તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Weekly Almanac, This Week The Leap Month Will Begin And The Sun Will Change The Zodiac; 3 Auspicious Moments For Shopping And Starting A New Job

હિંદુ કેલેન્ડર:સાપ્તિહિક પંચાંગ, આ સપ્તાહ અધિકમાસ શરૂ થશે અને સૂર્ય રાશિ બદલશે; ખરીદારી અને નવું કામ શરૂ કરવા માટે 3 શુભ મુહૂર્ત

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે 3 પર્વ રહેશે, આ સપ્તાહ સર્વપિતૃ અમાસના દિવસે પિતૃપક્ષ પૂર્ણ થશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં પિતૃપક્ષ પૂર્ણ થશે. ત્યાર બાદ હિંદુ કેલેન્ડરમાં આસો મહિનાનો અધિકમાસ શરૂ થઇ જશે. આ દિવસોમાં બારસ તિથિથી અમાસ સુધી શ્રાદ્ધ કરી શકાશે. આ સપ્તાહ સર્વ પિતૃ અમાસ અને કન્યા સંક્રાતિ પર્વ ઉજવવામાં આવશે. આ સપ્તાહ કોઇ મોટા તિથિ-તહેવાર રહેશે નહીં. માત્ર અધિકમાસની શરૂઆતમાં ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વ્રત કરવામાં આવશે. ત્યાં જ, આ સપ્તાહ હિંદી દિવસ અને રાષ્ટ્રીય એન્જીનિયર દિવસ ઉજવવામાં આવશે.

જ્યોતિષની દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ સૂર્ય કન્યા રાશિમાં આવી જશે. આ દિવસોમાં ખરીદારી અને માંગલિક કામ માટે 3 શુભ મુહૂર્ત રહેશે. જેમાંથી 3 સર્વાર્થિસિદ્ધિ અને 1 રવિયોગ રહેશે.

14 થી 20 સપ્ટેમ્બર સુધીનું પંચાંગઃ-

14 સપ્ટેમ્બર, સોમવાર - ભાદરવા વદ, બારસ

15 સપ્ટેમ્બર, મંગળવાર - ભાદરવા વદ, તેરસ

16 સપ્ટેમ્બર, બુધવાર - ભાદરવા વદ, ચૌદશ

17 સપ્ટેમ્બર, ગુરુવાર - ભાદરવા વદ, સર્વ પિતૃ અમાસ

18 સપ્ટેમ્બર, શુક્રવાર - આસો સુદ, અધિક માસ, એકમ

19 સપ્ટેમ્બર, શનિવાર - આસો સુદ, અધિક માસ, બીજ

20 સપ્ટેમ્બર, રવિવાર - આસો સુદ, અધિક માસ, ત્રીજ

અન્ય મહત્ત્વપૂર્ણ દિવસ અને જયંતીઃ-

14 સપ્ટેમ્બર, સોમવાર- હિંદી દિવસ

15 સપ્ટેમ્બર, મંગળવાર- રાષ્ટ્રીય એન્જીનિયર દિવસ

જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહઃ-

14 સપ્ટેમ્બર, સોમવાર - સર્વાર્થસિદ્ધિ યોગ

15 સપ્ટેમ્બર, મંગળવાર - સર્વાર્થસિદ્ધિ યોગ

17 સપ્ટેમ્બર, ગુરુવાર - સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ

20 સપ્ટેમ્બર, રવિવાર - સર્વાર્થસિદ્ધિ યોગ, રવિયોગ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો