જિજ્ઞાસા અને સમાધાન:મંદિરમાં દર્શન કર્યા પછી પૂજારી ભગવાન ઉપર ચઢેલાં ફૂલ આપે તો તેનું શું કરવું જોઇએ?

2 વર્ષ પહેલા
  • મંદિરમાંથી મળેલાં હાર-ફૂલ નિર્માલ્ય(દેવને ચડાવેલી વસ્તુ) કહેવાય છે, તેનું ખાસ મહત્ત્વ હોય છે
  • ઘરમાં રાખવા કે વિસર્જિત કરવા તેના અંગે ગ્રંથોમાં વિવિધ રીત જણાવવામાં આવી છે

મોટાભાગે લોકો મંદિર જાય છે ત્યારે તેમને પૂજારી ભગવાનના ચઢેલાં ફૂલ પ્રસાદ સાથે આપે છે. તેને આશીર્વાદ સમજીને લોકો ઘરે પણ લઇ આવે છે પરંતુ જ્યારે આ ફૂલ કે હાર સૂકાઇ જાય છે ત્યારે સૌથી વધારે ચિંતા એ થાય છે કે, હવે તે ફૂલનું શું કરવું જોઇએ. કઇંક અશુભ થવાના ભયથી લોકો તેમને ફેંકતાં નથી. આપણાં શાસ્ત્રોમાં તેનું સમાધાન આપવામાં આવ્યું છે. ગ્રંથો પ્રમાણે ભગવાન ઉપર ચઢેલાં ફૂલને બે-ત્રણ રીતે રાખી શકાય છે.

પહેલી રીતઃ- જો તમને મંદિરમાંથી ભગવાન ઉપર ચઢેલાં ફૂલ કે હાર આપવામાં આવે તો તેને પહેલાં ઘરના તે કબાડમાં રાખો, જ્યાં ઘરેણાં અને પૈસા રાખવામાં આવે છે. જો પ્રસાદમાં ફૂલ રાખીને આપવામાં આવે છે તો તેને તિજોરીમાં રાખવું જોઇએ. તે ફૂલને કોઇ નાની થેલી, કપડા કે કાગળમાં બાંધીને રાખી શકાય છે.

બીજી રીતઃ- જો તમને યાત્રાઓ દરમિયાન કોઇ એવા મંદિરથી ફૂલ કે હાર મળે તો તે સમયે સૌથી વધારે સમસ્યા ઊભી થાય છે. કેમ કે, યાત્રામાં તેમને સાચવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. એવામાં તે ફૂલને પોતાના જમણાં હાથમાં રાખીને સૂંઘવું, સૂંઘ્યા બાદ તે કોઇ વૃક્ષના મૂળમાં રાખી દેવું અથવા કોઇ સરોવર કે નદીમાં પ્રવાહિત કરી દેવું જોઇએ.

સૂંઘ્યા બાદ તમે તે ફૂલમાં રહેલી પોઝિટિવ ઊર્જાને તમારી અંદર ઉતારી લો છો. ત્યાર બાદ ફૂલને સાથે રાખવાની જરૂરિયાત નથી હોતી. આ પ્રકારે યાત્રા દરમિયાન મંદિરથી મળેલાં ફૂલને સાચવવાની જરૂરિયાત હોતી નથી.