જન્માષ્ટમી:ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે કેવા સંયોગ હતા? શા માટે બાળ ગોપાલનો જન્મોત્સવ 2 દિવસ સુધી ઊજવાય છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદુ ધર્મમાં જન્માષ્ટમી પર્વ પ્રમુખ તહેવારોમાંનો એક છે. આ તહેવાર વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે. જન્માષ્ટમીના તહેવારની ઊજવણી બે દિવસ સુધી કરવામાં આવે છે.

કૃષ્ણ જન્મ બે દિવસ સુધી શા માટે ઊજવાય છે?
માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કેટલાક લોકો માટે આઠમની તિથિ વધુ મહત્ત્વ ધરાવે છે. તો કેટલાક લોકો રોહિણી નક્ષત્ર હોય ત્યારે જન્માષ્ટમી પર્વ ઊજવે છે. આ કારણે જ જન્માષ્ટમી બે દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 11 ઓગસ્ટના રોજ સવારે 9.07 વાગ્યાથી શ્રાવણના વદ પક્ષની આઠમ તિથિ શરૂ થઇ જશે. આ તિથિ 12 ઓગસ્ટના રોજ સવારે 11.17 વાગ્યા સુધી રહેશે. વૈષ્ણવ સંપ્રદાયમાં ઉદયકાલીન આઠમ તિથિનું મહત્ત્વ છે. એટલે આ સંપ્રદાયમાં 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ વર્ષે 11 કે 12 બંને તારીખે રાતે રોહિણી નક્ષત્ર રહેશે નહીં.

ભગવાન કૃષ્ણના જન્મ સમયના સંયોગ
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં દેવકીના 8મા પુત્ર તરીકે થયો હતો. એ વખતે શ્રાવણ મહિનાના વદ પક્ષની રાતનાં સાત મુહૂર્ત વીતી ચૂક્યાં હતાં અને આઠમો પ્રહર શરૂ થઈ ગયો હતો. રોહિણી નક્ષત્ર હતું, જયંતિનો સંયોગ બનતો હતો અને મધરાત સમયે શૂન્યકાળ હતો.

ભગવાન કૃષ્ણ કેટલાં વર્ષ જીવ્યા?
મહાભારતનો સમયગાળો સામાન્ય રીતે આજથી 5,૦૦૦ વર્ષ પહેલાંનો કહેવામાં આવે છે. મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણની ઉંમર 89 વર્ષની હતી. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી ભગવાન શ્રીકૃષ્ણ 36 વર્ષ જીવિત રહ્યા હોવાનું કહેવાય છે. એટલે કે, ભગવાન શ્રીકૃષ્ણ આશરે 125 વર્ષ સુધી આ ધરતી પર મનુષ્ય દેહે જીવિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...