• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Weekly Almanac; No Major Festivals Between September 28 And October 4, Saturn Mars Moves Will Change So This Week Will Be Special From An Astrological Point Of View.

હિંદુ કેલેન્ડર:સાપ્તાહિક પંચાંગ; 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે કોઇ મોટો ઉત્સવ નહીં, શનિ-મંગળની ચાલ બદલાશે એટલે જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બરના છેલ્લાં અને ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં ખરીદારી માટે 3 દિવસ શુભ મુહૂર્ત રહેશે, ગાંધી જયંતી અને બ્લડ ડોનેશન દિવસ પણ આવશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે સપ્ટેમ્બરના છેલ્લાં દિવસોમાં પ્રદોષ અને ઓક્ટોબરના પહેલાં સપ્તાહમાં અધિકમાસની પૂનમનું વ્રત રહેશે. આ સિવાય કોઇ મોટા તિથિ-તહેવાર આવશે નહીં. અધિક માસના કારણે આવી સ્થિતિ બની રહી છે. અધિકમાસમાં કોઇ મોટો ઉત્સવ આવતો નથી. આ દરમિયાન માત્ર ભગવાન વિષ્ણુની પૂજા સાથે વ્રત-ઉપવાસ અને સ્નાન દાન કરવામાં આવે છે. આ સપ્તાહ અધિકમાસના સુદ પક્ષના 15 દિવસ પૂર્ણ થશે અને વદ પક્ષ શરૂ થઇ જશે. આ સપ્તાહમાં વિશ્વ હ્રદય દિવસ, રાષ્ટ્રીય બ્લડ ડોનેશન દિવસ, લાલબહાદુર શાસ્ત્રી જયંતી અને ગાંધી જયંતી જેવા ખાસ દિવસ રહેશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસોમાં શનિની ચાલ બદલાશે અને મંગળ ગ્રહ રાશિ બદલીને મીનમાં આવી જશે. આ સિવાય 3 દિવસ ખરીદારીના શુભયોગ રહેશે.

28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધીનું પંચાંગઃ-

28 સપ્ટેમ્બર, સોમવાર- અધિકમાસ સુદ પક્ષ, બારસ

29 સપ્ટેમ્બર, મંગળવાર- અધિકમાસ સુદ પક્ષ, તેસર, પ્રદોષ વ્રત

30 સપ્ટેમ્બર, બુધવાર- અધિકમાસ સુદ પક્ષ, ચૌદશ

1 ઓક્ટોબર, ગુરુવાર- અધિકમાસ સુદ પક્ષ, પૂનમ, સ્નાન-દાન અને વ્રત

2 ઓક્ટોબર, શુક્રવાર- અધિકમાસ વદ પક્ષ, એકમ

3 ઓક્ટોબર, શનિવાર- અધિકમાસ વદ પક્ષ, બીજ

4 ઓક્ટોબર, રવિવાર- અધિકમાસ વદ પક્ષ, ત્રીજ

અન્ય મહત્ત્વપૂર્ણ દિવસ અને જયંતીઃ-

29 સપ્ટેમ્બર, મંગળવાર- વિશ્વ હ્રદય દિવસ

1 ઓક્ટોબર, ગુરુવાર- રાષ્ટ્રીય બ્લડ ડોનેશન દિવસ

2 ઓક્ટોબર, શુક્રવાર- લાલબહાદુર શાસ્ત્રી જયંતી અને ગાંધી જયંતી

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસઃ-

29 સપ્ટેમ્બર, મંગળવાર- શનિ મકર રાશિમાં માર્ગી થશે.

30 સપ્ટેમ્બર, બુધવાર- રવિયોગ 2 ઓક્ટોબર, શુક્રવાર- સર્વાર્થસિદ્ધિ યોગ

4 ઓક્ટોબર, રવિવાર- સર્વાર્થસિદ્ધિ યોગ

અન્ય સમાચારો પણ છે...