positiveness.

આજનો જીવનમંત્ર:જ્યારે ખરાબ વસ્તુઓમાંથી કોઇ એકને પસંદ કરવું હોય તો તે ખરાબ વાતને પસંદ કરો જેના મૂળમાં કોઇ સારી બાબત હોય

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

રાવણનો એક સેનાપતિ મારીચ હતો. સંબંધમા તે રાવણનો મામા પણ હતો. મારીચની માતાનું નામ તાડકા અને પિતાનું નામ સુંદ હતું. જ્યારે સૂર્પનખાએ રાવણને સીતા અંગે જણાવ્યું અને રાવણે સીતાનું હરણ કરવાનો વિચાર કર્યો. ત્યારે તે મારીચ પાસે પહોંચ્યો.

મારીચ માયાવી હતો, તે અનેક પ્રકારના સ્વરૂપ ધારણ કરવામાં શ્રેષ્ઠ હતો. રાવણે મારીચ પાસે પહોંચીને તેમને પ્રણામ કર્યાં. મારીચ સમજી ગયો કે આજે કોઇ મુશ્કેલી કે સંકટ આવવાનું છે, કેમ કે નીચ લોકો વિના કોઈ સ્વાર્થે આટલું નમે નહીં. પછી, મારીચે રાવણને તેમની પાસે આવવાનું કારણ પૂછ્યું.

રાવણે જણાવ્યુ કે તે દંડકારણ્યની પંચવટીથી સીતાનું હરણ કરવા ઇચ્છે છે. તેના માટે રામને ત્યાંથી થોડા સમય માટે દૂર કરવો જરૂરી છે. રાવણે મારીચને કહ્યુ કે તમે સોનાના હરણનું સ્વરૂપ ધારણ કરીને પંચવટી પહોંચો. સીતા તમને જોઈને પકડવાની લાલચ કરશે. તે રામને તમારી પાછળ મોકલશે. રામને તમે તેના કૂટિયાથી દૂર લઈ જાવ. ત્યારે હું સીતાનું હરણ કરી લઈશ.

મારીચે રાવણને સમજાવ્યું કે રામ સાથે દુશ્મની કરવી યોગ્ય નથી. વિશ્વામિત્રના યત્રનો ભંગ કરતી સમયે મને રામજીએ માત્ર એટલ તણખલાનું બાળ માર્યું હતું અને હું સમુદ્રની આ પાર આવીને પડ્યો હતો. રામ દૈવીય પુરૂષ છે. ભગવાન વિષ્ણુના અવતાર છે.

રાવણ માન્યો નહીં. તેણે મારીચને કહ્યું કે જો તમે મારું કહેવાનું માનશો નહીં તો હું આ ક્ષણ જ તમારો વધ કરી દઈશ. મારીચે વિચાર્યું કે જો હું સોનાનું હરણ બનીને રાવણનો સાથ નહીં આપુ તો તે મને આ સમયે જ મારી નાખશે. જો સાથ આપીશ તો હું દંડકારણ્યમા રામના હાથે મૃત્યુ પામીશ. રાવણના હાથે મૃત્યુ પામવાથી કોઈ લાભ મળશે નહીં, પરંતુ રામના હાથેથી મૃત્યુ પામીશ તો મોક્ષનો માર્ગ ખુલશે.

આ વિચારીને મારીચ સોનાનું હરણ બનીને પંચવટીમા જવા માટે તૈયાર થઈ ગયા અને રામના હાથે મૃત્યુ પામ્યાં.

બોધપાઠ- ક્યારેક-ક્યારે આપણી સામે એવી સ્થિતિ બને છે કે બે અવગુણોમાંથી કોઇ એક પસંદ કરવાનો હોય છે. એવામાં આપણે બંને અવગુણો અંગે ગંભીરતાથી વિચાર કરી તેને પસંદ કરવા જોઈએ, જેના અંતમાં કોઇ સારી બાબત છુપાયેલી હોય.

અન્ય સમાચારો પણ છે...